(જી.એન.એસ રવીન્દ્ર ભદોરિયા).તા.૧૯
અમદાવાદ ખાતે આવેલ ઇસનપુર પોલીસ સ્ટેશન ના સહયોગથી રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન શિબિર અંગે ઇસનપુર પોલીસ સ્ટેશન ના પી.આઈ જે.એમ સોલંકી સાથે અન્ય તમામ પોલીસ અધિકારીઓ હજાર રહ્યા હતા. ઇસનપુર પોલીસ સ્ટેશનના પી આઈ જે એમ સોલંકીએ જણાવ્યું હતું કે આ રક્તદાન શિબિર માં હિન્દૂ-મુસ્લિમ અને અન્ય જ્ઞાતિઓ એ સાથ સહકાર આપ્યો જેના કારણે આ રક્તદાન શિબિર સફળ થઇ. થેલેસેમિયા ના બાળકો માટે ઇસનપુર પોલીસ કર્મીઓ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
એમ સોલંકી એ વધુ માં જણાવ્યું કે અમારો ઉદ્દેશ્ય 300 રક્તની બોટલ કરવાનું છે જેમાં અત્યાર સુધીમાં 100 થી પણ વધારે બોટલ નું રક્ત રક્તદાતાઓ એ આપી દીધું હતું. આજે ઇસનપુર પોલીસ સ્ટેશનના તમામ પોલીસ કર્મીઓએ રક્તદાન શિબિર કરી કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. મુસ્લિમ વિસ્તારમાં બધા જ હિન્દૂ મુસ્લિમની એકતાને એકત્રિત કરી ભાઈ ચારાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ત્યારે આજે ગુજરાતની હોસ્પિટલમાં ઘણા મધ્યમ વર્ગ અને ગરીબ લોકોને ઇમર્જન્સીમાં જરૂર પડે છે.ત્યારે ઇસનપુર પોલીસ સ્ટેશનના કર્મચારીઓ આ તમામ વર્ગ માટે રક્તદાન કરી એક મહત્વની ભૂમિકા ભજવી હતી. રક્તદાન શ્રેષ્ઠ દાન હોય છે રક્તદાન કરવાથી શરીર સ્વસ્થ રહે છે ત્યારે આ રક્તદાન શિબિરમાં હિન્દૂ- મુસ્લિમ ભાઈઓએ રક્તદાન કર્યું હતું
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.