Home રમત-ગમત Sports સભ્ય દેશોએ હાઈબ્રિડ મોડલને ફગાવતા પાક. એશિયા કપમાંથી બહાર થઈ શકે!

સભ્ય દેશોએ હાઈબ્રિડ મોડલને ફગાવતા પાક. એશિયા કપમાંથી બહાર થઈ શકે!

28
0

(GNS),07

પાકિસ્તાન આગામી એશિયા કપમાંથી બહાર થઈ શકે છે. એશિયન ક્રિકેટ કાઉન્સિલના અન્ય સભ્ય દેશો શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાને પાકિસ્તાન દ્વારા પ્રસ્તાવિત હાઈબ્રિડ મોડલને ફગાવતા હવે પાકિસ્તાન પાસે અન્ય કોઈ વિકલ્પ રહેતો નથી. આગામી સપ્ટેમ્બર મહિનામાં એશિયા કપ યોજાશે. આઈસીસીએ આ વર્ષે એશિયા કપની યજમાની પાકિસ્તાનને સોંપી છે. જો કે ભારતીય બોર્ડે પાકિસ્તાનમાં રમવા નહીં જવાનું જણાવતા પાક. બોર્ડના વડા નજમ શેઠીએ હાઈબ્રિડ મોડલની દરખાસ્ત કરી હતી જેમાં ત્રણથી ચાર મેચો પાકિસ્તાનમાં રમાડવા જ્યારે ભારતની મેચો કોઈ તટસ્થ સ્થળે રમાડવાની રજૂઆત કરી હતી. ભારતીય બોર્ડે સુરક્ષાના કારણોસર ક્રિકેટ ટીમ પાકિસ્તાન નહીં મોકલવાનું જણાવ્યું હતું. પાકિસ્તાન દ્વારા જે હાઈબ્રિડ મોડલ રજૂ કરાયું હતું તેમાં ભારતની મેચો તથા ફાઈનલ યુએઈમાં રમાડવાનો આગ્રહ વ્યક્ત કરાયો હતો. જો કે ભારતે આ મોડલનું પણ સમર્થન કર્યું નહતું. હવે શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાને પણ પાક.ના હાઈબ્રિડ મોડેલને જાકારો આપતા એશિયા કપ પાકિસ્તાનમાંથી બહાર ખસેડવામાં આવી શકે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleWTC ફાઈનલ પૂર્વે રોહિત શર્માને નેટ્સમાં ઈજા પહોંચી
Next articleદૈનિક રાશિફળ (તા.૦૯-૦૬-૨૦૨૩)