રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૬.૦૩.૨૦૨૧ ના રોજ…..
સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૪૮૪૪૦.૧૨ સામે ૪૮૯૬૯.૨૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૮૬૯૯.૯૧ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૩૪.૭૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૬૮.૩૮ પોઈન્ટના ઉછાળા સાથે ૪૯૦૦૮.૫૦ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૪૩૫.૫૫ સામે ૧૪૫૫૫.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૪૫૦૧.૦૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૭૪.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૮૬.૬૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૪૬૨૨.૨૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
કોરોના સંક્રમણ નવા સ્વરૂપમાં દેશભરમાં ફેલાઈ રહ્યો હોવાના આવી રહેલા ચિંતાજનક આંકડા અને આ નવા સ્વરૂપમાં કોરોનાની સાથે નવા લક્ષણો પણ સામે આવી રહ્યા હોઈ દેશભરમાં ચિંતા સાથે ફફડાટ ફેલાઈ રહ્યો હોઈ દેશમાં વ્યાપક લોકડાઉનની સ્થિતિ સર્જાતાં અર્થતંત્ર માટે મોટા જોખમે અને ડેરિવેટીવ્ઝમાં માર્ચ વલણના અંત હોવાથી ગઇકાલે શેરોમાં સાર્વત્રિક કડાકા બાદ આજે સપ્તાહના અંતે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત મજબૂતીએ થઈ હતી.
દેશમાં કોરોના સંક્રમણની બીજી લહેરમાં કેસો મોટાપાયે વધવા લાગતાં ચિંતામાં આવી ગયેલી કેન્દ્ર અને રાજય સરકારો દ્વારા ખાસ મહારાષ્ટ્રમાં ફરી લોકડાઉન થવા લાગતાં અને ગુજરાત, મધ્ય પ્રદેશ, કર્ણાટક સહિતમાં પણ કેસો વધવા લાગતાં અંકુશના આકરાં પગલાંના સંકેત વચ્ચે દેશના અર્થતંત્ર પર માઠી અસરના એંધાણ વચ્ચે આજે નીચા મથાળેથી નવી ખરીદી નોંધાતા ભારતીય શેરબજારમાં તેજી તરફી ચાલ જોવા મળી હતી. સરકાર દ્વારા સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ૪૫ વર્ષકે તેથી વધુ વયના લોકોને કોરોના મહામારીના અંત માટે બીજા તબક્કાનું વેક્સિનેશન શરૂ કરતાં તેની પોઝિટિવ અસર જોવા મળી હતી. કોરોના વેક્સિનેશનના તબક્કામાં આગામી દિવસોમાં આ વેક્સિનેશન પ્રોગ્રામ વેગ પકડવાની અને અને કોરોના સંક્રમણને વધતું અટકાવી શકાશે એવી અપેક્ષાએ આજે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૬૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૦૮% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર ટેલિકોમ, કંઝ્યુમર ડ્યુરેબ્લસ અને મેટલ શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૧૩૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૨૯૬ અને વધનારની સંખ્યા ૧૬૫૮ રહી હતી, ૧૮૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૩૨૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૧૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારતીય શેરબજારમાં સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો સતત વેચવાલ રહ્યા બાદ હવે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો – એફપીઆઈઝ દ્વારા ઉછાળે નફારૂપી વેચવાલી જોવા મળી રહી છે. ભારતીય શેરબજારોમાં છેલ્લા બે સપ્તાહથી શેરોમાં વિક્રમી તેજીને વિરામ આપીને ફંડોએ તેજીનો વેપાર હળવો કરવા લાગ્યા છે જેને ધ્યાનમાં લેતાં આગામી દિવસોમાં ફોરેન ફંડોની વેચવાલી વધવાના સંજોગોમાં બે તરફી અફડા તફડી વધવાની પૂરી શક્યતા રહેશે ઉપરાંત લોંગ ટર્મ બોન્ડ યીલ્ડ્સના ટ્રેન્ડ્સ, ક્રૂડ ઓઈલના ભાવો પર નજર રહેશે.
ચાલુ સપ્તાહે બજારમાં જોવાયેલી મોટી અફડા તફડી બાદ સ્થાનિક સ્તરે કોઈ મહત્વના ઘટનાક્રમના અભાવે ભારતીય બજારો વૈશ્વિક બનાવો અને અમેરિકન બજારના સંકેતો તેમજ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો અને સ્થાનિક રોકાણકારો દ્વારા કરનારા રોકાણ ઉપરાંત અમેરિકન ડોલર સામે રૂપિયાની સ્થિતિ તથા કોરોના વાયરસના કેસોની સંખ્યા પર પણ ભારતીય શેરબજારની નજર રહેશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.