Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી સંસદના શિયાળુ સત્ર પહેલા વડાપ્રધાન મોદીનું સંબોધન… કહ્યું કે, “સદનમાં એ જ...

સંસદના શિયાળુ સત્ર પહેલા વડાપ્રધાન મોદીનું સંબોધન… કહ્યું કે, “સદનમાં એ જ દેખાશે, જે ભારતના સામર્થ્યને આગળ લાવશે”

44
0

સંસદનું શિયાળુ સત્ર આજથી શરુ થવા જઈ રહ્યું છે. સંસદ સત્ર પહેલા પીએમ મોદીએ સંબોધન કર્યું અને કહ્યું કે, સત્રને સ્થગતિ થવાથી યુવા સાંસદોને નુકસાન થાય છે અને તે તેઓ ઘણું બધું શિખી શકતા નથી. પીએમ મોદીએ તમામ પાર્ટીના સાંસદોને સત્રને પ્રોડક્ટિવ બનાવાની અપીલ કરી છે. પીએમ મોદીએ કહ્યું કે, આ વખતે શિયાળુ સત્ર મહત્વપૂર્ણ છે, કેમ કે તે એવા સમયે થઈ રહ્યું છે, જ્યારે ભારતને જી 20ની અધ્યક્ષતા કરવાનો અવસર મળ્યો છે. શિયાળુ સત્ર શરુ થતાં પહેલા પીએમ મોદીએ કહ્યું કે, શિયાળુ સત્રનો ૦૭ ડિસેમ્બર પ્રથમ દિવસ. આ સત્ર મહત્વપૂર્ણ છે, કેમ કે, 15 ઓગસ્ટ પહેલા આપણે મળ્યા હતા, 15 ઓગસ્ટે આઝાદીનો અમૃત મહોત્સવ પુરો થયો છે અને આપણે અમૃતકાળમાં આગળ વધી રહ્યા છીએ. આ ફક્ત એક ડિપ્લોમેટિક ઈવેન્ટ નથી, પણ ભારતના સામર્થ્યને વિશ્વની સામે રજૂ કરવાનો સમય છે.

તેમણે આગળ કહ્યું કે, જે પ્રકારે ભારત પાસેથી અપેક્ષાઓ વધી રહી છે અને જે પ્રકારથી ભારત વૈશ્વિક મંચ પર પોતાની ભાગીદારી વધારી રહ્યું છે, ત્યારે આવા સમયે જી 20ની મેજબાની ભારતને મળવી એક બહુ મોટો અવસર છે. તેમણે કહ્યું કે, અમે વિપક્ષને સતત અવગત કરાવતા આવીએ છીએ કે, સદનમાં એજ દેખાશે, જે ભારતના સામર્થ્યને આગળ લાવશે. વર્તમાનમાં ભારતને આગળ વધારનારા મુદ્દા પર ચર્ચા થશે. પીએમ મોદીએ કહ્યું કે, સંસદના આ સત્રનો જે કાર્યકાળ બચ્યો છે, તેમાં જે પહેલી વાર સંસદમા આવ્યા છે, તે યુવા સાંસદ ચર્ચામાં વધુને વધુ ભાગ લે. તેમણે કહ્યું કે, કેટલાયને મળ્યો છું તો તેમાં યુવાન સાંસદોને સમય ન મળતા, તેઓ ઘણુ બધુ શિખવાનું રહી જાય છે. સદન સ્થગતિ થાય છે, તો તેમને બોલવાનો મોકો નથી મળતો, તે જ કારણે હું આપને અપીલ કરુ છું કે, આપ સદનને ચાલવા દો.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા?..જાણો આ છે કારણ..
Next articleસંસદના શિયાળુ સત્ર દરમિયાન મુદ્દા પર સરકારને ઘેરવાનો બનાવી રહી છે પ્લાન