Home ગુજરાત અમરેલીમાંથી બહાર નીકળી રાજ્યના વિપક્ષના નેતા ક્યારે બનશે ધાનાણી…???

અમરેલીમાંથી બહાર નીકળી રાજ્યના વિપક્ષના નેતા ક્યારે બનશે ધાનાણી…???

706
0

(જી.એન.એસ.)ગાંધીનગર,તા.૬
ગુજરાત વિધાનસભા ના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી યુવા હોં છતાં તેમનામાં જોમ જુસ્સાનો અભાવ હોય તેમ કોંગ્રેસમાં ઘણાને લાગી રહ્યું છે. મીડિયા બ્રીફિંગ માં તેઓ અમરેલીમાંથી બહાર જ આવતા નથી એવી એક છાપ પડી રહી છે. મીડિયા બ્રિફિંગમાં તેઓ પત્રકારો ને બગાસા આવે એવી લાંબી લાંબી વાત કરે છે. જે તેમના જેવા યુવા અને તરવરીયા નેતા માટે નબળું પાસું કહી શકાય.
વિરોધ પક્ષના નેતા દર મંગળવારે મીડિયા બ્રીફિંગ કરે છે. જેમાં વાતચીતમાં તેઓ વારેઘડીયે અમારા અમરેલીમાં માં તો આમ, અમારા અમરેલીમાં તો તેમ, એનો વારેઘડીયે ઉલ્લેખ કરે રાખે છે. તેઓ અમરેલીના ધારાસભ્ય છે એ સાચું પણ હવે તેઓ આખા ગુજરાતના નેતા બન્યા છે. જ્યાં ગુજરાતના લોકોની રજુઆતો થાય છે તે વિધાનસભામાં સમગ્ર વિરોધ પક્ષ નું પ્રતીનીધિત્વ કરી રહ્યા છે. તેમને માત્ર અમરેલીમાંથી જ મળવા લોકો આવતા નથી. ગુજરાતના ખૂણે ખૂણેથી મળવા આવતા હોય ત્યારે વાત વાત માં અમરેલી નો ઉલ્લેખ તેમની માનસિક સંકુચિતતા બતાવે છે.
રાજકીય નિરીક્ષકો કહે છે કે મીડિયા બ્રીફિંગ માં તેમના અવાજમાં જોમ જુસ્સો નથી. મુદ્દાસર વાતને બદલે એકની એક વાત ફરી ફરીને કરવી એ તેમની બાલીશતા છતી કરે છે. પત્રકારો તેમની લાંબી વાત સાંભળીને ઊંઘે ચડે તેટલી લાંબી રજૂઆત ને બદલે ટૂંકી અને મુદ્દાસર વાત મુકવી જોઈએ.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમોદી સરકાર ૫૦ કરોડથી વધુ કામદારોને પેન્શન,મેડિકલ કવર સહિતની સુવિધા આપશે..!!
Next articleઅમેરિકાની ધમકીઓ છતાં ભારત રશિયા પાસેથી એસ-૪૦૦ મિસાઈલ ખરીદશે