Home રમત-ગમત Sports ઈંગ્લેન્ડના સ્ટાર ક્રિકેટર બેન સ્ટોક્સે ટી 20 વર્લ્ડકપમાં ન રમવાનો નિર્ણય લીધો

ઈંગ્લેન્ડના સ્ટાર ક્રિકેટર બેન સ્ટોક્સે ટી 20 વર્લ્ડકપમાં ન રમવાનો નિર્ણય લીધો

97
0

(જી.એન.એસ),તા.૦૨

મુંબઈ,

ટી 20 વર્લ્ડકપ આ વર્ષ વેસ્ટઈન્ડિઝ અને યુએસએમાં રમાશે. રમતના સૌથી નાના ફોર્મેટના વર્લ્ડકપ માટે તૈયારીઓ ખુબ જોરશોરથી ચાલી રહી છે. આઈસીસીએ વર્લ્ડ કપના શેડ્યુલની પણ જાહેરાત કરી દીધી છે. આ ટૂર્નામેન્ટમાં સૌથી પહેલી વખત 20 ટીમો ભાગ લઈ રહી છે. ક્રિકેટના ચાહકો માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. એક સ્ટાર ખેલાડી આ ટૂર્નામેન્ટમાં રમશે નહિ.ઈંગ્લેન્ડના સ્ટાર ક્રિકેટર બેન સ્ટોક્સે ટી 20 વર્લ્ડકપમાં ન રમવાનો નિર્ણય લીધો છે. બેન સ્ટોક્સે જાહેરત કરી કે, તે આ ટી20 વર્લ્ડકપ રમશે નહિ. ઈંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટનનું સંપુર્ણ ધ્યાન બોલિંગ કરવા માટે ફિટ થવા પર છે. તે હાલમાં ભારત વિરુદ્ધ માત્ર રમતો જોવા મળ્યો હતો. તેમણે છેલ્લી મેચમાં બોલિંગ કરી હતી.

બેન સ્ટોકસે કહ્યું કે, હું સખત મહેનત કરી રહ્યો છો અને ક્રિકેટના તમામ ફોર્મેટમાં એક ઓલરાઉન્ડરના રુપમાં સંપુર્ણ ભુમિકા નિભાવવા માટે બોલિંગ ફિટનેસને મજબુત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છુ. બેન સ્ટોક્સે ઈંગ્લેન્ડ માટે અત્યારસુધી 43 ટી20 મેચ રમી છે. આ દરમિયાન બેન સ્ટોક્સે 21.67ની સરેરાશથી 585 રન બનાવ્યા છે. જેમાં 1 અડધી સદી પણ સામેલ છે. બેન સ્ટોક્સે આ દરમિયાન 26 વિકેટ પણ લીધી છે. ટી20 વર્લ્ડકપ 2022માં ઈંગ્લેન્ડને ચેમ્પિયન બનવવામાં બેન સ્ટોક્સનું મોટું યોગદાન રહ્યું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleફિલ્મ ‘ક્રુ’ને ચોથા દિવસે માત્ર 4.50 કરોડનો બિઝનેસ કર્યો
Next articleમુંબઈ ઈન્ડિયન્સને સતત 3 હાર મળી, કેપ્ટન હાર્દિક પંડ્યાની ટ્વિટ વાઈરલ