Home વ્યાપાર જગત - BUSINESS નિફ્ટી ફયુચર ૨૧૯૦૯ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

નિફ્ટી ફયુચર ૨૧૯૦૯ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૮.૦૪.૨૦૨૪ ના રોજ

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૨૯૪૩.૬૮ સામે ૭૩૧૮૩.૧૦ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૨૩૬૫.૬૭ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૧૧૦૭.૩૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૫૪.૬૯ પોઈન્ટના ઘટાડા સાથે ૭૨૪૮૮.૯૯ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૨૨૦૦.૭૫ સામે ૨૨૨૨૯.૯૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૨૦૨૭.૫૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૩૧૫.૩૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૧૯.૮૫ પોઈન્ટના ઘટાડા સાથે ૨૨૦૮૦.૯૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

આર્થિક આંકડાઓમાં મજબૂતી સાથે કોર્પોરેટ ત્રિમાસિક પરિણામો પોઝિટીવ રહેવાના આશાવાદ સાથે આવતીકાલથી લોકસભા ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થવા જઈ રહ્યું ત્યારે વોટિંગ પોલના આધારે અપેક્ષિત સરકાર બનવાની શક્યતાને ધ્યાનમાં રાખતાં રોકાણકારોએ નીચા મથાળે ખરીદી કરતા શરૂઆતી તબક્કામાં બજારમાં સુધારો જોવા મળ્યો છે. જો કે વૈશ્વિક સ્તરે ઈરાન દ્વારા ગત સપ્તાહના અંતે ઈઝરાયેલ પર ડ્રોન, મિસાઈલ હુમલા બાદ ઈઝરાયેલે વળતો પ્રહાર કરવાના કરેલા નિર્ધાર અને અમેરિકા, યુરોપના દેશોના યુદ્વને વકરતું અટકાવવાના પ્રયાસો વિફળ નીવડી રહ્યા હોઈ બન્ને દેશો વચ્ચે યુદ્વ થવાના સંકેતે આજે વૈશ્વિક બજારો પાછળ ભારતીય શેરબજારોમાં સતત ત્રીજા ટ્રેડીંગ દિવસે ફંડોએ ઓફલોડિંગ કર્યું હતું.

ફંડોની કંઝ્યુમર ડ્યુરેબલ્સ, એનર્જી, હેલ્થકેર, બેન્કેકસ શેરોમાં એચડીએફસી બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, એક્સિસ બેન્ક અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા સહિતમાં હેમરીંગે અને એફએમસીજી શેરોમાં આઈટીસી લિ. તેમજ ટાઈટન કંપની લિ., ટાટા મોટર્સ, એનટીપીસી લિ. ફ્રન્ટલાઈન શેરોમાં સેલિંગે અને હેવીવેઇટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સહિતમાં મોટી વેચવાલીએ બીએસઈ સેન્સેક્સ તેની ૯, એપ્રિલ ૨૦૨૪ની ૭૫૧૨૪.૨૮ પોઈન્ટની સર્વોચ્ચ સપાટીથી પાંચ ટ્રેડીંગ દિવસમાં જ અંદાજીત ૨૬૩૬ પોઈન્ટ એટલે કે ૩.૫% ઘટીને બીએસઈ સેન્સેક્સે ૭૨૫૦૦ પોઈન્ટની જ્યારે નિફટી ફ્યુચરએ ૨૨૧૦૦ પોઈન્ટની સપાટી ગુમાવી હતી.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૩૯% ઘટીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૦૬% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ટેલિકોમ્યુનિકેશન અને ટેક શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૯૨૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૯૩૪ અને વધનારની સંખ્યા ૧૮૬૩ રહી હતી, ૧૩૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં ભારતી એરટેલ ૪.૧૫%, પાવર ગ્રિડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ૨.૧૩%, ઈન્ફોસિસ ૦.૪૧% અને લાર્સન એન્ડ ટ્રુબ્રો ૦.૧૬% વધ્યા હતા, જ્યારે નેસ્ટલે ઈન્ડિયા ૩.૩૧%, ટાઈટન ૩.૩૧%, એક્સિસ બેન્ક ૨.૭૨%, એનટીપીસી ૨.૧૯% અને ટાટા મોટર્સ ૨.૧૨% ઘટ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સાથે મીડકેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૧.૫૩ લાખ કરોડ ઘટીને ૩૯૨.૮૯ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૪ કંપનીઓ વધી અને ૨૬ કંપનીઓ ઘટી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, ફુગાવો ફેડરલના બે ટકાના ટાર્ગેટ તરફ જઈ રહ્યાનું વર્તમાન વર્ષના પ્રારંભથી જણાતું હતું જેને કારણે વ્યાજ દરમાં ઘટાડો થવાની ચર્ચા શરૂ થઈ હતી પરંતુ છેલ્લા કેટલાક સમયથી ભાવનું દબાણ ઊલટી દિશામાં વધી રહ્યાનું જણાય છે. અમેરિકન ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલ તથા અન્ય કેટલાક ટોચના અધિકારીઓએ અમેરિકામાં વ્યાજ દરમાં કયારે ઘટાડો કરાશે તે અંગે કંઈપણ સંકેત આપવાનું ટાળ્યું હતું એટલું જ નહીં નાણાં નીતિમાં સખતાઈ લાંબો સમય ચાલુ રાખવાની આવશ્યકતા હોવાનું જણાવ્યું હતું. ફેડરલ રિઝર્વના આ વલણથી અમેરિકામાં વર્તમાન વર્ષમાં વ્યાજ દર ઘટવાની આશા પર પાણી ફરી વળ્યું છે.

વર્તમાન વર્ષમાં વ્યાજ દરમાં પોણા ટકા કપાતના અગાઉ સંકેત અપાયા હતા. આ ઘટાડો જૂનની બેઠકથી શરૂ થવાની ધારણાં હતી જે હવે લંબાઈ ગઈ છે. તાજેતરના ડેટા અમને ખાસ વિશ્વાસ અપાવતા નથી અને વિશ્વાસ મેળવવા અપેક્ષા કરતા લાંબો સમય લાગશે તેવા સંકેત મળી રહ્યા છે. લેબર માર્કેટની મજબૂતાઈ તથા ફુગાવામાં પ્રગતિને જોતા સખત નીતિને તેની અસર બતાવવા હજુ થોડો સમય આપવાની આવશ્યકતા છે અને ડેટા તથા ઊભરી રહેલા આઉટલુક પર નજર રાખતા ફેડરલ ઓપન માર્કેટ કમિટિની હવે પછીની બેઠકમાં વ્યાજ દર જળવાઈ રહેવાની શકયતા છે.

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.

ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

email :- hellonikhilbhatt@gmail.com

Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous article300 રૂપિયાની ચોરી કરતા કેદીને 5 મહિનાની સજા, જેનો જેલમાં ખાવા પાછળ થનાર ખર્ચ રૂ.1 લાખ 20 હજાર
Next articleપશ્ચિમ બંગાળમાં રામનવમી શોભાયાત્રા પર પથ્થર મારો, અનેક લોકો ઘાયલ થયા
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.