Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી સંસદના શિયાળુ સત્ર દરમિયાન મુદ્દા પર સરકારને ઘેરવાનો બનાવી રહી છે પ્લાન

સંસદના શિયાળુ સત્ર દરમિયાન મુદ્દા પર સરકારને ઘેરવાનો બનાવી રહી છે પ્લાન

92
0

સંસદના શિયાળુ સત્ર દરમિયાન સરકારના પ્રયત્નો રહેશે કે, એક ડઝનથી વધારે બિલ પસાર કરવા અને અનુદાનની અનુપૂરક માગને પસાર કરવા પર રહેશે. તો વળી બીજી તરફ વિપક્ષી પાર્ટીઓ મોંઘવારી, બેરોજગારી, ખેડૂતોની સમસ્યા, જૂની પેન્શન યોજના લાગૂ કરવા, તપાસ એજન્સીઓના દુરુપયોગ, ચીનથી અડીને આવેલી સરહદ પર સ્થિતિ, કેન્દ્ર રાજ્ય સંબંધ જેવા મુદ્દા પર સરકારને ઘેરવાનો પ્લાન બનાવી રહી છે.

બુધવારથી શરુ થઈ રહેલા શિયાળુ સત્રમાં કેન્દ્ર સરકારનો પ્લન 16 નવા બિલ રજૂ કરવાનો છે. જેમાં બહુરાજ્ય સહકારી સમિતિઓમાં જવાબદારી વધારવી અને ચૂંટણી પ્રક્રિયામાં સુધારાથી સંબંધિત બિલ સામેલ છે. આ સત્રમાં રાષ્ટ્રીય દંત ચિકિત્સા આયોગ બિલ પણ રજૂ કરવાની સંભાવના છે. આ બિલમાં રાષ્ટ્રીય દંત ચિકિત્સ આયોગની સ્થાપના અને દંત ચિકિત્સા કાનૂન 1948ને રદ કરવાનો પ્રસ્તાવ પણ છે. તેની સાથે જ રાષ્ટ્રીય નર્સિંગ આયોગ સંબંધી બિલ પણ રજૂ કરવાની સંભાવના છે. જેમાં રાષ્ટ્રીય નર્સિંગ આયોગ સ્થાપિત કરવા અને ભારતીય નર્સિંગ પરિષદ કાયદો 1947ને હટાવાનો પ્રસ્તાવ છે.

લોકસભા બુલેટિન અનુસાર, બહુ રાજ્યીય સહકારી સમિતિ બિલ 2022ને સહકારી સમિતિઓમાં શાસન મજબૂત કરવા, પારદર્શિતા તથા જવાબદારી વધારવા અને ચૂંટણી પ્રક્રિયામાં સુધાર કરવાનો ઉદ્દેશ્યથી રજૂ કરવામાં આવી રહ્યું છે. આ સત્ર દરમિયાન છાવણી બિલ 2022 પણ રજૂ થવાની સંભાવના છે. આ વિધેયકનો ઉદ્દેશ્ય છાવણીઓમાં જીવનની સુગમતાને વધારવા પર પ્રસ્તાવ છે.

શિયાળુ સત્રમાં રજૂ કરાતા બિલની યાદીમાં જૂના અનુદાન બિલ, વન સંરક્ષણ સંશોધન બિલ, તટીય જલકૃષિ પ્રાધિકરણ બિલ વગેરે સામેલ છે. બુધવારથી શરુ થઈ રહેલા શિયાળુ સત્રના બીજા દિવસે એટલે કે, 8 ડિસેમ્બરે હિમાચલ અને ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામ છે. તેથી સત્રમાં બંને રાજ્યોના પરિણામોની અસર પણ દેખાશે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસંસદના શિયાળુ સત્ર પહેલા વડાપ્રધાન મોદીનું સંબોધન… કહ્યું કે, “સદનમાં એ જ દેખાશે, જે ભારતના સામર્થ્યને આગળ લાવશે”
Next articleબોમ્મઈ શિંદે વચ્ચે ટેલીફોન પર વાત, સરહદી વિસ્તારમાં શાંતિ-કાયદો વ્યવસ્થા જાળવવા અપીલ કરી