Home મનોરંજન - Entertainment મહિલા ચાહકે આદિત્ય રોય કપૂરને કિસ કરવાનો પ્રયાસ કર્યો, ચાહકો જોયી ને...

મહિલા ચાહકે આદિત્ય રોય કપૂરને કિસ કરવાનો પ્રયાસ કર્યો, ચાહકો જોયી ને થયા ગુસ્સે

51
0

(જી.એન.એસ) તા.16


મુંબઈ


આદિત્ય રોય કપૂર હાલમાં અપકમિંગ સિરીઝ ‘ધ નાઇટ મેનેજર’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. હાલમાં જ આ સિરીઝનું સ્ક્રીનિંગ યોજવામાં આવ્યું હતું. આદિત્ય સ્ક્રીનિંગમાંથી પરત ફરતો હતો ત્યારે તેની સાથે એક વિચિત્ર ઘટના બની હતી. એક મહિલા ચાહક આદિત્યને જબરજસ્તી કિસ કરવા લાગી હતી. આ વીડિયો જોયા બાદ સો.મીડિયા યુઝર્સ ઘણાં જ ગુસ્સે થયા છે.


વાઇરલ વીડિયોમાં એક મહિલા ચાહક એક્ટર આદિત્યની સાથે સેલ્ફી લેવા માટે જાય છે. સેલ્ફી ક્લિક કરાવતા સમયે તે આદિત્યને ગરદનથી પકડીને ગાલ પર કિસ કરવાનો પ્રયાસ કરવા લાગે છે. આદિત્ય હસીને તેને રોકવાનો પ્રયાસ કરે છે અને મહિલાને પોતાનાથી દૂર કરે છે. જોકે, મહિલાએ એમ કહ્યું હતું કે તે ખાસ દુબઈથી મળવા માટે આવી છે અને આદિત્યના હાથ પર કિસ કરે છે.


સો.મીડિયામાં આ વીડિયો વાઇરલ થતાં જ યુઝર્સે ફીમેલ ફેનને ખરું-ખોટું સંભળાવ્યું છે. એક યુઝરે કહ્યું હતું કે હે ભગવાન આ રીતનું હેરેસમેન્ટ બિલકુલ યોગ્ય નથી. લોકોને શું વાંધો છે? તે પણ આદિત્યને પસંદ કરે છે, પરંતુ તે ક્યારેય આ રીતે કિસ કરવાનો પ્રયાસ કરશે નહીં. બીજાએ કમેન્ટ કરી હતી કે આંટી કંટ્રોલ. ત્રીજાએ એમ કહ્યું હતું કે જો આ જ હરકત કોઈ યુવકે કોઈ એક્ટ્રેસ સાથે કરી હોત તો…?”ધ નાઇટ મેનેજર’થી આદિત્ય રોય કપૂર ડિજિટલ ડેબ્યૂ કરી રહ્યો છે.

આ સિરીઝમાં અનિલ કપૂર, શોભિતા ધૂલિપાલા, તિલોત્મા શોમ, રવિ બહલ તથા સાસ્વત ચેટર્જી છે. આ સિરીઝને પ્રિયંકા ઘોષ, રુખ નાબીલ તથા સંદીપ મોદીએ ડિરેક્ટ કરી છે. સિરીઝ 17 ફેબ્રુઆરીએ સ્ટ્રીમ થશે.અનન્યા પાંડે તથા આદિત્યે હજી સુધી કોઈ ફિલ્મમાં સાથે કામ કર્યું નથી, પરંતુ બને ઘણીવાર સાથે જોવા મળે છે. ‘કૉફી વિથ કરન’માં કરન જોહરે પણ બંને એકબીજાને ડેટ કરતા હોવાની વાત કરી હતી. ‘ધ નાઇટ મેનેજર’ના સ્ક્રીનિંગમાં અનન્યા પાંડે પણ હાજર રહી હતી.

(જી.એન.એસ)

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleનાણામંત્રી નિર્મલા સીતારામનનું નિવેદન, રાજ્યો ની સંમતિ થી પેટ્રોલિયમ પ્રોડક્ટ્સને GST હેઠળ આવરી લેવાશે
Next articleપિયુષ મિશ્રા રણબીર કપૂર થી ખાસ્સા ઇમ્પ્રેસ થયા