Home વ્યાપાર જગત - BUSINESS ઓટો અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરની આગેવાની હેઠળ ભારતીય શેરબજારમાં તેજી તરફી...

ઓટો અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરની આગેવાની હેઠળ ભારતીય શેરબજારમાં તેજી તરફી માહોલ યથાવત્…!!!

50
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૭.૧૧.૨૦૨૨ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૬૦૯૫૦.૩૬ સામે ૬૧૧૮૮.૧૩ પોઈન્ટના મથાળેથી ખુલીને ૬૦૭૧૪.૩૬ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૬૮૭.૧૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૩૪.૭૯ પોઈન્ટના ઉછાળા સાથે ૬૧૧૮૫.૧૫ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૮૧૯૪.૦૦ સામે ૧૮૨૯૪.૯૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૮૧૧૯.૫૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૮૯.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૬૮.૨૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૮૨૬૨.૨૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

ભારતીય અર્થતંત્ર વૈશ્વિક જીઓપોલિટીકલ ટેન્શનના પગલે આર્થિક સંકટમાં પણ અન્ય દેશોની તુલનાએ અડીખમ ઊભું રહી શક્યું હોઈ ભારતમાં આર્થિક વિકાસની મોટી તકો હોવાની દૂરંદેશી સાથે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો ભારતીય શેરબજારમાં દરેક ઘટાડે ખરીદીની તક ઝડપતાં બજાર આંચકા પચાવી સતત પોઝિટીવ ઝોનમાં રહ્યું હતું. સપ્તાહના પ્રથમ દિવસે ફંડોની હેલ્થકેર અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં વેચવાલી અને સર્વિસિસ ફ્રન્ટલાઈન શેરોમાં પ્રોફિટ બુકિંગે સેન્સેક્સ આરંભિક કામકાજમાં એક તબક્કે ૨૩૬ પોઈન્ટના ઘટાડે નીચામાં ૬૦૭૧૪ સુધી આવ્યા બાદ ઘટયા મથાળે ઓટો, ઓઈલ એન્ડ ગેસ, રિયલ્ટી, એનર્જી અને મેટલ શેરોમાં લેવાલી અને એસબીઆઇ, ટાટા સ્ટીલ, આઇસીઆઇસીઆઇ બેન્ક, બજાજ ફિનસર્વ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સહિતના ફ્રન્ટલાઈન શેરોમાં આકર્ષણે બીએસઇ સેન્સેક્સ ૨૩૪.૭૯ અને નિફટી ફ્યુચર ૬૮.૨૫ પોઈન્ટ વધીને બંધ રહ્યા હતા.

ચાઈના કોવિડ અંકુશોમાંથી બહાર આવીને રીઓપનીંગમાં હવે ફલાઈટ પૂર્વવત કરી રહ્યાના અહેવાલ વચ્ચે ફયુલની માંગમાં મોટી વૃદ્વિની અપેક્ષાએ ક્રુડ ઓઈલના ભાવમાં ફરી વધારો થતાં ઉછાળે સાવચેતી જોવા મળી હતી. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૧.૭૪ લાખ કરોડ વધીને રૂ.૨૮૪.૭૭ લાખ કરોડ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૬૯% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૬૪% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને સર્વિસિસ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૭૫૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૫૭૦ અને વધનારની સંખ્યા ૨૦૦૬ રહી હતી, ૧૭૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.

બજારની ભાવિ દિશા….

મિત્રો, ભારતમાં બેરોજગારીનો દર સપ્ટેમ્બર માસના ૬.૪૩%ની સામે ઓક્ટોબર માસમાં વધીને ૭.૭૭% થયો હતો. સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમીના માસિક ડેટામાં ૨૫ રાજ્યોના ઉપલબ્ધ ડેટાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઓક્ટોબર મહિનામાં હરિયાણામાં સૌથી વધુ ૩૧.૮%નો બેરોજગારી દર હતો. ત્યારબાદ રાજસ્થાન ૩૦.૭% અને જમ્મુ અને કાશ્મીર ૨૨.૪% સાથે યાદીમાં ટોચ પર છે. રિપોર્ટ અનુસાર આ ૨૫ રાજ્યોમાંથી ૬ રાજ્યોમાં બેરોજગારીનો દર  બિહાર ૧૪.૫ %, હરિયાણા ૩૧.૮ %, જમ્મુ અને કાશ્મીર ૨૨.૪%, ઝારખંડ ૧૬.૫%, રાજસ્થાન ૩૦.૭% અને ત્રિપુરા ૧૦.૫% ટકાએ ડબલ ડિજિટમાં રહ્યો છે. ચોંકાવનારો આંકડો એ છે કે મધ્યપ્રદેશમાં બેરોજગારી દર સૌથી ઓછો ૦.૯%નો હતો, ત્યારબાદ છત્તીસગઢમાં ૦.૯%, ઓડિશામાં ૧.૧% અને ગુજરાતમાં ૧.૭%નો બેરોજગારી દર હતો.

ઉત્તર પ્રદેશમાં અનએમ્પ્લોયમેન્ટ રેટ ૪.૨, દિલ્હીમાં ૬.૭ અને ઉત્તરાખંડમાં ૩.૪% છે. આ સિવાય ગ્રામીણ બેરોજગારીનો દર સપ્ટેમ્બરમાં ૫.૮૪%થી વધીને ૮.૦૪% થયો છે, જ્યારે શહેરી બેરોજગારીનો દર અગાઉના મહિનામાં ૭.૭%થી ઘટીને ૭.૨૧% થયો છે. છેલ્લા એક વર્ષથી કૃષિ ક્ષેત્રે રોજગારી ઘટી રહી છે. નવેમ્બર ૨૦૨૧માં રેકોર્ડ ૧૬.૪ કરોડ લોકોને રોજગારી મળી હતી પરંતુ સપ્ટેમ્બર ૨૦૨૨માં તે મસમોટા ઘટાડા સાથે ૧૩.૪ કરોડની સપાટીએ પહોંચ્યો હતો. જ્યારે ઓક્ટોબર ૨૦૨૨માં સામાન્ય સુધારા સાથે તે ૧૩.૯૬ કરોડ પર આવી ગયો, પરંતુ તેમ છતાં તે છેલ્લા ચાર વર્ષમાં કોઈપણ ઓક્ટોબરમાં જોવામાં આવેલો સૌથી ઓછો કૃષિ રોજગાર છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગાંધીનગરમાં ચિલોડા નરોડા હાઈવે પર આઈસર ગાડીના ચાલકને લૂંટી છ લૂંટારૂ થયા ફરાર
Next articleનર્મદામાં છેતરપિંડી કરી ભાગી ગયેલો શખ્સ બેંગલુરૂથી ઝડપાયો
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.