રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૪.૦૧.૨૦૨૪ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૦૩૭૦.૫૫ સામે ૭૦૧૬૫.૪૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૦૦૦૧.૬૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૧૪૮.૦૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૬૮૯.૭૬ પોઈન્ટના ઉછાળા સાથે ૭૧૦૬૦.૩૧ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૧૧૯૪.૨૫ સામે ૨૧૧૬૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૧૧૪૧.૦૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૬૪.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૯૪.૬૫ પોઈન્ટના ઉછાળા સાથે ૨૧૪૮૮.૯૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
વૈશ્વિક બજારોમાં તેજી સાથે આજે ભારતીય શેરબજારમાં પણ બે તરફી અફડાતફડી બાદ બજાર ફરી તેજીના પંથે પડયું હતું. ઈરાન-અમેરિકા વચ્ચે મિડલ ઈસ્ટમાં વધતાં તણાવ વચ્ચે સ્થાનિક સ્તરે કોર્પોરેટ ઈન્ડિયાના ઓકટોબર થી ડિસેમ્બર ૨૦૨૩ના ત્રીજા ત્રિમાસિકના પરિણામોની સિઝનમાં અપેક્ષાથી નબળા પરિણામે ભારતીય શેરબજારમાં સેન્સેક્સ, નિફટી બેઝડ સતત ઘટાડા બાદ આજે અસાધારણ અફડાતફડીના અંતે ઘટાડે વી – સેઈપ રિકવરી વચ્ચે સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં ઘટાડે પસંદગીનું વેલ્યુબાઈંગ થતાં સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં ઉછાળો નોંધાયો હતો અને માર્કેટબ્રેડથ પોઝીટીવ રહી હતી.
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝની શેરોમાં એક તરફ વેચવાલી સામે લોકલ ફંડો-સંસ્થાકીય રોકાણકારોની મોટી ખરીદી જોવા મળી હતી. ઉપરાંત વર્લ્ડ ઈકોનૉમિક ફોરમમાં ચીફ ઈકોનૉમિસ્ટ્સ આઉટલુક રિપોર્ટમાં ૨૦૨૪માં વૈશ્વિક અર્થવ્યવસ્થા પર ભારે સંકટ આવવાની સંભાવના વ્યક્ત કરાઈ છે, જો કે ભારત અને અંગે કેટલાક અર્થશાસ્ત્રીઓનો મત છે કે, વૈશ્વિક પડકારો છતાં ભારત વિકસતા અર્થતંત્ર તરફ આગળ વધતું રહેશે અને વૈશ્વિક પડકારોને પહોંચી વળવા મજબુત આર્થિક વૃદ્ધિ દર જાળવી રાખવામાં પણ સફળતા પણ મળશે તેવા અહેવાલોની પોઝીટીવ અસર જોવા મળી હતી.
ભારતીય શેરબજારોમાં ટેલિકોમ્યુનિકેશન, મેટલ, ઓઈલ એન્ડ ગેસ, અને કોમોડિટીઝ શેરોની આગેવાનીમાં ફંડોએ મોટી ખરીદી સાથે શોર્ટ કવરિંગ કર્યું હતું. આ સાથે એનર્જી, યુટિલિટીઝ, ઇન્ડસ્ટ્રીયલ, ટેક, એફએમસીજી અને આઈટી શેરોમાં ફંડો લેવાલ રહ્યા હતા. કેન્દ્રિય બજેટમાં આ વખતે અનેક ક્ષેત્રે પ્રોત્સાહનોની અપેક્ષા સાથે સંખ્યાબંધ પોઝિટીવ દરખાસ્તોની અપેક્ષાએ સાથે કોર્પોરેટ પરિણામોની સીઝનમાં વર્ષ ૨૦૨૪માં આઈટી, બેંકિંગ શેરો બજારના તેજીના ચાલકબળ રહેવાની અપેક્ષાના અહેવાલની પણ પોઝિટીવ અસર જોવાઈ હતી.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૭૧% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૭૨% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર બેન્કેક્સ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૮૮૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૩૪૩ અને વધનારની સંખ્યા ૨૪૫૧ રહી હતી, ૯૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૬૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૨૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં ટાટા સ્ટીલ ૩.૮૮%, પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ૩.૪૯%, એચસીએલ ટેક્નોલોજીસ ૩.૪૪%, ઈન્ડસઈન્ડ બેન્ક ૩.૨૩% અને ટેક મહિન્દ્રા ૩.૦૯% વધ્યા હતા, જ્યારે આઈસીઆઈસીઆઈ બેન્ક ૨.૯૪%, એક્સિસ બેન્ક ૨.૭૭%, એશિયન પેઈન્ટ્સ ૧.૯૧%, ટીસીએસ ૦.૩૬% અને બજાજ ફાઈનાન્સ ૦.૧૭% ઘટ્યા હતા.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૫.૨૧ લાખ કરોડ વધીને ૩૭૧.૧૮ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓ માંથી ૧૪ કંપનીઓ વધી અને ૧૬ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા….
મિત્રો, ભારત વિશ્વનું ચોથું સૌથી મોટું સ્ટોક માર્કેટ બની ગયું છે. ભારતે હોંગકોંગને પછાડીને પ્રથમ વખત ટોપ ચારમાં જગ્યા બનાવી છે. ભારતીય શેરબજાર ૫ ડિસેમ્બરે પ્રથમ વખત ચાર ટ્રિલિયન ડોલરને પાર કરી ગયું હતું. બ્લૂમબર્ગના ડેટા અનુસાર સપ્તાહની શરુઆતે ભારતીય એક્સચેન્જો પર લિસ્ટેડ શેરોનું સંયુક્ત મૂલ્ય ૪.૩૩ ટ્રિલિયન ડૉલર સુધી પહોંચી ગયું હતું, જ્યારે હોંગકોંગ શેરબજારનું મૂલ્ય ઘટીને ૪.૨૯ ટ્રિલિયન ડૉલર થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે ભારતીય શેરબજાર ૫ ડિસેમ્બરે પ્રથમ વખત ચાર ટ્રિલિયન ડોલરને પાર કરી ગયું હતું. જેમાં છેલ્લા ચાર વર્ષમાં અંદાજીત બે ટ્રિલિયન ડોલર ઉમેરાયા છે.
ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું મોટું અર્થતંત્ર છે. આ ઉપરાંત આર્થિક સુધારાએ પણ ભારતને વિશ્વભરના રોકાણકારોનું પ્રિય બનાવ્યું છે. હાલમાં, અમેરિકા વિશ્વનું સૌથી મોટું સ્ટોક માર્કેટ છે જેનું મૂલ્ય ૫૦.૮૬ ટ્રિલિયન ડોલર છે આ પછી ચીન ૮.૪૪ ટ્રિલિયન ડોલર સાથે બીજા ક્રમે અને જાપાન ૬.૩૬ ટ્રિલિયન ડોલર સાથે ત્રીજા સ્થાને છે. ભારતમાં વિકાસની ગતિને આગળ વધારવા માટે તમામ બાબતો યોગ્ય છે, જો કે ભારતની આર્થિક વૃદ્વિના વિશ્વાસે ડિસેમ્બર માસમાં ફોરેન ફંડો શેરોમાં મોટાપાયે ખરીદદાર બન્યા બાદ હવે જાન્યુઆરીમાં ફોરેન ફંડો વેચવાલ બન્યા છે ત્યારે હજુ કરેકશન અનિવાર્ય હોવાનું અને ફંડો દરેક ઉછાળે મોટાપાયે નફો મળતાં શેરોમાં પ્રોફિટ બુકિગ કરે એવી શકયતા છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.