Home ગુજરાત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડ્ડાની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં અમદાવાદના મણિનગર ખાતે પશ્ચિમ લોકસભાના...

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડ્ડાની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં અમદાવાદના મણિનગર ખાતે પશ્ચિમ લોકસભાના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

27
0

(જી.એન.એસ),તા.૨૩

અમદાવાદ,

લોકસભા ચૂંટણી-2024 ની પૂર્વતૈયારી ના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વની યોજના મુજબ ગુજરાતની 26 લોકસભા સીટોના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જગત પ્રકાશ નડ્ડા,ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી કરવામાં આવ્યું હતું. અમદાવાદ શહેરની અમદાવાદ પશ્ચિમ લોકસભાના મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ મણિનગર ક્રોસિંગ પાસે કરવામાં આવ્યો તેની સાથેજ આવનારી લોકસભા ચુંટણી માં ભારે બહુમતી થી ફરી એક વાર કમળ ખિલાવીને જીત નો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો.

આ પ્રસંગે ગુજરાત રાજ્ય સરકાર ના કેબિનેટ મંત્રીશ્રી ભાનુબેન બાબરીયા, પ્રદેશ મંત્રી જયશ્રીબેન દેસાઈ, અમદાવાદ શહેરની અમદાવાદ પશ્ચિમ લોકસભાના પ્રભારી અને ધારાસભ્યશ્રી અર્જુનસિંહ ચૌહાણ, સહપ્રભારી અને પૂર્વ ધારાસભ્યશ્રી સુરેશભાઈ પટેલ, અમદાવાદ પશ્ચિમ લોકસભાના સાંસદ ડો. કિરીટભાઈ સોલંકી, મણિનગર ના ધારાસભ્યશ્રી અમૂલભાઈ ભટ્ટ, અમદાવાદ પશ્ચિમ લોકસભામાં સમાવિષ્ટ થતા વિધાનસભાના ધારાસભ્યશ્રીઓ, જિલ્લા અને મંડળોના પક્ષના પદાધિકારીઓ, ચૂંટાયેલા સભ્યો તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભારત સામેની ૫ મેચોની ટેસ્ટ શ્રેણી પહેલા ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમને વધુ એક આંચકો લાગ્યો
Next articleનિફ્ટી ફયુચર ૨૧૩૦૩ પોઈન્ટ મહત્વની સપાટી…!!!