Home રમત-ગમત Sports WTC ફાઈનલ પૂર્વે રોહિત શર્માને નેટ્સમાં ઈજા પહોંચી

WTC ફાઈનલ પૂર્વે રોહિત શર્માને નેટ્સમાં ઈજા પહોંચી

37
0

(GNS),07

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈલના એક દિવસ પૂર્વે પ્રેક્ટિસ દરમિયાન ડાબા અંગૂઠામાં ઈજા પહોંચી હતી. ઓવલમાં ભારતીય ટીમ માટે વૈકલ્પિક પ્રેક્ટિસ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રોહિત શર્મા, રવિચન્દ્રન અશ્વિન, ઉમેશ યાદવ અને કે એસ ભરત એમ ચાર ખેલાડીઓએ નેટ્સમાં પ્રેક્ટિસ કરી હતી.

સવારના સત્રમાં કેટલાક નેટ બોલર્સ પણ હાજર હતા. નેટ્સમાં થ્રો ડાઉન દરમિયાન રોહિત શર્માને ડાબા અંગૂઠામાં ઈજા પહોંચી હતી. સૂત્રોએ રોહિતની ઈજા ગંભીર નહીં હોવાનું જણાવ્યું હતું અને સાવચેતીના ભાગરૂપે તેણે બાદમાં બેટિંગ કરવાનું ટાળ્યું હતું. આવતીકાલથી ઈંગ્લેન્ડના ઓવલ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ રમાશે.

બીસીસીઆઈના સૂત્રના મતે રોહિતને અંગૂઠામાં ગંભીર ઈજા પહોંચી નથી અને કોઈ ચિંતાની જરૂર નથી. ઓવલ ખાતે વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે અને ટેસ્ટના પ્રથમ બે દિવસ વરસાદની સંભાવના નથી પરંતુ સપ્તાહના અંતભાગમાં વરસાદની શક્યતા રહેલી છે. આઈસીસી દ્વારા આ મહત્વની ટુર્નામેન્ટ માટે 12 જૂન રિઝર્વ ડે પણ રાખવામાં આવ્યો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના 2023ની ફાઇનલમાં ભારતે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી
Next articleસભ્ય દેશોએ હાઈબ્રિડ મોડલને ફગાવતા પાક. એશિયા કપમાંથી બહાર થઈ શકે!