Home ગુજરાત મેહમદાવાદ બેઠક પર અસમંજસ પર અંતે પૂર્ણવિરામ, અર્જુનસિંહ ચૌહાણની પસદગી કરાઇ

મેહમદાવાદ બેઠક પર અસમંજસ પર અંતે પૂર્ણવિરામ, અર્જુનસિંહ ચૌહાણની પસદગી કરાઇ

27
0

જેના કારણે અનેક અટકળોએ જોર પકડ્યું હતું. જોકે આવી અટકળોનો અંતે અંત આવ્યો છે અને ભાજપે અહીયા રીપીટ થીયર અપનાવી અર્જુનસિંહ ચૌહાણને રીપીટ કરી દીધા છે. જેના કારણે તેમના સમર્થકોમા ખુશીની લહેર ઉઠી છે. ખેડા જિલ્લાની મહેમદાવાદ બેઠક પરથી સતત બીજી વખત ભાજપે અર્જુનસિંહ ચૌહાણને ટીકીટ આપી છે. નોંધનીય છે કે, તેઓ ભુપેન્દ્ર પટેલની સરકારમા કેબીનેટ ગ્રામ અને ગૃહ નિર્માણના મંત્રી પદે છે. અગાઉ ભાજપે પહેલી અને બીજી યાદીમાં જિલ્લાના 5 બેઠક પરના ઉમેદવાર જાહેર કર્યા હતા.

તો રવિવારે અર્જુનસિંહ ચૌહાણને આ બેઠક પરથી ચૂંટણી લડવા ટેલીફોન મારફતે જાણ કરી દેવામાં આવી છે. જોકે સત્તાવાર યાદી સોમવારે મોડી રાત્રે બહાર પડી હતી. અર્જુનસિંહ ચૌહાણ પોતે સામાન્ય પરિવારમાંથી આવે છે. મહેમદાવાદના વાંઠવાળી ગામના 42 વર્ષીય અર્જુનસિંહ ઉદેસિંહ ચૌહાણ વર્ષ 2017માં પ્રથમવાર વિધાનસભા ચૂંટણી લડ્યા હતા.

મહેમદાવાદ બેઠક પર કૉંગ્રેસના ગૌતમ ચૌહાણને 10 હજાર મતથી હાર આપી તેઓ ધારાસભ્ય બન્યા હતા. અર્જુનસિંહ અગાઉ ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકેની જવાબદારી પણ નિભાવી ચૂક્યા છે. એફપીએસ શોપથી મંત્રીપદ સુધીની પણ સફર કરી છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઓઈલ એન્ડ ગેસ અને ટેલિકોમ્યુનિકેશન સેક્ટરની આગેવાની હેઠળ ભારતીય શેરબજારમાં તેજી તરફી માહોલ યથાવત્…!!!
Next articleભિલોડાના જનાલી ગામમાં સરકારી દવાખાનું ન બનતાં ગ્રામજનોની ચૂંટણી બહિષ્કારની ચીમકી