Home વ્યાપાર જગત શેરબજારમાં ટેકનિકલ ખામીને બાદ કરતાં પ્રત્યાઘાતી તેજી તરફી ઉછાળો…!!

શેરબજારમાં ટેકનિકલ ખામીને બાદ કરતાં પ્રત્યાઘાતી તેજી તરફી ઉછાળો…!!

161
0
SHARE

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૪.૦૨.૨૦૨૧ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૪૯૭૫૧.૪૧ સામે ૪૯૭૬૩.૯૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૯૬૪૮.૭૮ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૨૩૨.૩૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૦૩૦.૨૮ પોઈન્ટના ઉછાળા સાથે ૫૦૭૮૧.૬૯ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૭૧૧.૫૫ સામે ૧૪૭૫૫.૧૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૪૭૧૪.૫૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૮૦૯.૫૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૮૫.૨૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૪૯૯૬.૭૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં બે દિવસના નોંધપાત્ર ઘટાડા બાદ ફરી આગેકૂચ જોવા મળી હતી. આગામી દિવસોમાં ફયુચર્સ એન્ડ ઓપ્શન્સમાં ફેબ્રુઆરી વલણના અંત પૂર્વે સપ્તાહની શરૂઆતમાં ફંડો, મહારથીઓએ શેરોમાં ઈન્ડેક્સ બેઝડ ઉછાળે તેજીનો વેપાર હળવો સાથે નોંધપાત્ર ઘટાડા બાદ આજે ફંડોએ નીચી સપાટીએથી બેન્કેક્સ અને ફાઈનાન્સ શેરોની આગેવાનીમાં નવી લેવાલી નોંધાતા આજે ભારતીય શેરબજારમાં ભારે તેજી જોવા મળી હતી.

ભારતીય શેરબજારમાં આજનો દિવસ શ્વાસ થંભાવી દે તેવો રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જમાં આજે મોટી ટેકનિકલ ખામી આવતા ફ્યૂચર એન્ડ ઓપ્શનમાં ટ્રેડિંગ કામગીરી અટકી ગઈ હતી, જોકે ટ્રેડિંગનો સમય વધારવામાં આવતા આજે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી. દેશમાં વિવિધ રાજયોમાં કોરોના સંક્રમણનો નવો દોર શરૂ થઈ જતાં અને કોરોનાના પોઝિટીવ કેસોની સંખ્યામાં મહારાષ્ટ્ર, કેરળ, મધ્ય પ્રદેશ, છત્તિસગઢમાં થઈ રહેલા કેસોની સંખ્યામાં પણ વધવા લાગતાં ફેલાયેલી ચિંતા છતાં ગુજરાતમાં મહાનગરોની પાલિકાઓની ચૂંટણીઓના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીના રેકોર્ડ વિજયે ભારતીય શેરબજારમાં ફરી તેજી તરફી ચાલ આગળ વધી હતી.

બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૭૭% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૦૮% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર યુટિલિટીઝ અને પાવર શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૦૯૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૦૭૫ અને વધનારની સંખ્યા ૧૮૫૭ રહી હતી, ૧૬૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૨૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૪૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારતીય શેરબજારમાં લાંબા સમયથી ઐતિહાસિક અવિરત તેજી બાદ તેજીનો અતિરેક થઈ રહ્યો છે. કોરોના  મહામારી નવા સ્વરૂપમાં વિશ્વમાં ઝડપી ફેલાઈ રહ્યાના અને ખાસ ભારતના રાજયો મહારાષ્ટ્ર, કેરળમાં કોરોનાના નવા સ્વરૂપે ફરી લોકડાઉનની પરિસ્થિતિ ઊભી કરી હોઈ અને અન્ય રાજયોમાં પણ આ મામલે ચિંતાએ આગામી દિવસોમાં દેશમાં આર્થિક ગતિવિધિ અટકવાની અને આર્થિક સંકટ વધવાના એંધાણે સાવચેતી જોવા મળી રહી છે. પરિસ્થિતિ આગામી દિવસોમાં વિકટ બનવાના સંજોગોમાં ભારતીય શેરબજારમાં ઘટાડાની શકયતાને નકારી નહીં શકાય.

કોરોના સંક્રમણના પરિણામે વિશ્વ અત્યારે ત્રસ્ત છે ત્યારે આ પડકારો વચ્ચે ભારત સરકાર દ્વારા અનેક રાહતો -પ્રોત્સાહનોના પગલાં હાલ લેવાઈ રહ્યા છે. આ મહામારીમાંથી ક્યારે મુક્ત થઈ શકાશે એ અનિશ્ચિત છે, ત્યારે આ પ્રવર્તમાન પરિસ્થિતિમાં અર્થતંત્રની ગાડી પુન:પટરી પર લાવવા આડે અનેક પડકારો છે. આવતી કાલે ફયુચર્સ એન્ડ ઓપ્શન્સમાં ફેબ્રુઆરી વલણનો અંત સાથે કોરોના સંક્રમણમાં ફરી થઈ રહેલા વધારા પર ભારતીય શેરબજારની નજર રહેશે. આ સાથે રૂપિયા સામે અમેરિકી ડોલરના મૂલ્યમાં વધઘટ અને ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવો પર નજર રહેશે.

Print Friendly, PDF & Email