Home વ્યાપાર જગત ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની શેરોમાં ધમાકેદાર ખરીદી અને આર્થિક મોરચે પ્રોત્સાહક અહેવાલો પાછળ...

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની શેરોમાં ધમાકેદાર ખરીદી અને આર્થિક મોરચે પ્રોત્સાહક અહેવાલો પાછળ ભારતીય શેરબજારની ઐતિહાસિક આગેકૂચ યથાવત્…!!

36
0
SHARE

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૩૧.૦૮.૨૦૨૧ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૬૮૮૯.૭૬ સામે ૫૬૯૯૫.૧૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૬૮૫૯.૧૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૭૬૬.૧૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૬૬૨.૬૩ પોઈન્ટના ઉછાળા સાથે ૫૭૫૫૨.૩૯ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૬૯૪૨.૪૦ સામે ૧૬૮૯૨.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૬૮૯૨.૦૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૫૧.૯૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૮૭.૮૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭૧૩૦.૨૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

ભારતીય શેરબજારમાં વધુ એક વખત નવી ઐતિહાસિક સપાટી જોવા મળી છે. વૈશ્વિક તથા સ્થાનિક સ્તરે સકારાત્મક પરિબળો રહેતા તેમજ ટેલિકોમ, આઇટી અને ટેક શેરોમાં આકર્ષક લેવાલીના ટેકે BSE સેન્સેક્સ અને નિફ્ટી ફ્યુચર ઓલ ટાઈમ હાઈ સપાટીએ બંધ રહેવામાં સફળ રહ્યો છે. સપ્તાહના સતત બીજા દિવસે શરૂઆતી કામકાજમાં જ ભારતીય શેરબજારમાં આકર્ષક લેવાલી જોવા મળતા બીએસઇ સેન્સેક્સે ૫૭૦૦૦ પોઈન્ટની સપાટી કુદવી ૫૭૬૨૫ પોઈન્ટની નવી ઐતિહાસિક સપાટી બનાવી હતી જ્યારે નિફ્ટી ફ્યુચરે પણ ૧૭૦૦૦ પોઈન્ટના માઈલસ્ટોનને કૂદીને ૧૭૧૪૩ પોઈન્ટની નવી ઐતિહાસિક ઊંચાઈ નોંધાવી હતી.

ભારતીય શેરબજારમાં આકર્ષક ઉછાળા પાછળ આર્થિક મોરચે મળેલા પ્રોત્સાહક અહેવાલ જવાબદાર છે. રિટેલ ફુગાવો ઘટીને આવતા અને ઔદ્યોગિક ઉત્પાદનમાં પણ વધારો નોંધાતા ભારતીય અર્થતંત્ર ફરથી વૃદ્ધિના પાટા પર આવી રહ્યું હોવાના સંકેત આપી રહ્યા છે. આર્થિક મોરચે સુધારા તેમજ પ્રથમ ત્રિમાસિકના કોર્પોરેટ પરિણામો સારા રહેતા શેરબજારમાં ચોતરફી લેવાલી જોવા મળે રહી છે. વૈશ્વિક બજારોની તેજીનો ટેકો પણ સ્થાનિક શેરબજારને મળતા ભારતીય ઈક્વિટી માર્કેટમાં વેલ્યુ બાઈંગ જોવા મળી રહ્યું છે.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૮૩% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૮૬% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર ટેલિકોમ, ટેક, કંઝ્યુમર ડ્યુરેબ્લસ, યુટિલિટીઝ અને હેલ્થકેર શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૩૪૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૨૩ અને વધનારની સંખ્યા ૧૫૭૧ રહી હતી, ૧૪૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૧૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૦૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, કોરોના સંક્રમણની બીજી લહેર પૂરી થયા બાદ ત્રીજી લહેરની ચિંતાને અવગણીને ભારતીય શેરબજારોમાં ફરી ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની શેરોમાં ધમાકેદાર ખરીદીના સથવારે સેન્સેક્સ, નિફટી નવા ઈતિહાસ રચી રહ્યા છે. વિવિધ સાનુકૂળ અહેવાલો પાછળ ચોમેરથી નીકળેલ નવી લેવાલી પાછળ ભારતીય શેરબજારે આગેકૂચ જારી રાખી છે. ઔદ્યોગિક – આર્થિક વિકાસ પર ફોક્સ કરીને સરકાર દેશના અર્થતંત્રને અનલોક સાથે ઝડપી વિકાસના પંથે લઈ જવા નિર્ણયો લઈ રહી છે. કોરોના મહામારીની પ્રતિકૂળતા વચ્ચે પણ કોર્પોરેટ ક્ષેત્ર દ્વારા જાહેર થયેલા જૂન ત્રિમાસિક પરિણામો પ્રોત્સાહક રહેતા વિદેશી સંસ્થાકીય રોકાણકારોનું પણ દેશની ઈક્વિટીઝ માર્કેટમાં જંગી રોકાણ આવી રહ્યું છે.

કોરોના સંક્રમણની બીજી લહેર પૂરી થયા બાદ દેશ ઝડપી અનલોક થઈ રહ્યો છે, ત્યાં હવે ફરી ત્રીજી લહેરની ચિંતા અને તકેદારીમાં ફરી લોકડાઉનના પગલાં લાગુ કરવાની થઈ રહેલી કવાયતને ધ્યાનમાં લેતાં આગામી દિવસોમાં સાવચેતી વચ્ચે આર્થિક પ્રવૃતિ ફરી રૂંધાવાના સંજોગોમાં ભારતીય શેરબજારમાં કરેકશન જોવા મળી શકે છે. ઉપરાંત પેટ્રોલ, ડિઝલના વિક્રમી ઊંચી સપાટીએ પ્રવર્તિ રહેલા ભાવોના કારણે  મોંઘવારી અસહ્ય બનવા લાગી હોઈ આ નેગેટીવ પરિબળ ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે. આંતરરાષ્ટ્રીય મોરચે અફઘાનિસ્તાનમાં સત્તા પલટા વચ્ચે વૈશ્વિક બજારો પર નજર સાથે ક્રુડ ઓઈલના ભાવ તેમજ રૂપિયા સામે અમેરિકી ડોલરના મૂલ્યમાં વધઘટ પર ભારતીય શેરબજારની નજર રહેશે.

Print Friendly, PDF & Email