રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૭.૦૮.૨૦૨૧ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૫૯૪૯.૧૦ સામે ૫૫૮૬૨.૯૩ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૫૬૭૫.૮૭ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૧૨.૩૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૭૫.૬૨ પોઈન્ટના ઉછાળા સાથે ૫૬૧૨૪.૭૨ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૬૭૧૮.૧૫ સામે ૧૬૬૩૯.૭૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૬૫૭૪.૦૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૫૫.૯૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩.૮૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૬૭૧૪.૩૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
કોરોના સંક્રમણની ત્રીજી લહેર ચાલુ થઈ જઈ કેરળમાં એકાએક હજારોની સંખ્યામાં નવા કેસો આવતાં ચિંતાજનક સ્થિતિ ઊભી થવા લાગી હોઈ અને ચોમાસાની પ્રગતિ ધીમી પડી ગુજરાત સહિતના કેટલાક રાજયોમાં દુષ્કાળની સ્થિતિના પ્રાથમિક અંદાજો વચ્ચે વોરેન બફેટના વેલ્યુએશન ઈન્ડિકેટરમાં ભારતીય શેરો માટે લાલબત્તી બતાવી ભારતમાં જીડીપી રિકવરીની અપેક્ષા છતાં ભારતીય શેરબજારોમાં તાજેતરની તોફાની તેજી બાદ હવે ત્રીજી લહેરની ચિંતા અને કંપનીઓના પરિણામોમાં પણ રિકવરી વિલંબમાં પડવાના જોખમો બતાવાતાં આજે ભારતીય શેરબજારોમાં ડેરિવેટીવ્ઝમાં સપ્ટેમ્બર વલણના પ્રથમ દિવસે બે તરફી અફડાતફડી વચ્ચે ઉછાળે સાવચેતી જોવા મળી હતી.
સેન્સેક્સ, નિફટી બેઝડ ફંડોએ મેનેજ કરીને આજે સ્મોલ, મિડ કેપ, કેશ સેગ્મેન્ટના શેરોમાં નીચા મથાળે લેવાલી ચાલુ રાખી હતી. આંતરરાષ્ટ્રીય મોરચે કોરોના સંક્રમણ અમેરિકા સહિતના દેશોમાં વધી રહ્યું હોઈ ફરી અંકુશો લાદવામાં આવવા લાગતાં અને અફઘાનિસ્તાન મામલે પણ હજુ જીઓપોલિટીકલ ટેન્શન યથાવત હોઈ વૈશ્વિક શેરબજારોમાં સાવચેતી સાથે આજે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૦૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૯૩% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર કેપિટલ ગુડ્સ, બેઝિક મટિરિયલ્સ, ઈન્ડસ્ટ્રિયલ્સ, પાવર, મેટલ, યુટિલિટીઝ, હેલ્થકેર અને ટેલિકોમ શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૩૩૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૨૮૪ અને વધનારની સંખ્યા ૧૯૧૭ રહી હતી, ૧૩૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૮૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૭૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા….
મિત્રો, વૈશ્વિક તથા ઘરઆંગણે નાણાં નીતિ સખત બનવાનું શરૂ થવા સાથે ભારતીય શેરબજારમાં લિક્વિડિટી આધારિત રેલીને બ્રેક લાગશે એમ એક સર્વે રિપોર્ટમાં જણાવાયું છે. મહામારીના પ્રારંભ થયા બાદ રિઝર્વ બેન્ક દ્વારા રેપો રેટમાં અત્યારસુધીમાં અંદાજીત ૧૧૫ બેઝિસ પોઈન્ટનો ઘટાડો કરાયો છે અને હાલમાં રેપો રેટ ૪.૦૦% યથાવત છે. રેપો રેટમાં ઘટાડો ઉપરાંત આરબીઆઈ નાણાં વ્યવસ્થામાં ભરપૂર માત્રામાં લિક્વિડિટી ઠાલવી છે. આ વધારાની લિક્વિડિટીને કારણે જ ભારતીય શેરબજારોમાં હાલની રેલી જોવા મળી રહી છે. આરબીઆઈ દ્વારા પૂરા પડાયેલા સ્ટીમ્યુલ્સ વર્તમાન વર્ષના અંત સુધી ચાલુ રહેવાની ધારણાં છે તેને જોતા શેરબજારના વિશ્લેષકોએ સેન્સેકસમાં વર્તમાન સ્તરેથી ૨૦૨૧ના અંત સુધીમાં ૨.૪૦%ની વૃદ્ધિ જોઈ રહ્યા છે.
આગામી દિવસોમાં રિઝર્વ બેન્ક દ્વારા નીતિમાં કોઈપણ સખતાઈ રોકાણકારોના માનસને ખરડાવશે અને તેના તાત્કાલિક પ્રત્યાઘાત જોવા મળશે. આ ઉપરાંત કોરોનાની ત્રીજી લહેર અર્થતંત્રની રિકવરી સામે જોખમ ઊભુ કરી શકે એમ છે. આ ઉપરાંત વિવિોધ મધ્યસ્થ બેન્કોના વ્યાજ દરમા વધારાના નિર્ણયની અસર જોવાશે. છેલ્લા બે વર્ષથી ફુગાવો રિઝર્વ બેન્કની ૪%ના ટાર્ગેટથી ઉપર રહ્યા કરે છે. આમ છતાં કોરોનાના કાળમાં વિકાસને પ્રાધાન્ય આપવા આરબીઆઈએ હળવી નીતિને ચાલુ રાખી છે. બીજી બાજુ અમેરિકન ફેડરલ રિઝર્વ તેના ૧૨૦ અબજ ડોલરના બોન્ડ બાઈંગ કાર્યક્રમમાં તબક્કાવાર પીછેહઠ કરવાનું પણ ટૂંક સમયમાં શરૂ કરશે, તેને કારણે પણ બજારની રેલીને બ્રેક લાગી શકે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.