Home ગુજરાત ‘અમે નરેન્દ્ર મોદીને પ્રેમ કરીએ છીએ પણ અમને ભાજપથી નફરત છે’

‘અમે નરેન્દ્ર મોદીને પ્રેમ કરીએ છીએ પણ અમને ભાજપથી નફરત છે’

489
0

(જી.એન.એસ)વડોદરા,તા.૫
વડોદરામાં શિક્ષિત વર્ગના રહીશો દ્વારા પોસ્ટર લગાવવામાં આવ્યા
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે આજે પણ સમાજના એક ચોક્કસ વર્ગના લોકોને પ્રેમ અને લાગણી તો છે, પરંતુ મોદીના મંત્રી મંડળ અને કેટલાક સ્વાર્થી અને ભષ્ટ્રાચારી નેતઓને કારણે ભાજપની છબી ખરડાઇ છે તેનું એક ઉત્તમ ઉદાહરણ આજે જોવા મળ્યું, જ્યાં જાહેર સ્થળ ઉપર સ્થાનિકો દ્વારા પોસ્ટર્સ લગાવવામાં આવ્યાં હતા કે, અમને નરેન્દ્ર મોદીથી પ્રેમ છે, પરંતુ કેટલાક લોકોના કારણે અમને ભાજપથી નફરત પણ છે. જોકે આ પોસ્ટર્સ વડોદરાના સુસેન તરસાલી રોડ ઉપર રહેતા કેટલાક શિક્ષીત વર્ગના રહીશો દ્વારા લગાડવામાં આવ્યા છે.ટુંક સમય પહેલા જ સુસેન તરસાલી રીંગ રોડથી તરસાલી તરફ જતા રસ્તા ઉપર રૂ. ૩૭.૬૦ કરોડના ખર્ચે ફ્લાય ઓવર બ્રીજ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે અગાઉ બરોડા ડેરીથી મકરપુરા તરફ જવાના રસ્તે સુસેલ સર્કલ ઉપરથી ફલાઇઓવર બ્રીજ બનાવાનુ નક્કી થયું હતુ, પરંતુ સુસેન ટેક્સટાઇલની જગ્યાનો સોદો થતાની સાથે શહેરના મોટા ગજાના નેતાઓએ અને ભ્રષ્ટ અધિકારીઓ સાથે મિલીભગત કરી બિલ્ડરને ફાયદો થાય તેવા હેતુથી, ફ્લાય ઓવર બ્રીજની દિશા જ બદલી નાખી, જોકે સુસેન સર્કલથી તરસાલી તરફનો વિસ્તાર એ રહેણાક વિસ્તાર છે, જ્યાં ફ્લાય ઓવર બ્રીજની કોઇ જરૂર જ નથી, ખરી જરૂર તો બરોડા ડેરીથી મકરપુરા તરફ જવાના રસ્તે છે, કારણ કે ભારે વાહનોની અવર જવર એ રસ્તા ઉપર વધારે છે, રેસીડેન્સ વિસ્તારમાં ફલાય ઓવર બ્રીજ બનાવવાની કોઇ જરૂર જ નથી, તેવા આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યાં છે.જેથી સુસેન સર્કલ તરફથી તરસાલી રોડ ઉપર બનાવવામાં આવતા ફ્લાય ઓવર બ્રીજનો આસપાસની સોસાયટીના રહીશો દ્વારા સખ્ત વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેના ભાગરૂપે આજે રહીશો દ્વારા રસ્તા ઉપર ઉતરી જઇ “હમને સુની આપકે મન કી બાત ઔર આપને કી દિલ તોડની બાત, ૧ મિનિટ બચાને કે લીયે રૂ. ૩૭ કરોડ કી ફીઝુલ ખર્ચી ક્યું, ઉઈ ર્ન્ંફઈ દ્ગછઇઈદ્ગડ્ઢઇછ ર્સ્ંડ્ઢૈં મ્ેં્‌ મ્ઈઝ્રછેંજીઈર્ ંહ્લ ર્જીંસ્ઈ ઁર્ઈંઁન્ઈ ઉઈ ૐછ્‌ઈ મ્ત્નઁ“ તેવા જુદા જુદા પોસ્ટરો લગાડી પોતાનો વિરોધ દર્શાવ્યો છે. હવે જોવાનું એ રહે છે કે સ્થાનિકોની લાગણીને માન આપવામાં આવે છે, કે ભષ્ટ્રચારીઓ તેમના નિર્ણય ઉપર અડીખમ રહે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleશ્રીસાન્ત બીસીસીઆઇ વિરુદ્ધનો દાવો પુરવાર કરતા કારણો આપે તો ખરો કહેવાયઃ કપિલ
Next articleવિયેટનામમાં વાવાઝોડું 27 માટે બન્યું મોતનું તેડું