Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી અભદ્ર ભાષાનો પ્રયોગ થયો તે વાત SC/ST એક્ટ હેઠળ કેસ કરવો યોગ્ય...

અભદ્ર ભાષાનો પ્રયોગ થયો તે વાત SC/ST એક્ટ હેઠળ કેસ કરવો યોગ્ય કારણ નથી : સુપ્રીમકોર્ટ

48
0

સુપ્રીમ કોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન જણાવ્યું હતું કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વિરુદ્ધ અભદ્ર કે અપમાનજનક ભાષાનો પ્રયોગ થયો તે વાત SC/ST એક્ટ હેઠળ કોઈ વ્યક્તિ વિરુદ્ધ કેસ કરવા માટે પુરતી નથી. જસ્ટિસ એસ રવીન્દ્ર ભટ અને જસ્ટિસ દીપાંકર દત્તાની પીઠે કહ્યું હતું કે SC/ST એક્ટની કલમના દંડાત્મક પ્રાવધાનને લાગૂ કરવા માટે એ સાબિત કરવું પડશે કે આ પ્રકારની ટીપ્પણી જાણીજોઈને સાર્વજનિક સ્થાન પર કરવામાં આવેલી છે કે નહીં. ચાર્જશીટ કે એફઆઈઆરની કોપીમાં પણ આ વાતનો ઉલ્લેખ હોવો જરૂરી છે. સુપ્રીમ કોર્ટની બે સદસ્યની પીઠે સ્પષ્ટ કર્યું હતું કે એસસી અને એસટી વ્યક્તિ વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ થયો તે વાત કોઈ વ્યક્તિ પર કેસ કરવા માટે પુરતો પુરાવો નથી. સાથે જ કોર્ટે કહ્યું કે આ અધિનિયમની કલમ હેઠળ કોઈ વ્યક્તિ પર કેસ ચલાવતાં પહેલા સાર્વજનિક દ્રષ્ટિએ કરવામાં આવેલી વાતનો ઉલ્લેખ ચાર્જશીટમાં પણ હોવો જોઈએ. જેથી કોર્ટને ખ્યાલ આવે કે અપરાધ SC/ST એક્ટ હેઠળ કેસ બને છે કે નહીં. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી એક મામલે સુનાવણી દરમિયાન કરી હતી. જેમાં એક વ્યક્તિ વિરુદ્ધ કથિત ચાર્જશીટ દાખલ કરેલી હતી. જેમાં SC/ST એક્ટની કલમ હેઠળ અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિના વ્યક્તિને ઈરાદાપૂર્વક જાહેરમાં અપમાનિક કરવા અને ધમકી આપવાનો કેસ કરવામાં આવ્યો હતો. કોર્ટે આ મામલે અરજીને રદ્દ કરી હતી અને કહ્યું હતું કે પ્રાથમિકી અને ચાર્જશીટમાં ફરિયાદ કરનારની જાતિનો કોઈ સંદર્ભ નથી. સાથે જ કોર્ટે કહ્યું કે અપમાનજનક નિવેદન ફરિયાદ કરનારની પત્ની અને દિકરાની હાજરીમાં કરાયું હતું ત્યાં અન્ય કોઈ હાજર ન હતું તેથી તેને સાર્વજનિક ન કહી શકાય.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસરકારે ટ્રાંસફર પોસ્ટિંગનો અધિકાર કેન્દ્ર સરકારના આ અધ્યાદેશ દ્વારા ઉપરાજ્યપાલને આપી દીધા
Next articleપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા સહિત 500 અમેરિકીઓ પર મુક્યો પ્રતિબંધ