Home ગુજરાત ઈશુદાન ગઢવીના હસ્તે આમ આદમી પાર્ટીની મણીનગર કાર્યાલયનું ઉદ્‌ઘાટન કરાયું

ઈશુદાન ગઢવીના હસ્તે આમ આદમી પાર્ટીની મણીનગર કાર્યાલયનું ઉદ્‌ઘાટન કરાયું

109
0

(જી.એન.એસ.),તા.૦૧
અમદાવાદ


પ્રાપ્ત વિગતો દ્વારા જાણવા મળેલ કે આવનાર ૨૦૨૨ ની વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય પાર્ટી માની આમ આદમી પાર્ટી સૌપ્રથમ મણિનગર વિધાનસભાના મણીનગર ખાતેથી કાર્યાલય ના સ્થાપનાના ઉદ્‌ઘાટન થી કરી હતી વધુમાં આ કાર્યક્રમમાં ના નેતા એવા ઈશુદાનભાઈ ગઢવી ના વરદ હસ્તે કાર્યાલયની શુભ સ્થાપના કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં વિધાનસભાના સંગઠન મંત્રીઓ ઉમંગભાઈ ત્રિવેદી પ્રમોદભાઈ શ્રી વાસ્તવ ભાઈ શ્રી અખિલેશભાઈ ઉમેદભાઈ ના નેતૃત્વમાં કાર્યાલયની શુભ શરૂઆત કરવામાં આવી હતી તેમજ આ કાર્યક્રમમાં અમદાવાદ શહેરના હોદ્દેદારો શ્રી અમજદ ખાન પઠાણ રમેશ વોરા આરસી પટેલ એલ કે પારગી વિજય મારુ તેમજ યુવા કાર્યકર એવા પાર્થ ઠાકર કુલદીપભાઈ તેમજ તેમની ટીમ અને મહિલા કાર્યકરો ગીતાબેન ઝાલા હિંદુ બેન નયનાબેન નીરૂબેન વગેરે હાજર રહી કાર્યક્રમને સુંદર રીતે સફળ બનાવેલ આ કાર્યક્રમની શુભ શરૂઆત વૃંદા વોરા તેમજ તેમની સાથેની મહિલાઓ દ્વારા ઈશુદાનભાઈ ગઢવી ને ચાંદલા કરી સ્વાગત વિધિ કરવામાં આવી હતી ત્યારબાદ કાર્યક્રમમાં પધારેલ તમામ મહાનુભાવોનું એક પછી એક તમામને ફુલહાર કરી તેમનું સ્વાગત કરવામાં આવેલ અને ત્યારબાદ અમજદખાન પઠાણ તેમજ ઈશુદાનભાઈ ગઢવી દ્વારા કાર્યકર્તા અને હોદ્દેદારોનો જુસ્સો વધે એવા આશયથી તેમના જાેરદાર પ્રવચનમાં મણીનગર વિધાનસભાની અંદર ઘર ઘર સુધી જવા તમામ કાર્યકર્તાઓને અપીલ કરી હતી સાથે સાથે મણિનગર વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો મુકાબલો કોંગ્રેસ સામે નથી આમ આદમી પાર્ટી સામે છે તેવું સ્પષ્ટ રીતે તેમના પ્રવચનમાં કહ્યું હતું આમ આમ આદમી પાર્ટીની વધતી જતી પ્રચલિતતા ને લઈ મણિનગર ના તમામ નાગરિકોને તેમજ વેપારી મિત્રોને આમ આદમી પાર્ટીમાં જાેડાવા ખુલ્લેઆમ આમંત્રણ પાઠવેલ આમ સમગ્ર કાર્યક્રમ દરમિયાન તમામ કાર્યકર્તાઓને અને હોદ્દેદારોને એક નવી ઉર્જા આપવાનું કામ ઈશુદાન ભાઈ દ્વારા તેમના પ્રવચનથી કરેલ અને સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આરસી પટેલ દ્વારા કરવામાં આવી હતી અને આમ સમગ્ર કાર્યક્રમ તમામ આપના કાર્યકર્તા અને હોદ્દેદારોની હાજરીમાં સુંદર રીતે પૂર્ણ થયેલ હતો

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleફુગાવો – મોંઘવારીનું જોખમી પરિબળ યથાવત્ રહેતા સપ્તાહના અંતે ભારતીય શેરબજારમાં ઉછાળે સાવચેતીનો માહોલ…!!
Next articleમહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી ખાસ ઉપસ્થિત રહ્યા : રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જાેડાયા