Home રમત-ગમત Sports TNPLના આ ખેલાડીએ છેલ્લા બોલ પર 18 રન આપ્યા

TNPLના આ ખેલાડીએ છેલ્લા બોલ પર 18 રન આપ્યા

13
0

ક્રિકેટ પણ કેટલી નિર્દયી રમત છે, આ વાતનો અનુભવ ત્યારે થાય જ્યારે અચાનક કોઈ મેચ એવું થાય જેની કોઈએ કલ્પના પણ ન કરી હોય. તમિલનાડૂ પ્રીમિયર લીગની (TNPL) આ સીઝનની બીજી મેચમાં કંઈક આવું જ જોવા મળ્યું હતું. સાલેમ સ્પાર્ટન્સ અને ચેપોક સુપર ગિલીઝની વચ્ચે મેચ એક બોલમાં 6 અથવા 7 નહીં પણ પુરા 18 રન બનાવતા જોવા મળ્યા હતા. સાલેમ સ્પાર્ટન્સ ટીમ આ મેચમાં પહેલા બોલીંગ કરી રહી હતી. ચેપોક સુપર ગિલીઝે 19 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 191 રન બનાવી લીધા હતા. ત્યાર બાદ સાલેમ તરફથી ઈનિંગ્સની છેલ્લી ઓવરમાં આવેલી ટીમના કપ્તાન અભિષેક તંવર પાસેથી બધાને સારી બોલીંગની આશા હતી.

અભિષેકે પણ પોતાની ઓવરમાં 5 બોલ પર ફક્ત 8 રન જ આપ્યા. હવે છેલ્લા બોલ પર જ્યારે અભિષેક ફેંકવા માટે દોડ્યો તો, તેણે નો બૉલ ફેંક્યો, જેના પર કોઈ રન મળ્યો નહીં. બાદમાં અભિષેકે બીજો બૉલ ફેંક્યો એ પણ નો બૉલ ફેંક્યો, જેના પર છગ્ગો લગાવ્યો અને કુલ 7 રન આવ્યા. હવે ફરી એક વાર નો બૉલ થયો, જેના પર 2 રન આવ્યા, ત્યાર બાદ અભિષેકે વાઈડ બૉલ ફેંક્યો. જો કે, હવે તેને લીગલ બોલ ફેંક્યો તેના પર પણ છગ્ગો લગાવ્યો. આવી રીતે અભિષેકે એક બૉલ ફેંકવા માટે 5 બૉલ ફેંકવા પડ્યા. ઈનિંગ્સના છેલ્લા બૉલ પર 18 રન આપનારા સાલેમે સ્પાર્ટન્સ ટીમના કપ્તાન અભિષેક તંવરના નામ પર પણ શરમજનક રેકોર્ડ નોંધાયો છે. હવે અભિષેકે ભારત તરફથી ફક્ત એક બૉલ પર સૌથી વધારે રન આપનારો ખેલાડી બની ગયો છે. તો વળી વર્લ્ડ ક્રિકેટમાં આ રેકોર્ડ હજુ પણ ક્લિંટ મૈકોયના નામે છે. જેણે 2012-13માં બિગ બૈશ લીગ સીઝનમાં એક મેચ દરમ્યાન 1 બોલ પર 20 રન આપ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભારત પાસે સેહવાગ જેવો બેટ્સમેન પણ તેને કોઈ મોકો નથી મળતો
Next articleઆઇસીસી ટુર્નામેન્ટમાં ભારતની નિષ્ફળતા અંગે ચેટ જીપીટી કહ્યું આવું!