Home વ્યાપાર જગત માર્ચ અંતે ભારતીય શેરબજાર માં અભૂતપૂર્વ તેજી…!!!

માર્ચ અંતે ભારતીય શેરબજાર માં અભૂતપૂર્વ તેજી…!!!

158
0
SHARE
Brave spanish bull

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૩૦.૦૩.૨૦૨૧ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૪૯૦૦૮.૫૦ સામે ૪૯૩૩૧.૬૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૯૩૩૧.૬૮ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૯૩૬.૭૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૧૨૮.૦૮ પોઈન્ટના ઉછાળા સાથે ૫૦૧૩૬.૫૮ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૬૦૮.૫૦ સામે ૧૪૭૦૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૪૬૮૭.૦૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૬૨.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૦૮.૫૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૪૯૧૭.૫૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

કોરોના સંક્રમણના નવા વેવમાં ફરી કેસો ઝડપી વધી રહ્યા સામે કોરાના વેક્સિનેશન પ્રોગ્રામ પણ વેગ પકડી રહ્યો હોઈ કોરોનાને અંકુશમાં લેવામાં આગામી દિવસોમાં સફળતાં મળવાની અપેક્ષાએ આજે ભારતીય શેરબજારમાં ભારે ઉછાળો નોંધાયો હતો અને બીએસઇ સેન્સેકસે ૫૧૦૦૦ પોઈન્ટની સપાટી કુદાવી હતી. કોરોના સંક્રમણની બીજી લહેર ખતરનાક ઝડપે દેશભરમાં ફેલાઈ રહી હોઈ મહારાષ્ટ્રમાં ચિંતાજનક પરિસ્થિતિ ઊભી થઈ ફરી રાજયવ્યાપી સંપૂર્ણ લોકડાઉન લાગુ થવાના સંકેત અને ગુજરાત, પંજાબ, કેરળ, મધ્ય પ્રદેશ સહિતના રાજયોમાં વણસતી જતી પરિસ્થિતિએ દેશનું અર્થતંત્ર ડામાડોળ થવાના અંદાજો વચ્ચે ફંડોએ ગત સપ્તાહે શેરોમાં ભારે અફડા તફડી નોંધવ્યા બાદ આજે વૈશ્વિક શેરબજારોમાં તેજી સાથે આઇટી – ટેક શેરોની ત્રિમાસિક ગાળાની કામગીરી અંદાજ કરતાં સારી રહેવાનીની અપેક્ષાએ શેરબજારમાં તેજી તરફી ચાલ જોવા મળી હતી.

દેશમાં વેક્સિનેશન પ્રોગ્રામ સરળતાથી આગળ વધતા છેલ્લા કેટલાક દિવસથી શાંત રહેલા ફાર્મા શેરોમાં ફરી નવી ખરીદીની સેન્ટીમેન્ટ પર સાકારાત્મક અસર સાથે અર્થતંત્ર કોવિડની મહામારી પહેલા ધીમુ પડી ગયું હતું તેમા ધીમે ધીમે સુધારો થઇ રહ્યો છે. ભારતની જીડીપી જુલાઈ – સપ્ટેમ્બરના ત્રીમાસીક ગાળા દરમિયાન તે ૭.૫% ઘટી હતી જે ઓક્ટોબર – ડિસેમ્બર ૨૦૨૦ના ત્રીમાસીક ગાળા દરમિયાન ૦.૪%નો ઉછાળો જોવા મળ્યો છે. એક અંદાજ પ્રમાણે ૨૦૨૦-૨૦૨૧ના સમસ્ત ફાયનાન્સીયલ વર્ષ દરમિયાન જીડીપી નવથી દસ ટકાની વચ્ચે ઘટી શકે છે. પરંતુ તે પછી સ્થિતિ સુધરશે. મારા અંગત મત મુજબ સમગ્ર વિશ્વના દેશો કોરોના વેક્સિન પ્રોગ્રામમાં આગળ વધી રહ્યા છે. સંક્રમણના નવા તબક્કામાં રસી કારગત નીવડશે કે કેમ તે પણ એક યક્ષ પ્રશ્ન છે. આમ, રસીના મુદ્દે આગામી સમયમાં થનાર ગતિવિધીની પણ ઇક્વિટી બજાર પર અસર જોવા મળશે.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૯૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૩૦% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર આઇટી, ટેક અને મેટલ શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૧૬૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૦૨ અને વધનારની સંખ્યા ૧૫૫૨ રહી હતી, ૨૦૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૩૩૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૫૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, ડેરિવેટીવ્ઝમાં ગત સપ્તાહમાં માર્ચ વલણના અંતના સતત બીજા અઠવાડિયામાં ફંડો, મોટા ખેલાડીઓએ તેજીની ઓવરબોટ પોઝિશન હળવી કરવા સાથે કોરોના સંક્રમણની બીજી લહેરને લઈ દેશમાં ફરી વ્યાપક લોકડાઉનની પરિસ્થિતિ સર્જાતાં ભારતીય શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો. લાંબા સમયથી તેજીનો અતિરેક બતાવીને શેરોમાં ઈન્ડેક્સ બેઝડ વિક્રમી તેજીની અવિરત દોટમાં કોરોનાના ફરી વધતાં ઉપદ્રવ અને પશ્ચિમ બંગાળ, કેરળ, આસામ સહિતના રાજયોમાં યોજાઈ રહેલી વિધાનસભા ચૂંટણીઓની સાથે આગામી દિવસોમાં કોવિડ-૧૯ ના વધતા જતા કેસો સામે આગામી માર્ચ ત્રિમાસિકના કોર્પોરેટ પરિણામોની સીઝન શરૂ થતાં બજારની ભાવિ ચાલ માટે કોર્પોરેટ પરિણામો મહત્વા પુરવાર થશે.

Print Friendly, PDF & Email