Home વ્યાપાર જગત - BUSINESS ઓઈલ એન્ડ ગેસ અને ટેલિકોમ્યુનિકેશન સેક્ટરની આગેવાની હેઠળ ભારતીય શેરબજારમાં તેજી તરફી...

ઓઈલ એન્ડ ગેસ અને ટેલિકોમ્યુનિકેશન સેક્ટરની આગેવાની હેઠળ ભારતીય શેરબજારમાં તેજી તરફી માહોલ યથાવત્…!!!

40
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૫.૧૧.૨૦૨૨ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૬૧૬૨૪.૧૫ સામે ૬૧૬૩૦.૦૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૬૧૪૩૬.૯૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૧૯.૦૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૪૮.૮૪ પોઈન્ટના ઉછાળા સાથે ૬૧૮૭૨.૯૯ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૮૩૭૯.૨૦ સામે ૧૮૪૩૯.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૮૩૪૨.૨૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૪૬.૬૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૦૩.૧૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૮૪૮૨.૩૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

વૈશ્વિક શેરબજારમાં ગત સપ્તાહમાં અમેરિકામાં ફુગાવો ઘટીને આવતાં અને અમેરિકી પ્રમુખ બાયડેન અને ચાઈનાના જીપિંગ વચ્ચે મુલાકાત બાદ સંબંધો સુધરવાની અપેક્ષા સાથે ચાઈનાએ તેના પ્રોપર્ટી સહિતના ઉદ્યોગો – અર્થતંત્રની રિકવરી માટે રાહતના પગલાં લેતાં અને કોવિડ અંકુશો હળવા કરતાં ચાઈનાના બજારોમાં રિકવરી સાથે ભારતીય શેરબજારમાં ફંડોએ આજે ઓઈલ એન્ડ ગેસ, ટેલિકોમ્યુનિકેશન, ઓટો, બેન્કેક્સ, યુટિલિટીઝ અને ફાઈનાન્શિયલ સર્વિસીસ શેરોમાં પસંદગીની તેજીએ ભારતીય શેરબજારમાં બે તરફી અફડાતફડીના અંતે તેજી જોવા મળી હતી. અમેરિકામાં ઓકટોબર મહિનાના ફુગાવાના આંક અપેક્ષાથી વધુ ઘટીને ૭.૭% આવતાં યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં તીવ્ર વધારાને બ્રેક લાગવાનું સ્પષ્ટ થતાં અમેરિકી શેરબજારમાં તોફાની ઉછાળો આવતાં તેમજ અમેરિકી ડોલર સામે અન્ય દેશોના ચલણોના મૂલ્યમાં તીવ્ર વધારો થવા સાથે ચાઈનાએ ક્વોરન્ટાઈન અંકુશો હળવા કર્યાના અહેવાલ વૈશ્વિક બજારોમાં તેજી સાથે ભારતીય શેરબજારમાં ઉછાળો નોંધાયો હતો.

વૈશ્વિક મોરચે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયા સહિત ઘણા દેશોના ચલણોના મૂલ્યમાં ઐતિહાસિક ધોવાણ બાદ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની દરમિયાનગીરી થઈ ડોલર વેચ્યાના અહેવાલ અને કોર્પોરેટ ઈન્ડિયાના સપ્ટેમ્બર ૨૦૨૨ના અંતના બીજા ત્રિમાસિકના પરિણામોની એકંદર પોઝિટીવ અસર બજારમાં જોવાઈ હતી. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૦.૪૩ લાખ કરોડ વધીને રૂ.૨૮૫.૨૧ લાખ કરોડ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૦૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૦૧% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર મેટલ, કેપિટલ ગુડ્સ, રિયલ્ટી, ઈન્ડસ્ટ્રીયલ્સ, એફએમસીજી, હેલ્થકેર શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૩૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૮૪૦ અને વધનારની સંખ્યા ૧૬૭૧ રહી હતી, ૧૨૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.

બજારની ભાવિ દિશા….

મિત્રો, ભારતનો વાર્ષિક જથ્થાબંધ ભાવ આધારિત ફુગાવો ઓક્ટોબર માસમાં ઘટીને વાર્ષિક ધોરણે ૮.૩૯% થયો હતો, જે માર્ચ ૨૦૨૧ પછીનો સૌથી નીચો છે, કોમોડિટીના ભાવમાં ઘટાડો થવાથી મદદ મળી છે, તેવું સરકારી ડેટા દ્વારા દર્શાવામાં આવ્યું છે. ઓક્ટોબર, ૨૦૨૨માં ફુગાવાના દરમાં ઘટાડો મુખ્યત્વે ખનિજ તેલ, મૂળભૂત ધાતુઓ, બનાવટી ધાતુના ઉત્પાદનો, મશીનરી અને સાધનો, કાપડ, અન્ય બિન-ધાતુ ખનિજ ઉત્પાદનો, ખનિજો વગેરેના ભાવમાં ઘટાડો દ્વારા ફાળો આપે છે. ખાદ્ય ફુગાવો સપ્ટેમ્બર માસમાં ૮.૦૮%થી ઘટીને ઓક્ટોબરમાં ૬.૪૮% થયો છે. ઉત્પાદિત ઉત્પાદનો માટેના સૂચકાંકમાં મહિના દર મહિને ૦.૪૨%નો ઘટાડો જોવા મળ્યો હતો અને ઇંધણ અને પાવર કેટેગરીમાં ફુગાવામાં ૧.૬૫%નો ઘટાડો જોવા મળ્યો હતો.

કેટલાક જૂથો કે જેમણે કિંમતોમાં ઘટાડો છે તેમાં મૂળભૂત ધાતુઓ, બનાવટી ધાતુના ઉત્પાદનો, મશીનરી અને સાધનો સિવાય, કાપડ અન્ય બિન-ધાતુના ખનિજ ઉત્પાદનો, મોટર વાહનો, ટ્રેઇલર્સ અને અર્ધ-ટ્રેલર્સ ઓક્ટોબર, ૨૦૨૨માં તુલનામાં સપ્ટેમ્બર ૨૦૨૨ પ્રકાશનમાં જણાવ્યું હતું. પ્રાથમિક લેખોના જૂથમાં જોકે, ફુગાવો ૨.૪૨% વધ્યો હતો. ઓક્ટોબર માસનો ફુગાવો અગાઉના મહિનામાં નોંધાયેલા ૮.૭૦% અને ૧૦.૭૦%ના અનુમાન કરતાં ઓછો હતો. માર્ચ ૨૦૨૧ પછી પ્રથમ વખત જથ્થાબંધ ફુગાવો ૭.૮૯%ના સ્તરે ડબલ ડિજિટની નીચે આવી ગયો છે. ઓક્ટોબરનો WPI ફુગાવો અગાઉના મહિનામાં નોંધાયેલા ૮.૭૦% અને ૧૦.૭૦%ના અનુમાન કરતાં ઓછો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસાવરકુંડલામાં યુવક પર 3 શખ્સનો કુહાડી વડે હુમલો
Next articleમેહમદાવાદ બેઠક પર અસમંજસ પર અંતે પૂર્ણવિરામ, અર્જુનસિંહ ચૌહાણની પસદગી કરાઇ
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.