રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૫.૦૮.૨૦૨૧ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૫૯૫૮.૯૮ સામે ૫૬૦૬૭.૦૬ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૫૮૯૯.૯૬ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૨૯૮.૧૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૪.૭૭ પોઈન્ટના ઘટાડા સાથે ૫૫૯૪૪.૨૧ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૬૬૨૦.૨૫ સામે ૧૬૬૫૨.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૬૬૧૫.૦૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૯૮.૭૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૪.૭૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૬૬૩૫.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત સાધારણ મજબૂતીએ થઈ હતી. વૈશ્વિક સ્તરે અફઘાનિસ્તાનમાં તાલિબાને સત્તા કબજે કર્યા બાદ ફુગાવો – મોંઘવારીમાં વધારો થવાના સંકેતે એશીયાના બજારોમાં નરમાઈ સાથે યુરોપના બજારોમાં નરમાઈ રહેતા અને સ્થાનિક સ્તરે કોરોના સંક્રમણની ત્રીજી લહેરના સંકેત સાથે પોઝિટીવ કેસોમાં થવા લાગેલા વધારાની નેગેટીવ અસરે આજે ભારતીય શેરબજારોમાં ઈન્ડેક્સ બેઝડ સાવચેતી જોવાઈ હતી.
ભારતમાં ચોમાસાની સારી પ્રગતિના પોઝિટીવ પરિબળ છતાં પેટ્રોલ, ડિઝલના વિક્રમી ઊંચી સપાટીએ પ્રવર્તિ રહેલા ભાવોના કારણે મોંઘવારી અસહ્ય બનવા લાગી હોઈ આ નેગેટીવ પરિબળ સાથે આગામી દિવસોમાં આર્થિક મોરચે હજુ અનિશ્ચિતતા કાયમ હોઈ કોરોના સંક્રમણની ત્રીજી લહેરના પરિણામે આર્થિક વિકાસ પણ મંદ પડવાની શક્યતાએ મોટા પડકારો સર્જાવાની પૂરી શકયતા અને આર્થિક વિકાસમાં પીછેહઠ જોવાશે એવા સંકેત વચ્ચે ફંડોએ ઉછાળે નફારૂપી વેચવાલી કરી હતી.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૫૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૬૮% વધીને બંધ રહ્યા હતા. કંઝ્યુમર ડ્યુરેબ્લસ શેરોમાં ફંડોની ઓવરબોટ પોઝિશન હળવી થવા સાથે ટેલિકોમ – રિયલ્ટી શેરોમાં નફારૂપી વેચવાલી રહેતાં ઈન્ડેક્સ બેઝડ ભારતીય શેરબજાર નેગેટીવ ઝોનમાં બંધ રહ્યું હતું. અલબત આજે ઓઈલ એન્ડ ગેસ કંપનીઓના શેરોમાં ફંડોની આક્રમક તેજી થતાં અને પાવર શેરોમાં તેજી સાથે એનર્જી શેરોમાં ફંડોની લેવાલીએ સેન્સેક્સ, નિફટી બેઝડ મોટું ધોવાણ અટક્યું હતું.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૩૧૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૨૧૪ અને વધનારની સંખ્યા ૧૯૯૧ રહી હતી, ૧૦૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૩૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૪૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, કોર્પોરેટસ દ્વારા અત્યારસુધી જાહેર કરાયેલા પ્રથમ ત્રિમાસિક ગાળાના પરિણામોમાં નોંધપાત્ર રિકવરી જોવા મળતા વર્તમાન નાણાં વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં દેશનો આર્થિક વિકાસ દર ૧૮.૫૦% રહેવા સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના એક રિપોર્ટમાં જણાવાયું છે. ઉપરાંત રિઝર્વ બેન્કે ૨૧.૪૦%ની ધારણાં મૂકી છે. જોકે વર્તમાન વર્ષના ચોમાસામાં વરસાદની અનિશ્ચિતતાએ ભારતીય અર્થતંત્ર પર અસર પડવાની ચિંતા ઊભી કરી છે અને આવી સ્થિતિમાં ખાધાખોરાકીના ફુગાવામાં વધારો થઈ શકે છે.
વર્તમાન વર્ષનું ચોમાસુ પૂરું થવાને એક મહિનાની વાર છે અને પાકની પ્રગતિ માટે પૂરતો વરસાદ નહીં આવે તો ચિંતામાં વધારો થઈ શકે છે. વર્તમાન વર્ષના મે તથા જુનમાં રિટેલ ફુગાવો રિઝર્વ બેન્કની ૨થી ૬%ની મર્યાદાને પાર કરી ગયો હતો. જો કે જુલાઈમાં તે ફરી મંદ પડયો હતો. સામાન્ય કરતા ઓછો વરસાદ ગ્રામ્ય વિસ્તારના અર્થતંત્ર પર અસર કરશે. વરસાદની અછતની પ્રતિકૂળ અસરને ઘટાડવા સરકારે પોતાના રાહત પગલાંઓ વધારવાની ફરજ પડશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.