Home ગુજરાત ગુજરાતમાં 60 તાલુકામાં 1થી સવા 4 ઈંચ સુધી વરસાદ પડ્યો

ગુજરાતમાં 60 તાલુકામાં 1થી સવા 4 ઈંચ સુધી વરસાદ પડ્યો

16
0

(GNS),09

રાજ્યમાં ફરી એકવાર મેઘરાજાની જમાવટ કરી છે. લાંબા વિરામ બાદ મેઘરાજાએ (Rain) ફરી ગુજરાતમાં જોરદાર બેટિંગ કરી છે. ગુજરાતમાંના 148 તાલુકામાં મેઘમહેર ઉતરી છે. ગઇકાલે સમગ્ર રાત્રી દરમિયાન પણ અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. 60 તાલુકામાં 1થી સવા 4 ઈંચ સુધ વરસાદ વરસ્યો છે. વરસાદના આગમાનના પગલે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

ડાંગના સુબીરમાં સૌથી વધુ સવા 4 ઈંચ વરસાદ વરસ્યો છે.તો વલસાડના કપરાડામાં 4 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. આહવા, ધરમપુરમાં પણ 4-4 ઈંચ વરસાદ નોંધાયો છે. નવસારીના ખેરગામમાં પણ 4 ઈંચ વરસાદ વરસ્યો છે. સુરત, તાપી, ભરૂચ, નવસારી, આણંદ, ખેડામાં પણ મેઘમહેર ઉતરી છે. તો પંચમહાલ, મહિસાગર, નર્મદામાં પણ સારો વરસાદ વરસ્યો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleલાંબા વિરામ બાદ મેઘરાજા દક્ષિણ ગુજરાતમાં મન મુકીને વરસ્યા
Next articleઅમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જેમણે સેવા આપી તેમણે જ અંગદાન કર્યું, ત્રણ વ્યક્તિઓને નવજીવન મળ્યું