Home દેશ - NATIONAL દિલ્હી એરપોર્ટ પર વિમાનના નોઝ વ્હીલ સાથે કાર ટકરાતા બચી

દિલ્હી એરપોર્ટ પર વિમાનના નોઝ વ્હીલ સાથે કાર ટકરાતા બચી

32
0

(જી.એન.એસ),તા.૦૨
નવીદિલ્હી
એરલાઇન કંપની ગો ફર્સ્ટની એક કાર દિલ્હી એરપોર્ટ પર આજે ઈન્ડિગોના ફ્‌-ૈં્‌ત્ન એરક્રાફ્ટની નીચે આવી ગઈ. જાે કે તે કાર વિમાનના નોઝ વ્હીલ (આગળના પૈડા) સાથે ટકરાતા ટકરાતા બચી ગઈ. અધિકારીઓએ જણાવ્યું કે ડ્ઢય્ઝ્રછ એ કહ્યું કે આ મામલે તપાસ થશે. સૂત્રોના જણાવ્યાં મુજબ ઈન્ડિગો કંપનીના વિમાનને કોઈ નુકસાન પહોંચ્યું નથી. એવું કહેવાય છે આ કાર ગો ફર્સ્ટ એરલાઈનની હતી. આ ઘટના એરપોર્ટના ટી૨ ટર્મિનલના સ્ટેન્ડ નંબર ૨૦૧ પર ઘટી. અહીં ગો ફર્સ્ટ એરલાઈનની કાર ઈન્ડિગોના વિમાન નીચે આવી ગઈ. કાર ડ્રાઈવરનો બ્રેથ એનાલાઈઝર ટેસ્ટ પણ કરવામાં આવ્યો જેથી કરીને ખબર પડી શકે કે તેણે ડ્રાઈવિંગ સમયે નશો તો નહતો કર્યો. જાે કે ટેસ્ટ નેગેટિવ આવ્યો. મળતી માહિતી મુજબ આ ઘટનામં કોઈ ઘાયલ થયું નથી કે પ્લેનને પણ નુકસાન પહોંચ્યું નથી. ફ્લાઈટ પટણા માટે ઉડાણ ભરવાની તૈયારીમાં હતી એમ કહેવાય છે. ત્યારે અચાનક કાર નીચે આવી ગઈ. જાે કે કાર વિમાનના પૈડા સાથે ટકરાતા ટકરાતા બચી ગઈ. થોડા સમય બાદ વિમાને પટણા માટે ઉડાણ ભરી. આ સમગ્ર મામલે હજુ સુધી ગોફર્સ્ટ કે ઈન્ડિગો તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleનેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ મામલે દિલ્હી સહિત ઘણી જગ્યાએ ઈડીના દરોડા
Next articleઆઈબીપીએસએ ૬ હજારથી વધુ જગ્યા માટે ભરતી કાઢી