Home વ્યાપાર જગત ડેરિવેટીવ્ઝમાં ઓગસ્ટ વલણના અંતે ભારતીય શેરબજારમાં અફડાતફડી સાથે દરેક ઉછાળે સાવચેતીનો માહોલ…!!!

ડેરિવેટીવ્ઝમાં ઓગસ્ટ વલણના અંતે ભારતીય શેરબજારમાં અફડાતફડી સાથે દરેક ઉછાળે સાવચેતીનો માહોલ…!!!

35
0
SHARE

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૬.૦૮.૨૦૨૧ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૫૯૪૪.૨૧ સામે ૫૫૯૮૮.૪૧ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૫૮૫૪.૦૭ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૫૮.૩૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪.૮૯ પોઈન્ટના ઉછાળા સાથે ૫૫૯૪૯.૧૦ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૬૬૩૨.૩૫ સામે ૧૬૬૧૨.૧૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૬૫૭૨.૩૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૯૯.૬૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૬.૬૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૬૬૩૮.૯૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજારમાં ડેરિવેટીવ્ઝમાં ઓગસ્ટ વલણના અંત સાથે આજે ફંડોએ ઈન્ડેક્સ બેઝડ બે-તરફી અફડાતફડી બોલાવી અંતે સાવચેતીમાં સ્થિરતા બતાવી હતી. દેશમાં કોરોના સંક્રમણમાં ઝડપી ઘટાડા સાથે હાલ તુરત કોરોનાની ત્રીજી લહેર ખાસ ચિંતાજનક નહીં નીવડવાના પ્રાથમિક અંદાજો અને દેશભરમાં અનલોક સાથે ઔદ્યોગિક-આર્થિક પ્રવૃતિઓ ધમધમવા લાગી હોવા સાથે કેન્દ્ર સરકાર દ્વારા રૂ.૬ લાખ કરોડના મોનીટાઈઝેશન પ્રોગ્રામની સાથે દેશમાં વિવિધ ક્ષેત્રે ખાનગીકરણની થઈ રહેલી તૈયારી છતાં ચોમાસાની પ્રગતિ મંદ પડતાં અને ગુજરાત સહિતના કેટલાક રાજયોમાં દુકાળની શકયતાના અહેવાલોએ ચિંતામાં આજે ફંડોએ ઈન્ડેક્સ બેઝડ ઉછાળે નવા તેજીના વેપારમાં સાવચેતી બતાવી હતી.

આંતરરાષ્ટ્રીય મોરચે એક તરફ અફઘાનિસ્તાનમાં સત્તા પલટા બાદ ચાલી રહેલા ઘર્ષણ અને ફરી યુદ્વ જેવી પરિસ્થિતિ ઊભી થઈ રહી હોવા જીઓપોલિટીકલ ટેન્શન તેમજ કોરોના સંક્રમણ અમેરિકા, યુરોપના દેશોમાં ઝડપી ફેલાઈ રહ્યું હોવાની ચિંતા સાથે યુ.એસ.ફેડરલ રિઝર્વ દ્વારા સ્ટીમ્યુલસ પર બ્રેક લગાવવામાં આવશે એવા સંકેત સામે અમેરિકા, ચાઈના વચ્ચે ફરી વાટાઘાટના પોઝિટીવ પરિબળે વૈશ્વિક બજારોમાં સ્થિરતા રહી હતી.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૩૦% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૩૧% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ માત્ર ટેલિકોમ, મેટલ, બેઝિક મટિરિયલ્સ, ટેક, હેલ્થકેર, ઓટો અને આઇટી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૩૨૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૫૧ અને વધનારની સંખ્યા ૧૭૩૩ રહી હતી, ૧૩૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૦૦ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૯૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, કોરોના મહામારી અને આર્થિક સંકટ વચ્ચે ભારતીય શેરબજાર અભૂતપૂર્વ ઐતિહાસિક તેજી સાથે સતત નવી ઉંચાઇએ પહોંચી રહ્યું છે જો કે ઓલટાઇમ હાઇ લેવલથી માર્કેટમાં મોટા કરેક્શનની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી છે. હવે બેન્ક ઓફ અમેરિકા મેરિલ લિંચના એનાલિસ્ટોએ પણ ભારતીય ઇક્વિટી માર્કેટમાં નજીકના ગાળામાં કરેક્શનની ચેતવણી આપી છે. વર્તમાન તેજીને આગળ વધવા માટે મર્યાદિત જગ્યા છે. વેલ્યૂએશન અતિશય ઉંચી હોવાના લીધે નજીકના સમયગાળામાં કરેક્શન આવે તેવી સંભાવના છે.

મિડકેપ અને સ્મોલકેપના ઝડપી આઉટ પર્ફોર્મન્સને જોતા નિફ્ટીના વેલ્યૂએશન પ્રીમિયમ સામે મિડકેપ અને સ્મોલકેપ અનુક્રમે લાંબા ગાળાના સરેરાશ માત્ર ૯% અને ૩% જેટલા ઘટયા છે. આ ટ્રેન્ડ સાવચેતી માર્કેટનો દ્રષ્ટિકોણ બદલશે, અને તેથી નજીકના ગાળામાં લાર્જ-કેપ્સને પ્રાથમિકતા અપાશે. યુએસ ફેડરેલ બેન્ક દ્વારા ટેમ્પરિંગની અટકળો, સંભવિતપણે ઉંચી અમેરિક બોન્ડ યીલ્ડ અને ગ્રીનબેક, શેરદીઠ કમાણીના અંદાજોમાં ઘટાડો, તાજેતરના આઇપીઓનું સસ્તુ લિસ્ટિંગ રોકાણકારોના સેન્ટિમેન્ટને પ્રભાવિત કરવા નેગેટિવ ટ્રિગરના રૂપમાં કામગીરી કરી શકે છે.

Print Friendly, PDF & Email