Home મનોરંજન - Entertainment પિયુષ મિશ્રા રણબીર કપૂર થી ખાસ્સા ઇમ્પ્રેસ થયા

પિયુષ મિશ્રા રણબીર કપૂર થી ખાસ્સા ઇમ્પ્રેસ થયા

56
0

(જી.એન.એસ) તા.16


મુંબઈ


બોલિવૂડ એક્ટર, લિરિસ્ટ, પ્લેરાઇટર, સંગીતકાર તથા સ્ક્રિનરાઇટર પિયુષ મિશ્રાએ તાજેતરમાં જ રણબીર કપૂરના વખાણ કર્યાં હતાં. તેમણે કહ્યું હતું કે તે રણબીરથી ખાસ્સા ઇમ્પ્રેસ થયા છે અને તે ઘણો જ વાતોડિયો છે. પિયુષ મિશ્રાએ રણબીરને જાદુગર ગણાવ્યો હતો અને એમ પણ કહ્યું હતું કે તે ઘણીવાર ગંદી વાતો કરતો હોય છે. નોંધનીય છે કે પિયુષ મિશ્રા તથા રણબીર કપૂરે ‘રોકસ્ટાર’ તથા ‘તમાશા’ એમ બે ફિલ્મમાં સાથે કામ કર્યું છે.


પિયુષ મિશ્રાએ હાલમાં જ ‘ધ બોમ્બે જર્ની’માં રણબીર કપૂર સાથેના કામ કરવાનો અનુભવ કેવો રહ્ય તે અંગે વાત કરી હતી. તેમણે કહ્યું હતું, ‘રણબીર કપૂર એવો છોકરો છે જે ઘણો જ સારો એક્ટર છે. પહેલી વાત તો એ કે તે ઘણો જ જાદુગર વ્યક્તિ છે, વાતોડિયો છે, તેની સાથે વાતચીત કરવાની ઘણી જ મજા આવે છે, ઘણીવાર તે બેશરમીની વાતો કરતો હોય છે, મોટાભાગે બેશરમીની જ વાતો કરતો હોય છે. નાગી વાતો કરતો હોય છે, મારી સામે ષડયંત્ર કરતો હોય છે, ઇમ્તિયાઝ મારો જૂની સાથી છે. ‘તમાશા’માં ત્રણ દિવસનું શૂટિંગ હતું, પરંતુ મેં એક દિવસમાં જ પૂરું કરી દીધું હતું.પિયુષ મિશ્રાએ વધુમાં કહ્યું હતું કે તેમણે શા માટે ‘તમાશા’માં કામ કરવાની હા પાડી. તેમણે કહ્યું હતું કે ઈમ્તિયાઝે જે રીતે સીન નેરેટ કર્યો હતો તે વાત તેમને ઘણી જ ગમી ગઈ હતી. ‘તમાશા’માં પિયુષ મિશ્રાએ સ્ટોરીટેલરનો રોલ કર્યો હતો અને ‘રોકસ્ટાર’માં મ્યૂઝિક લેબલના માલિકનો રોલ પ્લે કર્યો હતો. આ મ્યૂઝિક લેબલનો માલિક રણબીરને પોપ્યુલર સ્ટાર બનવામાં મદદ કરે છે.


રણબીર કપૂરના વર્કફ્રન્ટની વાત કરીએ તો હાલમાં તે ‘તુ જૂઠ્ઠી મેં મક્કાર’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં રણબીર કપૂર તથા શ્રદ્ધા કપૂર પહેલી જ વાર સાથે જોવા મળશે. આ ફિલ્મને લવ રંજને ડિરેક્ટ કરી છે અને ફિલ્મ 8 માર્ચે રિલીઝ થશે. આ ફિલ્મનું ટ્રેલર તથા બે સોંગ્સ ચાહકોને ઘણાં જ પસંદ આવ્યા છે.

(જી.એન.એસ)

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમહિલા ચાહકે આદિત્ય રોય કપૂરને કિસ કરવાનો પ્રયાસ કર્યો, ચાહકો જોયી ને થયા ગુસ્સે
Next articleએલએસી પર ચીનની અવળચંડાઇ સામે કેન્દ્રનો મોટો નિર્ણય,સરહદે 9400 જવાન તહેનાત કરાશે