Home દેશ 24 ફેબ્રુઆરી કદાચ “યોગા ડે” ની જેમ “ફ્રેંડશીપ ડે” ઘોષીત થાય તો…..?!

24 ફેબ્રુઆરી કદાચ “યોગા ડે” ની જેમ “ફ્રેંડશીપ ડે” ઘોષીત થાય તો…..?!

408
0

(જી.એન.એસ,હર્ષદ કામદાર)
દિલ્હીના રાજકીય પંડિતોમા અને ગુજરાતના રાજકીય ક્ષેત્રે- બુદ્ધિજીવી અને શિક્ષિત તેમજ લોકોમાં ખાસ ચર્ચા ડોનાલ્ડ ટ્રમ્પની ભારત મુલાકાતમાં અમદાવાદ મોટેરા સ્ટેડિયમનું ઉદઘાટન અને આગરા તાજમહેલની મુલાકાત તેમજ ગાંધી આશ્રમ મુલાકાત પડતી મૂકવાની અને મહાનુભાવ પાછળના ખર્ચની વાત મુખ્ય રહી છે.. શિક્ષિતોના કહેવા અનુસાર “ફ્રેન્ડશીપ ડે” ઉજવવાથી લઈને ટ્રમ્પને આવકારવા ગરીબી ઢાંકવા માટે દિવાલ ઉભી કરવાના ખર્ચની અને ટ્રમ્પ અને મોદીને માણવા માટે લોકો માટેના ખાસ કાયદો અને વ્યવસ્થાની વાત હતી. વિશ્વભરમાં 30મી જુલાઇએ આંતરરાષ્ટ્રીય સ્તરે “ફ્રેન્ડશીપ ડે” ઉજવાય છે. ખાસ તો યુવા જગત માટે આ દિવસ અનેરો હોય છે. ભારતમાં પણ ભારે ઉત્સાહ અને ઉમંગ સાથે 30મી જુલાઇએ જ “ફ્રેન્ડશીપ ડે” ઉજવે છે જ્યારે અમેરિકામાં ઓગસ્ટ મહિનાના પ્રથમ રવિવારે “ફ્રેન્ડશીપ ડે” ઉજવવામાં આવે છે. ત્યારે હવે પછી ગુજરાતમાં તેમા પણ ખાસ કરીને અમદાવાદમાં 24 ફેબ્રુઆરી ના દિવસેજ “ફ્રેન્ડશીપ ડે” ઉજવાશે…..! કદાચ આપણા લાડલા વડાપ્રધાન મોદીજી તેની જાહેરાત પણ કરી શકે…..! કારણ અમદાવાદ શહેરના એરોડ્રામથી લઈને મોટેરા સ્ટેડિયમને જોડતા તમામ રસ્તાઓ, ગાંધી આશ્રમના મુખ્ય રસ્તાઓ, ઇન્દિરા બ્રિજથી કોબા રોડ સુધીના તમામ રસ્તાઓ પર જે પ્રકારના વિશાળ હોર્ડિગો લગાવ્યા છે તેમાં આપણા વડાપ્રધાનશ્રી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની મિત્રતાના દર્શન થાય છે. કયાંક શેકહેન્ડ કરતા,ક્યાક એક બીજા મિત્રો સાથે ઊભેલા તથા બંને મહાનુભાવોના મિલનના વાક્યો લખાયેલા છે.ક્યાય ભારત નકશો બતાવેલ નથી….ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે મોદીજીની મુલાકાત પહેલા વોશિગ્ટનમા કહ્યું કે ભારતનુ વર્તન અમારા માટે બહુ સારું નથી, ભારત સાથે કોઈ મોટી ડીલ કરવાનો નથી પરંતુ મોદી મારા સારા મિત્ર છે આ આ બધું વીડિયોમાં જોવા સાંભળવા મળ્યું. ત્યારે સવાલ એ છે કે જો આવા કડવા બોલો મિત્ર અને માત્ર થોડા કલાકો માટે આવવાના હોય તો પછી કરોડોના ખર્ચે રોડ-રસ્તા,હરિયાળી, લાઈટીગ સહિતની શોભા ઉભા કરવાની, ગરીબોની વસ્તીને ફરતે દીવાલો ઉભી કરી દેવાની ક્યાં જરૂર હતી….? આખરે આ બધો ખર્ચ લોકોની કેડ ઉપર જ પડવાનોને…..? ગુજરાત વાઇબ્રન્ટ સમિટ અનેકવાર યોજાયા તેમા વીશ્વના અનેક દેશોના મહાનુભાવો આવ્યા હતા ત્યારે ગાંધી આશ્રમની મુલાકાત લેવાનું ચૂકતા ન હતા. જ્યારે ટ્રમ્પ તો મુલાકાત લેવાના જ નથી….! તો પછી આપણા રાષ્ટ્રપિતા ગાંધીજીના આચાર-વિચાર ની દુહાઈ દેતા આપના રાજનેતાઓ માટે આનાથી વિશેષ શરમજનક બાબત કઈ હોઈ શકે….? એ તો ઠીક ટ્રમ્પ જ્યાંથી પસાર થવાના છે તે રસ્તાઓ તેમજ સ્ટેડીયમ ફરતે આવેલ તમામ બિલ્ડિંગોના- સોસાયટીઓના રહેવાસીઓએ ઘરના બારી-બારણા બંધ રાખી પુરાઈ રહેવાનું….. આનો અર્થ શો….? બધો ખર્ચ આમ પ્રજાને ભોગવવાનો છે…. છતાં પરેશાની ભોગવવાની પ્રજાએ….? અને ટ્રમ્પની મુલાકાતનો હેતુ તો અમેરિકામાં વસતા ગુજરાતીઓના મત મેળવવા માટેનો જ હોઈ શકેને…..?!
સુભાષ નામના શિક્ષિત મજુર વિદ્યાર્થીએ ટુકમા શાયરી કહી દીધી “ગરીબી નિચોડકર રખ દીયા હૈ જીન્હે, ઉનકે હાલાત ન પૂછો તો અચ્છા હૈ;અમીરકો અચ્છા દિખાને જીનકી ઝુગ્ગી-ઝોપડીયા લગી દાવ પર, ઉનકે બચ્ચોકી હાલત પૂછો તો અચ્છા હૈ”….ટ્રમ્પની અમદાવાદ મુલાકાતના પાચેક દિવસ પહેલા ગાધીનગર ખાતે નેશનલ જર્નાલિસ્ટ યુનિયનની રાષ્ટ્રીય કારોબારીમાં દેશના જાણીતા પત્રકાર- રાજકિય વિશેષજ્ઞ અને ભારતીય ભાષા સંમેલનના ચેરમેન શ્રી વેદપ્રકાશ વૈદિકજીએ એક વાતચીતમાં કહ્યું કે ભારતનું હિત બધાથી ઉપર હોવું જોઈએ. ભારતના ફાયદા વગર કોઈનું પણ સ્વાગત કરવાનો કોઈ અર્થ નથી… તેમણે ટ્રમ્પની ગુજરાત મુલાકાતના સવાલમાં કહ્યું હતું. તેમણે સ્પષ્ટ કર્યું કે જ્યારે અમેરિકા અને ખુદ ટ્રમ્પે પોતે પણ એવું કહી દીધું કે ભારતના પ્રવાસ દરમિયાન કોઇ વ્યાપાર ડીલ નહીં થાય… તો આ ભારત માટે નુકસાનની વાત છે…. તેઓ પોતાનો માલ વેચી રહ્યા છે… પરંતુ ભારતનો માલ જો અમેરિકા ન લે તો…? આનાથી ભારતને જ વ્યાપાર નુકસાન થઈ શકે છે. તેમણે આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પ, ચીનના રાષ્ટ્રપતિ સીનપિંગ કે જાપાનના વડાપ્રધાન એબે- આ બધાં આંતરરાષ્ટ્રીય કક્ષાના નેતાઓ છે. તેઓને ભારતના કોઇ રાજ્યમાં બોલાવવાની શું જરૂર છે….? જેમ કે ટ્રમ્પ ગુજરાત આવી રહ્યા છે… જો તેઓ પત્ની સાથે આવી રહ્યા છે તો તાજમહેલ જોવા આગ્રા જાય કે સરકાર લઈ જાય… કેમકે તાજમહેલ પ્રેમનુ પ્રતિક છે.. પરંતુ કોઇ રાજ્યમાં જવાની કોઈ જરૂરત નથી. ટ્રમ્પની ગુજરાત મુલાકાત માટે કરોડનો ખર્ચ થઈ રહ્યો છે… પરંતુ જુઓ ગુજરાત અને ગુજરાતીઓ બહુ જ ચતુર હોય છે.. તે એક પૈસો લગાવે અને ચાર પૈસા વળતર ન આવે તો… તે એક પૈસો પણ નહીં લગાવે. એકના ચાર કેમ બને તે પહેલા જુએ છે. આવામાં તેમની મુલાકાતથી ગુજરાતને શું મળશે…? ખર્ચ થાય તો રોકાણ પણ આવવું જોઇએ. તેમને ફેરવવા કરોડોનો ખર્ચ કોઈ શહેરમાં કરવો યોગ્ય નથી…. જો ખર્ચ કરો છો તો રોકાણ પણ થવું જોઇએ. કરોડો રૂપિયા ખર્ચ કરી રહ્યા હોય તો કોઈ ઠોસ ઉપલબ્ધી હોવી જોઇએ… નહીં તો દેશના ફાયદા વગર કોઈનુ પણ સ્વાગત કરવાનો કોઈ મતલબ નથી…. તેમણે એક પ્રશ્નમાં કહ્યું કે ભારતમાં ચીનનું કોઇ રોકાણ વધ્યું….? જાપાન નું રોકાણ વધ્યું શુ…? એ પહેલાં જોવું પડશે કે જાપાનની રેલ્વે- બુલેટ ટ્રેન આપણે લાવી રહ્યા છીએ. 50 વર્ષમાં પૈસા પરત કરવાના છે…. કેટલા પૈસા આપવા પડશે…? તો આવા કામ ભારતે સમજી-વિચારીને કરવા જોઈએ. ટ્રમ્પની સાથે બીઝનેસ ડીલ થવી જોઈએ… પરંતુ થશે એવુ કે પોતાનો માલ વેચી જશે… પરંતુ આપણને ફાયદો પણ થવો જોઈએ….પણ જુઓ ભારતના બેલેન્સ ઓફ પેમેન્ટમાં કેટલી ગરબડ છે…? ભારતનો માલ વિદેશમાં વધુ જાય… બીજા દેશોનો માલ ઓછો આવે…. અમેરિકા પોતાના વેપન્સ અને સિસ્ટમ ભારતને વેચવા ચાહે છે… ભારત તેનાથી ખરીદશે…. દેશની સુરક્ષા માટે ખરીદવા પણ જોઈએ…. તેના પર અલબો રૂપિયા લાગશે….. પરંતુ ભારતનો માલ અમેરિકામાં જાય તે જરૂરી છે….બાકી દેશના ફાયદા વગર કોઈનું પણ સ્વાગત કરવાનો કોઈ મતલબ નથી……!! વંદે માતરમ્…

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઇસનપુર પોલીસ સ્ટેશનના સહયોગથી રક્તદાન શિબિરનું કરાયું આયોજન, 300 બોટલનું ટાર્ગેટ પૂર્ણ
Next article“ઇટ્સ હેપન ઓન્લી ઇન ઇન્ડિયા” ટ્રમ્પને કોણે અને કેમ બોલાવ્યા ખબર નથી..!