Home રમત-ગમત Sports આઈપીએલ 2024ની સાતમી મેચમાં મહેન્દ્ર સિંહ ધોનીએ 0.6 સેકન્ડમાં કેચ પકડ્યો

આઈપીએલ 2024ની સાતમી મેચમાં મહેન્દ્ર સિંહ ધોનીએ 0.6 સેકન્ડમાં કેચ પકડ્યો

139
0

42 વર્ષની ઉંમરે શાનદાર કેચ પકડીને મહેન્દ્ર સિંહ ધોનીએ તેની ફિટનેસ દેખાડી દીધી

(જી.એન.એસ),તા.૨૭

મુંબઈ,

આઈપીએલ 2024ની સાતમી મેચ મહેન્દ્ર સિંહ ધોની જે કર્યું છે તે સૌ કોઈ યાદ રાખશે. તેમણે ગુજરાત ટાઈટન્સ વિરુદ્ધ મેચમાં 42 વર્ષની ઉંમરે એક શાનદાર કેચ લીધો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે અને ચાહકો આ વીડિયો પર રિએક્ટ પણ કરી રહ્યા છે. માહીએ આ કેચ લેવા માટે માત્ર 0.60 સેકન્ડનો રિએક્શન ટાઈમમાં અંદાજે 2.3ની છલાંગ લગાવી અને ડાઈવ લગાવી કેચ લીધો હતો. ત્યારે મેચમાં કોમેન્ટ્રી કરી રહેલા સુરેશ રૈનાએ સોશિયલ મીડિયા પર માહીના વખાણ કર્યા છે. મેચની વાત કરીએ તો ચેન્નાઈ સુપર કિંગ્સે આઈપીએલ2024ની સાતમી મેચમાં ગુજરાત ટાઈટન્સને 63 રનથી હાર આપી છે.

મેચ દરમિયાન ગુજરાતે 34 રન પર 2 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ સાંઈ સુદર્શન અને વિજય શંકર ક્રિઝ પર આવ્યા હતા. આ બંન્ને તમિલનાડુના જ ખેલાડી છે અને ચેપોક તેનું હોમગ્રાઉન્ડ છે.ગુજરાતની ઈનિંગની આઠમી ઓવરના ત્રીજા બોલ પર મિશેલનો બોલ શંકરના બેટની કિનારી લઈને પાછળની તરફ ગયો હતો. ત્યાં તૈયાર ઉભેલા ધોનીએ જમણી તરફ ડાઇવ કરીને કેચ પકડ્યો.

સુરેશ રૈનાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ધોનીનો વીડિયો શેર કર્યો હતો. રૈનાએ લખ્યું એક વાત યાદ રાખો સર, માહી ભાઈ હંમેશા મજબુત બની રહે છે અને સૌને પ્રેરિત પણ કરે છે. ટાઈગર અભી ઝિંદા હૈ, ધોની માટે આ કેચ એટલા માટે ખાસ છે કારણ કે, ગત્ત વર્ષ આઈપીએલ બાદ તેમણે ધુંટણની સર્જરી કરાવી હતી. ત્યારાબાદ આટલો શાનદાર કેચ લીધો છે. 42 વર્ષની ઉંમરમાં ધોની એક યુવા ફિટનેસ જોવા મળી રહ્યો છે. જે સીએસકે માટે ખુબ ખાસ છે. તે ગુજરાત સામે બેટિંગ કરવા ઉતર્યા નહિ પરંતુ ફીલ્ડિંગે જરુર સૌનું ધ્યાન ખેચ્યું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમહેન્દ્ર સિંહ ધોનીએ માર્કી ખેલાડી તરીકે ઓફર મળી હોવાનો ખુલાસો કર્યો
Next articleસૌરાષ્ટ્ર અને કચ્છમાં 2 દિવસ હીટવેવની આગાહી