Home વ્યાપાર જગત - BUSINESS ફુગાવો – મોંઘવારીનું જોખમી પરિબળ યથાવત્ રહેતા સપ્તાહના અંતે ભારતીય શેરબજારમાં ઉછાળે...

ફુગાવો – મોંઘવારીનું જોખમી પરિબળ યથાવત્ રહેતા સપ્તાહના અંતે ભારતીય શેરબજારમાં ઉછાળે સાવચેતીનો માહોલ…!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૧.૦૭.૨૦૨૨ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૩૦૧૮.૯૪ સામે ૫૨૮૬૩.૩૪ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૨૦૯૪.૨૫ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૯૫૮.૭૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૧૧.૦૧ પોઈન્ટના ઘટાડા સાથે ૫૨૯૦૭.૯૩ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૭૪૪.૩૫ સામે ૧૫૭૦૪.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૫૫૧૩.૯૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૭૩.૩૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૯.૬૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૫૭૭૪.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી. વૈશ્વિક મોરચે રશિયા દ્વારા યુક્રેનમાંથી કૃષિ ચીજોની નિકાસ થઈ શકે એ માટે કાળા સમુદ્રમાંથી પોતાની સેનાને પાછી ખેંચવાનો નિર્ણય લેવાયાના અહેવાલ વચ્ચે વૈશ્વિક બજારોમાં બે – તરફી અફડાતફડીના અંતે નરમાઈ સાથે ભારતીય શેરબજારમાં પણ  આજે ડેરિવેટીવ્ઝમાં જુલાઇ વલણની શરૂઆત બે-તરફી વધઘટના અંતે સ્થિરતા સાથે થઈ હતી. ફુગાવો – મોંઘવારીનું પરિબળ જોખમી બની રહ્યું હોઈ અને વધતાં વ્યાજ દરોએ વૈશ્વિક ચિંતા સામે આ વર્ષે ચોમાસું સફળ રહેવાની આગાહી અને ઓઇલ ઉત્પાદન વધારવાના સંકેત સાથે ક્રુડના ભાવ વધતાં ઝડપી ઘટી આવતાં ફંડોએ આજે એફએમસીજી, રિયલ્ટી અને ફાઈનાન્સ શેરોની આગેવાની સાથે ઈન્ડેક્સ બેઝડ બે – તરફી અફડાતફડી જોવા મળી હતી.

આગામી દિવસોમાં ફેડરલની મિટીંગમાં વ્યાજ દરમાં વધારો તેમજ પ્રતિકૂળ પરિણામે પાછળ આજે રૂપિયો તુટીને રેકોર્ડ નીચી સપાટીએ ઉતરી આવ્યો હોઈ બજારમાં સાવચેતીનું વલણ જોવા મળ્યું હતું. સાથે ભારતીય શેરબજારમાં ફંડોએ નવી મોટી ખરીદીથી દૂર રહીને હજુ ઓવરબોટ પોઝિશન હળવી કરવાનું ચાલુ રાખ્યું હતું. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની શેરોમાં સતત જંગી વેચવાલી ચાલુ રહી આજે પણ ફંડો વેચવાલ રહ્યા હતા. વિદેશી રોકાણકારો દ્વારા વેચવાલી બીજી તરફ ઓપરેટરો, ફંડો, રોકાણકારો દ્વારા પણ વેચવાલી હાથ ધરાતા વેચવાલીના પ્રબળ દબાણે બીએસઇ સેન્સેક્સ ૧૧૧ પોઈન્ટ ઘટીને અને નિફ્ટી ફ્યુચર ૨૯ પોઈન્ટ વધીને બંધ રહ્યા હતા.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૬૭% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૦૯% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર એનર્જી, ઓઇલ એન્ડ ગેસ, યુટિલિટીઝ અને ટેલિકોમ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૫૧૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૩૦ અને વધનારની સંખ્યા ૧૬૫૨ રહી હતી, ૨૨૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.

બજારની ભાવિ દિશા….

મિત્રો, મંદીની દહેશત વચ્ચે આર્થિક ગતિવિધિઓ વધતા ગુડ્સ અને સર્વિસ ટેક્સ (જીએસટી) પેટે સરકારની માસિક કમાણી સતત વધી રહી છે. ગત સપ્તાહે જાહેર કરાયેલા આંકાડ મુજબ જૂન મહિનામાં જીએસટી ક્લેક્શન રૂ.૧,૪૪,૬૧૬ લાખ કરોડ નોંધાયુ છે, જે વાર્ષિક તુલનાએ ૫૬% વધારે છે, જે અત્યાર સુધીનું બીજા ક્રમનું રેકોર્ડ માસિક ક્લેક્શન છે. ગત એપ્રિલ મહિનામાં રૂ.૧.૬૮ લાખ કરોડનું વિક્રમી બ્રેક જીએસટી ક્લેક્શન નોંધાયુ હતુ, જે જુલાઇ ૨૦૧૭માં નવી કરપ્રણાલી દેશભરમાં અમલમાં આવ્યા પછીની સૌથી વધુ માસિક કર વસૂલાત છે.

મે મહિનામાં પણ માસિક જીએસટી વસૂલાત રૂ.૧.૪૧ લાખ કરોડ રહી હતી. આમ ગત માર્ચ મહિનાથી જ માસિક જીએસટી ક્લેક્શન સરેરાશ રૂ.૧.૪૦ લાખ કરોડથી ઉપર ટકી રહ્યુ છે. જૂન મહિનામા જે કુલ રૂ.૧,૪૪,૬૧૬ લાખ કરોડનું જીએસટી ક્લેક્શન થયુ છે, જેમાં સેન્ટ્રલ જીએસટી રૂ.૨૫,૩૦૬ કરોડ, સ્ટેટ જીએસટી રૂ.૩૨,૪૦૬ કરોડ, આઇજીએસટી રૂ.૭૫,૮૮૭ કરોડ અને રૂ. ૧૧,૦૧૮ કરોડના જીએસટી કોમ્પન્સેશનનો સમાવેશ થાય છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleફોરેસ્ટ ગમ્પની રીમેકમાં આમિરના બદલે અનિલ કપૂર કે શાહરૂખ હોત
Next articleઈશુદાન ગઢવીના હસ્તે આમ આદમી પાર્ટીની મણીનગર કાર્યાલયનું ઉદ્‌ઘાટન કરાયું
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.