Home દેશ - NATIONAL એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ જેટ એરવેઝના સ્થાપકની મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ જેટ એરવેઝના સ્થાપકની મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી

14
0

(GNS),02

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મની લોન્ડરિંગ કેસમાં જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલની ધરપકડ કરી છે. તેમના પર 538 કરોડ રૂપિયાના બેંક કૌભાંડનો આરોપ છે. EDએ દિલ્હી અને મુંબઈમાં તેના ઘણા સ્થળો પર દરોડા પાડ્યા હતા. ઈડીએ જુલાઈમાં નરેશ ગોયલ વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો. કેનેરા બેંકની ફરિયાદ પર EDએ ગોયલ વિરુદ્ધ આ કેસ નોંધ્યો હતો. જુલાઈમાં પણ EDએ મુંબઈ અને દિલ્હીમાં ગોયલના 8 સ્થળો પર દરોડા પાડ્યા હતા. તપાસ એજન્સીએ 538 કરોડ રૂપિયાના કથિત બેંક ફ્રોડના કેસમાં આ કાર્યવાહી કરી છે.

દરમિયાન, શુક્રવારે સીબીઆઈએ આ કેસમાં ગોયલ, તેમની પત્ની અનીતા ગોયલ, પૂર્વ એરલાઈન્સ ડિરેક્ટર ગૌરાંગ આનંદ શેટ્ટી અને અન્યો વિરુદ્ધ FIR નોંધી છે. તમને જણાવી દઈએ કે કેનેરા બેંકે ગોયલ પર ગુનાહિત ષડયંત્ર અને વિશ્વાસઘાતનો આરોપ લગાવ્યો છે. તમને જણાવી દઈએ કે હાલમાં જેટ એરવેઝની હાલત સારી નથી. પરંતુ ગયા મહિને 31 જુલાઈએ જેટ એરવેઝ માટે એક સારા સમાચાર આવ્યા હતા. એટલે કે જેટ એરવેઝનું વિમાન ફરીથી ઉડાન ભરી શકશે. DGCAએ મંજૂરી આપી દીધી છે. જેટ એરવેઝની ફ્લાઈટ્સ 2019થી બંધ છે. જૂન 2019 માં, NCLT એ એરલાઇનને નાદાર જાહેર કરી હતી. કંપની 17 એપ્રિલ 2019ના રોજ દેવાને કારણે ગ્રાઉન્ડ થઈ ગઈ હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleNCERTને ‘deemed-to-be-university’નો દરજ્જો મળ્યો, શિક્ષણમંત્રીએ શુભેચ્છા આપી
Next articleભારતનું Aditya L1 નાસાના Sun Mission ના માત્ર 3% ખર્ચમાં સૂર્ય વિશે માહિતી આપશે