Home વ્યાપાર જગત ભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝડ અફડાતફડીના અંતે તેજી તરફી માહોલ યથાવત્…!!

ભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝડ અફડાતફડીના અંતે તેજી તરફી માહોલ યથાવત્…!!

180
0
SHARE

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૮.૦૬.૨૦૨૧ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૨૩૨૩.૩૩ સામે ૫૨૫૬૮.૦૭ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૧૬૦૧.૧૧ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૯૮૫.૩૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૧.૧૨ પોઈન્ટના ઉછાળા સાથે ૫૨૩૪૪.૪૫ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૬૯૨.૧૫ સામે ૧૫૭૫૮.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૫૪૬૫.૧૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૦૮.૯૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૫.૩૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૫૭૨૭.૫૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

દેશમાં કોરોના સંક્રમણમાં ઘટાડો થવા લાગતાં અને વેક્સિનેશન ઝડપી બનતાં અને લોકડાઉનમાંથી દેશ બહાર આવી રહ્યો હોવા સાથે હવે ચોમાસાની ધમાકેદાર શરૂઆત અને ચાલુ વર્ષે ચોમાસું દેશમાં સફળ રહેવાની હવામાન ખાતાની આગાહીને લઈ ભારતીય શેરબજારોમાં આજે ફંડોએ ઘટાડે શોર્ટ કવરિંગની તેજી કરી હતી. ફંડો દ્વારા ગઈકાલે વેચવાલી સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં ઓલ રાઉન્ડ ઓફલોડિંગ કર્યા બાદ આજે ઈન્ડેક્સ બેઝડ શોર્ટ કવરિંગ કર્યું હતું. આ સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં વધ્યામથાળે પ્રોફિટ બુકિંગ કરવાનું ચાલુ રાખ્યું હતું. પેટ્રોલ, ડિઝલના સતત વધતાં જતાં ભાવની નેગેટીવ અસર આગામી દિવસોમાં પડવાની ધારણા છતાં ચોમાસું સફળ રહેવાના અંદાજો અને એના થકી દેશમાં ફરી ગ્રામીણ માંગ નીકળવાની અપેક્ષાએ આજે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.

કોરોના સક્રમણની બીજી લહેર ઘાતક નીવડયા બાદ હવે ત્રીજી લહેરની ચિંતા બતાવાઈ રહી હોવાથી આર્થિક મોરચે દેશ માટે અનેક પડકારો સામે આવવાની પૂરી શકયતા અને બેરોજગારીનું પ્રમાણ ચિંતાજનક વધી રહ્યાના નેગેટીવ પરિબળોને લઈ કેન્દ્ર સરકાર અસરગ્રસ્ત ક્ષેત્રો માટે ફરી સ્ટીમ્યુલસ પેકેજ જાહેર કરવાની તૈયારીમાં હોવાના વડાપ્રધાનના સંકેત છતાં આજે ફંડોએ ઈન્ડેક્સ બેઝડ સાવચેતી બતાવી ભારતીય શેરબજારમાં ભારે અફડાતફડી કરી હતી.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૭૦% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૮૯% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર એફએમસીજી, ટેલિકોમ અને કંઝ્યુમર ડ્યુરેબ્લસ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૩૫૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૦૩૧ અને વધનારની સંખ્યા ૧૧૮૦ રહી હતી, ૧૪૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૮૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૭૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, છેલ્લાં એક વર્ષથી વધુ સમયથી ભારત અને સમગ્ર વિશ્વ કોરોના મહામારીની ગંભીર અસરોમાંથી પસાર થઇ રહ્યું છે જેની અર્થવ્યવસ્થા ઉપર ખૂબ જ માઠી અસરો વર્તાઈ છે. મહામારીને અંકુશમાં લેવા માટે સરકારો દ્વારા લોકડાઉન સહિતના આકરા પગલાની જાહેરાતને પગલે લગભગ તમામ ઉદ્યોગોને જબરદસ્ત ફટકો પડયો હતો જે પછી ઔદ્યોગિક કામગીરીને પુનઃ ટ્રેક ઉપર લાવવા અને આર્થિક વૃદ્ધિને વેગ આપવા માટે સરકાર અને મધ્યસ્થ બેંક દ્વારા રાહત પેકેજની જાહેરાત કરાઈ હતી અને હવે તેની સકારાત્મક અસરો પણ જોવા મળી રહી છે.

ચોમાસું દેશના અન્ય ભાગોમાં આગળ વધવાના અને મેટ્રોલોજિકલ ડિપાર્ટમેન્ટના અહેવાલ સાથે ચાલુ વર્ષે ચોમાસું સફળ રહેવાના અંદાજોએ આગામી સપ્તાહમાં ચોમાસાની પ્રગતિ પર નજર સાથે આગામી દિવસોમાં વૈશ્વિક બનાવો અને અમેરિકન બજારના સંકેતો તેમજ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો અને સ્થાનિક રોકાણકારો દ્વારા કરનારા રોકાણ ઉપરાંત અમેરિકન ડોલર સામે રૂપિયાની સ્થિતિ તથા ક્રૂડ ઓઈલના ભાવો પર ભારતીય શેરબજારની નજર રહેશે.

Print Friendly, PDF & Email