રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૭.૦૮.૨૦૨૧ ના રોજ…..
સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૫૫૮૨.૫૮ સામે ૫૫૫૬૫.૬૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૫૩૮૬.૪૯ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૬૮.૩૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૦૯.૬૯ પોઈન્ટના ઉછાળા સાથે ૫૫૭૯૨.૨૭ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૬૫૫૯.૪૫ સામે ૧૬૫૪૩.૧૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૬૪૮૩.૭૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૨૬.૩૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૪૨.૭૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૬૬૦૨.૨૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની સરૂઆત સાવચેતીએ થઈ હતી. કોરોના સંક્રમણની ત્રીજી લહેર ખાસ ચિંતાજનક નહીં રહેવાના અહેવાલ અને દેશમાં ચોમાસાની સારી પ્રગતિ સાથે અનલોકમાં ભારતના વિવિધ ભાગોમાં ફરી ઔદ્યોગિક-આર્થિક પ્રવૃતિ ઝડપી વધી રહ્યાના પોઝિટીવ પરિબળ અને કોર્પોરેટ ઈન્ડિયાની જૂન ૨૦૨૧ના અંતના ત્રિમાસિકની સારી કામગીરીની પોઝિટીવ અસરે આજે ભારતીય શેરબજારોમાં સેન્સેક્સ, નિફટી બેઝડ તેજી આગળ વધી હતી.
મોદી સરકાર દ્વારા દેશમાં આર્થિક સુધારાને આગળ વધારવાના નિર્ધાર અને ડિસઈન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામમાં ઝડપી આગળ વધવાના સંકેત સાથે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની શેરોમાં અવિરત ખરીદીએ સેન્સેક્સ, નિફટી નવી ઊંચાઈના વિક્રમો સર્જતા રહી આજે નવા શિખરે પહોંચ્યા હતા. આંતરરાષ્ટ્રીય મોરચે અફઘાનિસ્તાનમાં સત્તા પલટા સાથે પરિસ્થિતિ સ્ફોટક બની રહી હોઈ વિશ્વની નજર અત્યારે અફઘાનિસ્તાન પર રહી હોવા સાથે ભારત માટે પણ આ પરિસ્થિતિ અત્યંત મહત્વની હોઈ ફંડોએ તેજી કર્યા છતાં ઉછાળે મોટી તેજીમાં સાવચેતી બતાવી પ્રોફિટ બુકિંગ કર્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૭૧% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૩૦% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર બેઝિક મટિરિયલ્સ, એનર્જી, ફાઈનાન્સ, ઈન્ડસ્ટ્રિયલ્સ, ટેલિકોમ, ઓટો, બેન્કેક્સ, કેપિટલ ગુડ્સ, મેટલ અને રિયલ્ટી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૨૮૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૦૩૬ અને વધનારની સંખ્યા ૧૧૩૬ રહી હતી, ૧૧૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૩૮૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૫૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા….
મિત્રો, માર્ચ ૨૦૨૦ બાદ દેશમાં વેપાર પ્રવૃત્તિમાં થયેલ ઘટાડા બાદ ચાલુ નાણાકીય વર્ષના ૧૫ ઓગસ્ટના સમાપ્ત થયેલા સપ્તાહમાં દેશમાં વેપાર પ્રવૃત્તિ પ્રથમ વખત કોરોના પહેલાના કાળના સ્તર કરતા વધી ગયાનું જોવા મળ્યું હતું. નોમુરા ઈન્ડિયા બિઝનેસ રિઝમ્પશન ઈન્ડેકસ જે દર સપ્તાહે જાહેર કરવામાં આવે છે તે વધીને ૧૦૧.૨૦ પહોંચી ગયો હતો. ૧૫ ઓગસ્ટ પહેલાના સપ્તાહમાં ઈન્ડેકસ વધી ૯૯.૬૦ રહ્યો હતો. ગત સપ્તાહમાં પ્રથમ જ વખત ઈન્ડેકસે કોરોના પહેલાની સપાટીને વટાવી છે.
વર્ષ ૨૦૨૦ના એપ્રિલમાં લોકડાઉન જાહેર થવાની સાથે જ ઈન્ડેકસ તૂટી પડયો હતો. જો કે લોકડાઉન ખૂલી ગયા બાદ તે તબક્કાવાર વધવા લાગ્યો હતો. પરંતુ કોરોનાની બીજી લહેરને કારણે તેમાં ફરી ઘટાડો જોવા મળ્યો હતો. કોરોનાની બીજી લહેર જલદીથી ધીમી પડી જતા, ઈન્ડેકસ ફરી વધવા લાગ્યો છે. જુલાઈ તથા ઓગસ્ટમાં ઈન્ડેકસમાં મજબૂતાઈનો અર્થ વર્તમાન કેલેન્ડર વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળામાં વેપાર પ્રવૃત્તિમાં રિબાઉન્ડ જોવા મળવા સંભવ છે. કોરોનાની બીજી લહેર બાદ દેશના મોટાભાગના રાજ્યોમાં વેક્સિનેશન કાર્યક્રમમાં ઝડપને પરિણામે લોકડાઉન હળવા કરાયા છે, જેને પરિણામે વેપાર પ્રવૃત્તિમાં વધારો થયો છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.