Home મધ્ય ગુજરાત અમદાવાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જેમણે સેવા આપી તેમણે જ અંગદાન કર્યું, ત્રણ વ્યક્તિઓને...

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જેમણે સેવા આપી તેમણે જ અંગદાન કર્યું, ત્રણ વ્યક્તિઓને નવજીવન મળ્યું

17
0

(GNS),09

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાન ક્ષેત્રે ભાવુક કિસ્સો બન્યો છે. અમદાવાદના અસારવા વિસ્તારમાં રહેતા 40 વર્ષના પ્રવિણભાઇ પરમાર 20 વર્ષથી અમદાવાદ સિવિલ મેડિસીટીની જ કિડની હોસ્પિટલમાં વેલ્ડીંગનું કામ કરતા હતા. 5 સપ્ટેમ્બરે તેમને બ્રેઇનહેમરેજ થતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા હતા. 48 કલાકની સતત સારવારના અંતે હોસ્પિટલના તબીબોએ તેમને બ્રેઇનડેડ જાહેર કર્યા હતા.બ્રેઇનડેડ જાહેર કરાતા પ્રવિણભાઇના ભાઇ મનોજભાઇ સહિતના સ્વજનોએ અંગદાનનો નિર્ણય કર્યો. કિડની ઇન્સ્ટિટ્યૂટમા વર્ષો સુધી સેવા આપનાર પ્રવિણભાઇ પરમારે મરણોપરાંત અંગદાન કરી કિડની ઇન્સ્ટિટ્યૂટમાં દાખલ દર્દીમાં જ ટ્રાન્સપ્લાન્ટ કરાયા. કિડની ઇન્સ્ટીટ્યુટના કર્મયોગી બ્રેઇનડેડ થતા પરિજનોએ અંગદાન કર્યુ હતુ. બે કિડની અને એક લીવરનું દાન મળ્યું. કૃષ્ણજન્મ પારણના દિવસે પ્રવિણભાઇના અંગદાને ત્રણ વ્યક્તિઓને નવજીવન આપ્યું. ઇશ્વર જ ઇચ્છતા હોય તેમ જાણે જે હોસ્પિટલમાં પ્રવિણભાઇ 20 વર્ષ સુધી નોકરી કરીને સેવા આપી હતી તે જ હોસ્પિટલમાં તેમણે અંગદાન કરી ત્રણ દર્દીને જીવતદાન આપ્યુ.

પ્રવિણભાઇના આ સત્કાર્યની સુવાસ આજીવન અને મરણોપરાંત પણ કિડની હોસ્પિટલમાં પ્રસરી ગઇ. મહત્વની વાત એ છે કે, પ્રવિણભાઇ પરમારના ભાઇ મનોજભાઇ પરમાર પણ છેલ્લા 20 વર્ષથી અને તેમના ભાભી રશ્મીકાબેન મનોજભાઇ પરમાર પણ છેલ્લા 17 વર્ષથી સિવિલ મેડિસીટીની જ કિડની ઇન્સ્ટીટ્યુટમાં સેવાઓ આપી રહ્યા છે. સારવાર દરમિયાન હોસ્પિટલના તબીબોએ જ્યારે પ્રવિણભાઇને બ્રેઇનડેડ જાહેર કર્યા ત્યારે આ તમામ લોકોએ એકજૂટ થઇને પરોપકારભાવ સાથે અંગદાનનો નિર્ણય કર્યો. બ્રેઇનડેડ પ્રવિણભાઇના અંગોને રીટ્રાઇવ કરવામાં આવ્યા. જેમાં બે કિડની અને એક લીવરનું દાન મળ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષી જણાવે છે કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં થયેલ 131મું અંગદાન વિશેષ બની રહ્યું છે.કૃષ્ણજન્મ પારણાના દિવસે જ બ્રેઇનડેડ પ્રવિણભાઇએ ત્રણ વ્યક્તિઓને નવજીવન આપ્યું છે. આજે સિવિલ મેડિસીટી કેમ્પસની જ કિડની હોસ્પિટલમા નોકરી કરતા વ્યક્તિ જ્યારે બ્રેઇનડેડ થયા ત્યારે જનજાગૃતિના પરિણામે ગણતરીની મીનિટોમાં જ તેમના પરિવારજનોએ અંગદાનની સંમતિ આપીને ત્રણ જરૂરિયાતમંદોને નવજીવન બક્ષ્યું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગુજરાતમાં 60 તાલુકામાં 1થી સવા 4 ઈંચ સુધી વરસાદ પડ્યો
Next articleદાહોદના સંજેલીમાં વારંવાર મેડિકલ વેસ્ટ ખુલ્લામાં નાંખવામાં આવતાં ભારે રોષ