Home દેશ - NATIONAL મોદી કેબિનેટમાંથી ઉમા, રાધા, રુડી આઉટ..શિવરાજ, વસુંધરા, રમણસિંહ ઇન…!!?

મોદી કેબિનેટમાંથી ઉમા, રાધા, રુડી આઉટ..શિવરાજ, વસુંધરા, રમણસિંહ ઇન…!!?

787
0

૨૦૧૯ની ચૂંટણીઓ પહેલા મોદી સરકારના આખરી વિસ્તરણમાં બે ડઝન મંત્રીઓના ખાતાની ફેરબદલ થશે..?

નવી દિલ્હી,

આગામી ૩ સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યોજાનાર ચીન યાત્રા અગાઉ તા. ૨ સપ્ટેમ્બર ના રોજ કેબિનેટમાં વિસ્તરણ થઇ શકે છે. આ બાબતે ૩ દિવસ પહેલાં વડાપ્રધાન મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ વચ્ચે લાંબી ચર્ચા-વિચારણા ચાલી હતી. આ વિસ્તરણમાં ઓછામાં ઓછા બે ડઝન મંત્રીઓની ફેરબદલ થઇ શકે એમ જણાય છે. તેમાં એક સમાન અનેક મંત્રાલયોના વિલીનીકરણની પણ આશા રાખી શકાય. જેમાં કૃષિ અને રસાયણ, રેલવે અને નાગરિક ઉડ્ડયન જેવા અમુક મંત્રાલયોનો સમાવેશ થાય છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, રાજ્યસ્થાનના વસુંધરા રાજે અને છત્તીસગઢના મુખ્યમંત્રી રમણ સિંહનો સમાવેશ કેન્દ્ર સરકારમાં થઇ શકે એમ છે.

રાજનૈતિક ઘટનાક્રમમાં તાજેતરમાં આવી રહેલા બદલાવને જોતાં એઆઇડીએમકે સાથે જોડાણ પછી મોદી મંત્રીમંડળમાં શિવસેનાની સ્થિતિ નબળી પડે તો નવાઇ નહીં. વર્ષ ૨૦૧૯ની ચૂંટણીઓને ધ્યાને રાખીને કેબિનેટમાં ફેરબદલ માટે માપદંડ તૈયાર કરવામાં આવ્યા છે. શક્યતા છે કે નવા સાત રાજ્યપાલની નિમણૂંક કરવામાં આવે. જેમાં કલરાજ મિશ્રા, લાલાજી ટંડન, વિજય કુમાર મલ્હોત્રા ઉપરાંત અમુક અન્ય નામનો આ યાદીમાં સમાવેશ થતો જણાય છે.

કેન્દ્ર સરકારમાં આશરે અડધો ડઝન ટોચના મંત્રાલયના મંત્રીઓ પાસે વધારાના મંત્રાલયોનો હવાલો પણ છે, જેમાંથી દરેક પાસેથી એક-એક મંત્રાલય પરત લઇ લેવામાં આવી શકે છે. એવી પણ અપેક્ષા સેવાઇ રહી છે કે ઉત્તરાખંડમાંથી વધુ એક મંત્રીનો સમાવેશ કેબિનેટમાં કરવામાં આવી શકે છે. જેમાં જનતા દળ (યુનાઇટેડ)ના આર. પી. સિંહને કેબિનેટ મંત્રાલય સોંપવામાં આવી શકે છે અને સંતોષકુમારને રાજ્યમંત્રીનું પદ સોંપવામાં આવી શકે છે.

વર્ષ ૨૦૧૯ની ચૂંટણી પછી નીતીશ કુમાર બિહારના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપીને નાયબ વડાપ્રધાન તરીકેનો પદભાર સંભાળી શકે છે. કર્ણાટક, ગુજરાત અને હિમાચલ પ્રદેશ જેવા રાજ્યોમાંથી વધુ પ્રતિનિધિત્વ કેન્દ્રીય મંત્રીમંડળમાં મેળવી શકે છે, કેમ કે આ રાજ્યોમાં ચૂંટણી યોજાનાર છે. એવી તીવ્ર શક્યતા છે કે રાધા મોહન સિંહ, ઉમા ભારતી અને રાજીવ પ્રતાપ રૂડીને કેબિનેટમાંથી પાણીચું અપાઇ શકે છે. અરૂણ જેટલી સંરક્ષણ મંત્રી તરીકે પોતાનો કાર્યભાર જારી રાખશે એવી આશા સેવાઇ રહી છે, પરંતુ નાણાં મંત્રાલયનો હવાલો પીયૂષ ગોયલને આપવામાં આવી શકે છે.

વર્ષ ૨૦૧૯ની ચૂંટણીઓ અગાઉ મોદી સરકારના કેબિનેટનું આ આખરી વિસ્તરણ બની રહેશે અને આ જ ટીમ આગામી ચૂંટણીઓમાં ભાજપનું નેતૃત્વ કરશે. ધર્મેન્દ્ર પ્રધાનની કામગીરીથી મોદી ખુશ હોય એમ જણાઇ આવે છે. એવું મનાય છે કે પેટ્રોલિયમમાં તેમણે સારી કામગીરી નિભાવી છે, તેમને પ્રમોશન આપવામાં આવી શકે છે. રાજવર્ધન સિંહ રાઠોર, પીયૂષ ગોયલ અને જયંત સિંહાને પણ પ્રમોશન મળી શકે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગુજરાતના રાજકારણમાં એક હતા ‘બાપૂ’ શંકરસિંહ લક્ષ્મણસિંહ વાઘેલા…!!?
Next articleભાજપ જેવાં મોટા મોલને પણ નફા માટે ગલ્લાની મદદ લેવી પડે !