રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૩૦.૦૮.૨૦૨૧ ના રોજ…..
સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૬૧૨૪.૭૨ સામે ૫૬૩૨૯.૨૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૬૩૦૯.૮૬ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૬૪૮.૪૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૭૬૫.૦૪ પોઈન્ટના ઉછાળા સાથે ૫૬૮૮૯.૭૬ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૬૭૧૮.૧૫ સામે ૧૬૭૪૫.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૬૭૪૫.૦૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૧૫.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૩૩.૭૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૬૯૫૧.૯૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત મજબૂતીએ થઈ હતી. કોરોના સંક્રમણમાં ફરી એકાએક થવા લાગેલા વધારા અને કેરળમાં પોઝિટીવ કેસોનો વિસ્ફોટ થવા સાથે મહારાષ્ટ્રમાં પણ કેસો ઝડપી વધવા લાગતાં એક તરફ ફરી નાઈટ કર્ફયુ સાથે લોકડાઉનના પગલાંની થવા લાગેલી તૈયારી અને ચોમાસાની ગુજરાત સહિતના રાજયોમાં ચિંતાજનક સ્થિતિએ દુકાળના ભય અને અફઘાનિસ્તાનમાં હુમલાએ જીઓપોલિટિકલ ટેન્શન છતાં આ નેગેટીવ પરિબળોને અવગણીને લોકલ ફંડો, મહારથીઓ, ખેલંદાઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ આજે સ્મોલ, મિડ કેપ, કેશ સેગ્મેન્ટના શેરોમાં તેજીનો નવો દોર શરૂ કર્યા સાથે સેન્સેક્સ, નિફટી બેઝડ તેજી કરી BSE સેન્સેક્સે ૫૬૯૫૮ પોઈન્ટની અને નિફ્ટી ફ્યુચરે ૧૬૯૬૦ પોઈન્ટની નવી ઐતિહાસિક ઊંચાઈ નોંધાવી હતી.
વૈશ્વિક શેરબજારોમાં એશીયા, યુરોપના દેશોના બજારોમાં સાથે આર્થિક રિકવરી માટે અમેરિકા દ્વારા સ્ટીમ્યુલસના પગલાં ચાલુ રાખવામાં આવે એવી શકયતા અને ફયુલની માંગ વિશ્વભરમાં વધવા લાગી હોઈ ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ વધીને આવતા વૈશ્વિક બજારોમાં તેજી રહી હતી. આજે સેન્સેક્સ – નિફટી બેઝડ વિક્રમી તેજીની દોટ આગળ વધી હતી. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની ભારતીય શેરબજારમાં વેચવાલી અટકીને મોટી ખરીદી સાથે આજે ફંડોએ બેંકિંગ-ફાઈનાન્સ, મેટલ અને પાવર શેરોમાં આક્રમક ખરીદી કરી બજારને નવી ઊંચાઈએ મૂકી દીધું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૭૨% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૫૫% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર આઇટી અને ટેક શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૯૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૦૯૬ અને વધનારની સંખ્યા ૨૨૨૨ રહી હતી, ૧૭૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૨૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૨૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા….
મિત્રો, અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા ગત સપ્તાહમાં સ્ટીમ્યુલસને બ્રેક લગાવવામાં આવશે એવા અપાયેલા સંકેત અને આ સાથે ચાઈના દ્વારા નિયમનોને કડક બનાવતાં જઈને નિકાસો અંકુશિત કરવાના લેવાયેલા પગલાં સાથે કોરોનાના ડેલ્ટા સંક્રમણમાં ફરી અમેરિકા, યુરોપના દેશોમાં વધારાના પરિણામે લોકડાઉનની પડી રહેલી ફરજ સાથે અફઘાનિસ્તાનમાં સત્તાપલટાના પરિણામે ઊભા થયેલા જીઓપોલિટિકલ ટેન્શનના પરિણામે ગત સપ્તાહે વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારોમાં ભારે બે તરફી અફડાતફડી જોવા મળી હતી.
કોરોના સંક્રમણમાંથી બહાર આવી રહેલા અને આર્થિક વિકાસ પર ફોક્સ કરવા લાગેલી મોદી સરકારના આર્થિક સુધારાના પગલાં અને તાજેતરમાં સંસદમાં આર્થિક બિલો રજૂ કરીને બતાવેલી કટિબધ્ધતા તેમજ નાણા પ્રધાને ચાલુ વર્ષમાં ડિસઈન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામને આગળ વધારવામાં આવશે એવા સ્પષ્ટ આપેલા સંકેતે ફરી ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોના નવા રોકાણ પ્રવાહ અને સ્થાનિક ફંડો, રીટેલ ઈન્વેસ્ટરોના રોકાણ દ્વારા ભારતીય શેરબજાર ઐતિહાસિક તેજીના નવા ઝોનમાં આવી ગયેલા છે. આગામી દિવસોમાં તોફાની તેજીના નવા દોરમાં તેજીની આ વ્યાપકતા સાથે ઈન્ડેક્સ બેઝડ તોફાની વધઘટની શકયતા રહેશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.