Home ગુજરાત ગુજરાતના રાજકારણમાં સક્રિય થવા “આપ”નો થનગનાટ..!

ગુજરાતના રાજકારણમાં સક્રિય થવા “આપ”નો થનગનાટ..!

447
0

(જી.એન.એસ રવીન્દ્ર ભદોરિયા), તા.18

ગાંધીનગર: તાજેતરમાં દિલ્લીમાં સતત ત્રીજી વખત તાજ સંભાળ્યા બાદ કેજરીવાલનું રાજકારણ હવે રાષ્ટ્રીય લેવલે જઈ રહ્યું છે. અરવિંદ કેજરીવાલ ફરી એકવાર મુખ્યમંત્રી બન્યા બાદ તેઓ ભારત દેશમાં પોતાની પાર્ટીનું પ્રભુત્વ વધારવા પ્રયાસ કરી રહ્યા છે. હવે ગુજરાત રાજયમાં આગામી સમયમાં આપ દ્વારા નવા જૂની એંધાણ વર્તાઈ રહ્યા છે. મળતી માહિતી અનુસાર હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે પ્રકારથી પોતાનું અને પોતાની પાર્ટીનું ઘણાં વર્ષોથી વર્ચસ્વ જળવી રાખ્યું હતું. તો હવે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આગામી સમયમાં આપ માટે ગુજરાતના પ્રવાસે આવનાર છે અને સભાનું પણ આયોજન કરેલ છે.

ત્યારે આ તરફ અલ્પેશ ઠાકોર હવે ભાજપમાંથી બગાવત કરી આમ આદમી પાર્ટી સાથે જોડાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અલ્પેશ ઠાકોર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી હાલના NCPના નેતા શંકરસિંહ વાઘેલા તેમજ શિવસેનાના પ્રમુખ ઉદ્ધભવ ઠાકરેને પણ મળવા ગયા પરંતુ ત્યાં ગોઠવણમાં મેળ પડ્યો નથી..પરંતુ આખરે અલ્પેશ ઠાકોર અરવિંદ કેજરીવાલને મળી સમાજની ભીડની એકતા બતાવી આમ આદમીમાં જોડાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે તેવી માહિતી આવી રહી છે.

હવે સવાલ એ છે કે આમ આદમી પાર્ટી પક્ષપલટુ નેતા અલ્પેશ ઠાકોરને પાર્ટીમાં સામેલ કરશે..!!? જો પાર્ટીમાં સામેલ કરશે તો ગુજરાતમાં પાર્ટીની દિશા કેવી હશે તેની કલ્પના કદાચ કેજરીવાલે નહિ કરી હોય…!! કારણે કે અલ્પેશ વ્યસન મુક્તિ અભિયાન અને સમાજની આંગળી પકડી કોંગ્રેસમાં બિહારના પ્રભારી બન્યા ત્યાર બાદ તેઓએ પરપ્રાંતીય હુમલાને આગ આપી સાઈડમાં થઈ ગયા હતા. ત્યારે આજે નહિ સમાજ છે, ન તો વ્યેશન મુક્તિ અભિયાન નો કોઈ મુદ્દો તો કયા મુદ્દાઓ લઈ કેજરીવાલ અલ્પેશ ઠાકોરને પાર્ટીમાં સ્થાન આપશે…? હવે એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસમાં ઘમાસાણ એન્ટ્રી કરી રાહુલ સાથે બેસી અન્ય રાજકારણીઓને પોતાની તાકાત બતાવી.પણ હવે ફરી એજ સમયને દોહરાવીને અલ્પેશ કેજરીવાલ સાથે જોડાવા માંગે છે…?

ગુજરાતમાં પણ ઘણી વાર આમ આદમી પાર્ટીનો ઢાંચો તૈયાર થયો પણ આ ઢાંચો વારંવાર નાકામ રહ્યો ત્યારે હવે માર્ચમાં કેજરીવાલની સભાથી ગુજરાતમાં આમ આદમી પાર્ટી પ્રભુત્વ જમાવવામાં સફળ થશે કે કેમ..?

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleટ્રમ્પ પોતાના માર્કેટીંગ માટે આવે છે એમાં ભાજપ-મોદી શેના હરખાય છે…?- શંકરસિંહ
Next articleઇસનપુર પોલીસ સ્ટેશનના સહયોગથી રક્તદાન શિબિરનું કરાયું આયોજન, 300 બોટલનું ટાર્ગેટ પૂર્ણ