Home ગુજરાત આંગણવાડીઓ માટેની ખાદ્યસામગ્રીના પેકેટ કોથળાઓમા બાધીને ફેકી દેવાયા….!!, તંત્રએ ધ્યાન આપવું જરૂરી

આંગણવાડીઓ માટેની ખાદ્યસામગ્રીના પેકેટ કોથળાઓમા બાધીને ફેકી દેવાયા….!!, તંત્રએ ધ્યાન આપવું જરૂરી

534
0

(જી.એન.એસ., હર્ષદ કામદાર) તા.9
દેશભરમાં અત્યારે લોક ડાઉન ચાલી રહ્યુ છે જેને દસથી બાર દિવસ થયા. અને સરકાર કદાચ હજુ વધુ સમય લોક ડાઉનલોડ લંબાવે તેવી સંભાવના છે……! ત્યારે અમદાવાદમા કડકાઈથી પાબંધીનુ પાલન થઈ રહ્યુ છે.
લોકોને અત્યારે અમદાવાદ આવે સાહેબ દેશભરમાં હોવાને કારણે તેમજ અમદાવાદમાં અનેક લોકો ખાવાપીવા માટે તલસી રહ્યા છે અને લોકોને ખાવા પીવાનું મળતું નથી ત્યારે અમદાવાદના સાબરમતી ખાતે ગંગારામ ફ્લેટ ની સામે આવેલ મેદાનમાં સરકારી તંત્રના લોકો ધાત્રી માતા માટે બાળકો માટે શક્તિ બ્લોક સહિતના અનેક પ્રકારના જથ્થાબંધ પેકેટો કોથળામાં બાંધી બાંધીને ફેંકી ગયા છે જે નજરે જોઇ શકાય છે પેકેટ પર ની એક્સપાયર ડેટ હજુ ચાર મહિના ચાલે તેટલી છે તો ને કોણ નાખી ગયું અને શા માટે તપાસનો વિષય છે થાકી જે તંત્રે કાર્યવાહી હાથ ધરવાની જરૂર છે
અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં શ્રમજીવીઓ, રોજમદારો, અને રોજનું રોજ લાવીને ખાવાવાળા મોટી સંખ્યામાં વસવાટ કરે છે તેઓને આજે ખાવા માટે સાસા પડી રહ્યા છે ત્યારે બીજી તરફ અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવેલ ગંગારામ ફ્લેટ ની સામે ખુલ્લા મેદાનમાં આંગણવાડીઓ દ્વારા આપવામાં આવતા “બાલ શક્તિ”, માતૃધારી માતાના પેકેટ સહિતનો સામાન થોક બંધ કોથળાઓમા બાધીને ફેકી દેવામા આવ્યો છે
છેલ્લા ચારેક દિવસથી આ પ્રવૃત્તિ ચાલુ છે અને આ પેકેટો ગાય તથા જાનવરો તોડીને ખાય છે. પેકેટ ઉપરની તારીખ જોતા જોવા મળે છે કે હજુ ચાર મહિના સુધી આનો ઉપયોગ થઈ શકે. ત્યારે સરકારી તંત્ર આ બાબતે ધ્યાન આપી જરૂરી કાર્યવાહી કરશે કે કેમ….? કારણ લોકોને ખાવાનુ જોઈએ છે અને સરકારી તંત્ર લોકોપયોગી ખાવા-પીવાનો સામાન અને એ પણ સરકારી….. આવી જગ્યાએ ફેકી જાય છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબોપલ PIના સસ્પેન્સન મામલે પ્રજામાં રોષ, તંત્રએ ખોટી કાર્યવાહી કરી
Next articleGNS વિશેષ અહેવાલઃ સરકાર લોકોના મનમાંથી ડર દૂર કરે, જનતા ટેસ્ટીં માટે બહાર આવે