Home ગુજરાત અસલ દરબારી શંકર’સિંહ’ને મનાવવા ભાજપના ધમપછાડા….?

અસલ દરબારી શંકર’સિંહ’ને મનાવવા ભાજપના ધમપછાડા….?

1516
0

(હર્ષદ કામદાર, જી.એન.એસ) તા.1
કોંગ્રેસથી છેડો ફાડી ને બહાર નીકળેલા શંકરસિંહ બાપુ કોંગ્રેસ માટે સમસ્યા બની રહ્યા છે પણ એનાથી વધુ મોટી સમસ્યા ભાજપ માટે બની રહ્યો છે શંકરસિંહ વાઘેલાનું વર્ચસ્વ. આમ જોવા જઈએ તો ક્ષત્રીય અને ઓ.બી.સી. વોટબેંક વધારે છે. આ જોતા ભાજપે પટેલને તડકે મૂકી ઓ.બી.સી. ને પકડવાનો કારસો કર્યો પણ એમાં સફળતા ન મળી.
અલ્પેશ ઠાકોર કુદીને કોંગ્રેસના પલ્લામાં જઈ રહ્યો છે તો જીગ્નેશ ને મનાવવો ભાજપ માટે સહેલું નથી. આ સંજોગોમાં ઓ.બી.સી. વોટબેંક પર કોઈ પ્રભુત્વ મેળવી શકે તેમ હોય તો એકમાત્ર શંકરસિંહ છે. અને તેમનેને મનાવવા માટે અમિત શાહે અનેક વાર કહેણ મોકલાવ્યા પરંતુ એમાં સફળતા મળી નથી.
અસલ દરબારી મિજાજના શંકરસિંહે ૧૯૯૫ માં ભાજપને થપાટ મારીને સ્વમાન માટે કોંગ્રેસ છોડવાથી બન્ને પાર્ટીની હાલત ખરાબ થઇ ગઈ કારણકે ૧૯૯૮ માં રા.જ.પા. માત્ર 4 સીટ પર ૨.૫ % થી વધુ વોટ લઇ ગયું હતું. અને આ ૨.૫% ને કારણે ભાજપને ગાડી પર બેસાડી ગયો હતો. આ વખતે પણ બાપુનું બ્યુગલ બદલે એમનું ટ્રેકટર ચાલી જાય તો ભાજપ અને કોંગ્રેસ માટે ૩૬ સીટો પર જીતવું અઘરું પડે તેમ છે. શંકરસિંહ ની આ તાકાત જામી જાય પછી કોંગ્રેસ જીગ્નેશ, અલ્પેશ ને બગલ માં લઇ રહ્યા છે. પણ ભાજપ માટે કોઈ રસ્તો નથી. ભાજપ ને શંકરસિંહને પોતાની બી ટીમ બનાવી તેમના વેવાઈ બળવંતસિંહને જી.આઈ.ડી.સી. માં ચેરમેન બનાવ્યા પરંતુ બાપુ માન્યા નથી. જેના કારણે 4 નવેમ્બરે અમિત શાહે શંકરસિંહને મળવા માટે કહેણ મોકલાવ્યું છે. પરંતુ બાપુ ને ત્યાંથી કોઈ જવાબ આવ્યો નથી. જેના કારણે રઘવાયા થયેલા ભાજપે યાચકની ભૂમિકા માં રહેતા સોશિયલ મિડીયા દ્વારા બાપુના મિશનને ખરડવાની કોશિશ કરી રહ્યા છે. બાપુને અમિત શાહે પૈસા ન આપ્યા હોવાની ખોટી વાતો બજાર માં ફરતી કરી રહ્યા છે. બાપુનાં ચેહરાને ફરી એકવાર ખરડવાનું શરૂ કર્યું છે. એક જમાનામાં શંકરસિંહ પ્રમુખ હતા ત્યારે આજ બનેલા આવા કેટલાક લોકોએ મોદી સામે નિશાન તાક્યું હતું પણ હવે એમનોજ ઉપયોગ શંકરસિંહ સામે કરી રહ્યા છે. જેથી બાપુ ની તાકાત પર અસર પડે અને અઢી ટકાનો સ્વીંગ મેળવી ચુંટણીમાં નિર્ણાયક નાં બની શકે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઈતિહાસમાં સરદાર સાહેબના નામને દૂર કરવાનો પ્રયત્ન થયો : મોદી
Next articleનેહરા પત્ની કરતાં વધુ સમય ફિજિયો સાથે વીતાવતો હતો : ગાંગુલી