Home મધ્ય ગુજરાત અમદાવાદ એટીએસ દ્વારા અમદાવાદ સહિત દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં સર્ચ ઓપરેશન, 15 ની...

એટીએસ દ્વારા અમદાવાદ સહિત દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં સર્ચ ઓપરેશન, 15 ની અટકાયત

32
0

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી અને ઇડીએ મંગળવારે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા ના અનેક સ્થળો પર દરોડા પાડ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મહારાષ્ટ્ર, દિલ્હી, આસામ અને કર્ણાટક સહિત 9 રાજ્યોમાં આ દરોડા પાડવામાં આવ્યા હતા. મહારાષ્ટ્રના ઔરંગાબાદમાંથી 8, કર્ણાટકના કોલારમાંથી 6 અને આસામમાંથી 7 કાર્યકરોની ધરપકડ કરવામાં આવી છે.

આ સિવાય એસડીપીઆઈના સેક્રેટરીની પણ ધરપકડ કરવામાં આવી છે. ત્યારે પાકિસ્તાની સંગઠન પીએફઆઈ સાથે ગુજરાતની કેટલાક જગ્યાના લોકો સીધી કનેક્ટ થતા જે પાકિસ્તાની સંસ્થાના ફંડિંગ સાથે કનેક્ટેડ છે તેઓને બાદમીના આધારે અટકાયત કરવામાં આવી હોવાની વિગતો એતીએસના સૂત્રો પાસેથી જાણવા મળી રહી છે. ગુજરાતમાં અમદાવાદ, બનાસકાંઠા, દક્ષિણ ગુજરાતના નવસારી પાસેના સાત આઠ લોકોને કેટલીક બાતમીના આધારે અટકાયત કરીને ગુજરાત એતીએસની કચેરી ખાતે લાવવામાં આવ્યા છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ભારતમાંથી કેટલાક લોકો પાકિસ્તાનની સંગઠન પીએફઆઈ સાથે કનેક્ટેડ હતા. જેનું સોશિયલ મીડિયાના આધારે સર્વેલન્સ થઈ રહ્યું હતું. આ દરમિયાન ગુજરાતના તેમજ અન્ય રાજ્યોના કેટલાક કનેક્શનની લીંક જોડાઈ છે. આ દરમિયાન એનઆઈએ તપાસ કરી રહી હતી. પરંતુ ગુજરાત એટીએસને મહત્વની કડી મળી છે

જેમાં આઠથી દસ શકમંદ લોકોએ જે સોશિયલ મીડિયાના આધારે કેટલીક એન્ટી નેશનલ પોસ્ટ કરી હતી તેમ જ કેટલાક સોશિયલ મીડિયાના ગ્રુપમાં કનેક્ટ હતા જે સીધા કોઈ પોસ્ટ કે કોમેન્ટ ના આધારે લાગતા હતા. સોશિયલ મીડિયા પર વિવાદિત નિવેદનો આપતા વીડિયો અને તેના કારણે કેટલાક લોકોની ધાર્મિક લાગણીઓ દુભાતી હોય એ બાબતોને કોમેન્ટ કરીને તેમને નુકસાન કરવા કે તેમને પરેશાન કરવા આ કૃત્ય કરવામાં આવ્યું છે.

તેમજ તેને તપાસવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ગુજરાતમાંથી કુલ 15 જેટલા શખ્સોની અટકાયત કરવામાં આવી છે જેમાં નવસારી સુરત અમદાવાદ અને બનાસકાંઠાના છેવાડાના ગામના કેટલાક શકમંદ લોકો હોવાની વિગતો હાલ પ્રાપ્ત થઈ રહી છે. જેઓ અલગ અલગ સોશિયલ મીડિયાથી પીએફઆઈ જેવી સંસ્થાઓ સાથે કનેક્ટ હતા. માહિતી પ્રમાણે હાલ આ લોકોની પૂછપરછ થઈ રહી છે હજી તેમનો શું રોલ છે તે અંગે સ્પષ્ટ કહી શકાય નહીં પણ કેટલીક માહિતીને આધારે તેમની અટકાયત કરીને પૂછપરછ કરાઈ રહી છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવિદેશી ફંડો દ્વારા ઉછાળે વેચવાલી યથાવત્ રહેતાં ભારતીય શેરબજારમાં સાવચેતીનો માહોલ…!!!
Next articleગુજરાતે કબડ્ડીમાં સેકન્ડ નંબર ગોવાને હરાવીને અપસેટ સર્જ્યો