Home દેશ - NATIONAL અમ્માના રસ્તે યોગી, ૩રૂપિયમાં નાસ્તો,૫ રૂપિયામાં ભોજન

અમ્માના રસ્તે યોગી, ૩રૂપિયમાં નાસ્તો,૫ રૂપિયામાં ભોજન

271
0

(જી.એન.એસ), તા.૮
લખનઉ- ઉત્તરપ્રદેશની યોગી સરકાર રાજ્યમાં અન્નપૂર્ણા ભોજનાલય શરૂ કરવા જઇ રહી છે. જેમાં ત્રણ રૂપિયામાં નાસ્તો અને પાંચ રૂપિયામાં ભોજન આપવામાં આવશે.
સરકારી સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ અન્નપૂર્ણા ભોજનાલયનો ડ્રાફ્ટ તૈયાર થઇ ગયો છે. જેનું એક પ્રેઝન્ટેશન પણ મુખ્ય સચિવ સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું. આગામી 12 એપ્રિલે ખુદ સીએમ યોગી આદિત્યનાથ તેનું પ્રેઝન્ટેશન જોશે.
આ યોજનામાં સવારનો નાસ્તો અને દિવસ તેમજ રાત્રીના ભોજનનો સમાવેશ કરવામાં આવ્યો છે. નાસ્તામાં દલિયા, ઇડલી-સંભાર, પૌવા, ચા-પકોડા આપવામાં આવશે. જ્યારે ભોજનમાં રોટલી, સિઝન પ્રમાણનું શાક, અડદની દાળ અને ભાત આપવામાં આવશે. અન્નપૂર્ણા ભોજનાલય ઉત્તરપ્રદેશના તમામ નગર નિગમના વિસ્તારોમાં ખોલવામાં આવશે. ભોજનાલય એવી જગ્યાએ ખોલવામાં આવશે જ્યાં ગરીબ અને મજૂરવર્ગના લોકોની સંખ્યા વધારે હોય.
યોગી સરકારનું આ આવકારદાયક પગલું તેમનો માનવીય ચહેરો લોકો સમક્ષ રાખવા માટે પૂરતું છે. આપને જણાવી દઇએ કે, મધ્યપ્રદેશમાં પણ શિવરાજસિંહ સરકારે ગત 7 એપ્રિલથી દીનદયાળ અંત્યોદય રસોઇ યોજના શરૂ કરી છે. દીનદયાલ રસોઇ યોજનામાં માત્ર પાંચ રૂપિયામાં ભોજન આપવામાં આવશે. આ યોજના દ્વારા બીજા શહેરો અને ગામડામાંથી આવેલા ગરીબ લોકોને પણ ઓછી કિંમતમાં ગુણવત્તાયુક્ત ભોજન પુરુ પાડવામાં આવશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleદિલ્હીમાં જર્મન યુવાન લૂંટના ઇરાદે હૂમલો
Next articleઓડિશા: ભગવાન રામ વિરુદ્ધ FB પોસ્ટ પર થયો વિવાદ, ભદ્રક શહેરમાં સેક્શન 144 લાગુ