Home હર્ષદ કામદાર યુપી ચૂંટણીમાં ખરાખરીના જંગની અત્યાર થી જ શરૂઆત…..!

યુપી ચૂંટણીમાં ખરાખરીના જંગની અત્યાર થી જ શરૂઆત…..!

69
0
SHARE

(જી.એન.એસ :  હર્ષદ કામદાર)

દેશમા આવનાર પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં યુપીમાં ભાજપ-કોંગ્રેસ અને સપાએ જીત મેળવવા માટે અત્યારથીજ એડીચોટીનું જોર લગાવી દીધું છે. ભાજપના વરિષ્ઠ નેતા અને જીત મેળવવાના નિષ્ણાત ગણાતા અમિત શાહને યુપીની ચૂંટણીનું સુકાન સોંપી દેવામાં આવ્યું છે.તેઓએ યુપીમાં એક પછી એક કાર્યક્રમનું આયોજન કરવા સાથે 300 થી વધુ બેઠકો જીતવાની વ્યૂહરચના ઘડી કાઢી છે. તેઓએ ભાજપ સભ્ય નોંધણી માટે દરેકને ટાર્ગેટ આપી દીધા છે તે સાથે ભાજપ યુપીના તમામ પ્રદેશ હોદેદારો તથા ધારાસભ્યો સાથે બેઠકો યોજી ચૂંટણી માટેની કામગીરી સોંપવા સાથે પોલીગ બુથ સમિતીઓ રચવા સહિતનું માર્ગદર્શન આપી દીધું છે. એક સમયે યુપીમાં ભાજપ તદ્દન નહીવત સ્થિતીમા હતો પરંતુ વર્ષ 2014 ની લોકસભા ચૂંટણીમાં અમિત શાહે જે પ્રકારની વ્યૂહરચના ગોઠવી તેને કારણે લોકસભાની 73 બેઠકો ભાજપને મળી હતી. જ્યારે કે વર્ષ 2017 માં વિધાનસભા ચૂંટણીમાં 325 બેઠકો જીતી બતાવીને ભાજપને ઉચ્ચ સ્તરે સ્થાપિત કરી દીધો હતો…. પરંતુ યુપીમાં હાલની સ્થિતી પેચીદી બની જવા પામી છે…. જેમાં સીએમ યોગી અને તેના સરકારી  તંત્રના પ્રજાકિય અભિગમથી પ્રજા નારાજ થઈ ગયેલી છે તથા કોરોના કાળમા  આરોગ્ય તંત્રની સારવાર સેવામાં નિષ્ફળતા તેમજ જે દુઃખદ ઘટનાઓ ઘટી તે કારણે પ્રજામાં આક્રોશ છે.જ્યારે કે લખીમપુર ખાતે કિસાન રેલી પર જીપ ચડાવી દીધી અને કિસાનોના મોત થયા છે તેનાથી ખેડૂતો આગ બબુલા છે. આવી બધી બાબતોને ધ્યાનમાં લઈને વ્યુહ રચના અનુસાર યુપી ચૂંટણી જીતવા માટે એડીચોટીનુ જોર લગાવી દીધું છે. બીજી તરફ પ્રિયંકા ગાંધીની મૃતક કિસાન પરિવાર જનોને મળવા જતા તેમજ પોલીસ કસ્ટડીમાં દલિતનું મોત થતાં તેના પરિવાર જનોને મળવા જતા અગાઉ પોલીસે તેઓની અટકાયત કરતા કોંગ્રેસ પક્ષને ઓક્સિજન મળી ગયો છે. તો પ્રિયંકા ગાંધીએ ખૂદ ચૂંટણી પ્રચારની ડોર સંભાળી લીધી છે તે સાથે તેઓએ કિસાનોના મોત બાબતે  બતાવેલી આક્રમકતા અને જાહેર મૌન પ્રદર્શન કરતા આમ પ્રજામાં કોંગ્રેસ તરફી લાગણી પનઃ વ્યાપી ગઇ છે. બીજી તરફ તેઓએ  40 ટકા મહિલાઓને બેઠકો આપવાની જાહેરાતથી સમગ્ર યુપીમાં કોંગ્રેસ માટે નવી લહેર ઊભી થઈ ગઈ છે. તો પ્રિયંકા ખુદ ગામડાઓ ખેતરો ખૂંદી મહીલાઓને મળીને તેઓની સાથે સંવાદ કરી ચાહના મેળવી રહ્યા છે. જે કોંગ્રેસ માટે ફાયદારૂપ બનવાની સંભાવના વધી પડી છે…..!

યુપીમાં ગ્રામ્યસ્તરે છવાયેલી સમાજવાદી પાર્ટી અને ટીએમસી યુપીમાં ચૂંટણી સમજૂતી કરી ચૂંટણી લડનાર છે તો આપ પણ તેમાં કદાચ ભાગીદાર બની શકે…. જ્યારે કે અખિલેશ યાદવે સમગ્ર યુપીમાં રથયાત્રા કાઢવા સાથે ચૂટણી પ્રચાર કરવાનું શરૂ કરી દીધું છે. તેમજ  અખિલેશે મમતા બેનર્જી, જયા બચ્ચન અને ડિમ્પલ યાદવને એક સાથે મેદાનમાં ઉતારવા તેમજ રથમાં આ જોડીને ઉતારી પ્રચાર કરવાનું આયોજન કરી દીધુ છે. તેમજ આ જોડી સાથે રહી સભાઓ ગજવશે તેવું આયોજન પણ કર્યું છે. તેઓ પ્રિયંકા ગાધીએ જાહેર કરેલ 40 ટકા બેઠકો મહિલાઓને આપવાની બાબતને નજરમાં રાખી મહિલા મતદારોને સપા તરફ વાળવા એડીચોટીનું  જોર લગાવશે કારણ કે યુપીમાં મહિલા મતદારોની સંખ્યા 6 કરોડ 46 લાખ 13 જેટલી છે અને મહિલા મતદારો શાસનધૂરા સોપવાનું નક્કી કરી શકે છે….! જોકે મહિલાઓ અને દલિતોમાં પ્રિયંકાએ કોંગ્રેસ તરફી લાગણી પેદા કરી દીધી છે તે તુટશે કે કેમ તે તો ચૂંટણી પૂરી થતા ખ્યાલ આવશે…. પરંતુ એક વાત સ્પષ્ટ દેખાઈ આવે છે કે દલિતોએ સપા તેમજ ભાજપથી મોઢા ફેરવી લીધા છે…..! તથા કૃષિ કાનુન અને ખેડૂતોના મોતની ઘટના ભાજપને તકલીફરૂપ બની રહે…. તેમજ સપાને તકલીફ દેહી છે….! છતાં આ તો ચૂંટણી છે…..!

વંદે માતરમ્

Print Friendly, PDF & Email