Home વ્યાપાર જગત - BUSINESS નિફ્ટી ફયુચર ૧૯૬૦૬ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

નિફ્ટી ફયુચર ૧૯૬૦૬ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

31
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૬.૦૮.૨૦૨૩ ના રોજ…

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૬૫૪૦૧.૯૨ સામે ૬૫૨૩૮.૬૭ પોઈન્ટના મથાળેથી ખુલીને ૬૫૦૩૨.૮૯ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૭૨.૮૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૩૭.૫૦ પોઈન્ટના ઉછાળા સાથે ૬૫૫૩૯.૪૨ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૯૪૭૮.૩૫ સામે ૧૯૪૦૦.૪૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૯૩૫૨.૫૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૫૨.૮૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૬.૨૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૯૪૮૪.૫૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

બુધવારે સવારે વૈશ્વિક રાહે નીચે ગેપમાં ખુલ્યા બાદ સ્થાનિક શેરબજાર બપોરે ૧ વાગ્યા બાદ આઈટી, ટેકનો અને રિયલ્ટી શેરોની લેવાલીના સહારે ફરી ગ્રીન ઝોનમાં આવી ગયું હતું અને સેશનના અંતે ગ્રીન ઝોનમાં બંધ રહ્યું હતું. બીએસઈ સેન્સેક્સ પેકમાં આજે સૌથી વધુ અલ્ટ્રાકેમ્કોના શેરોમાં સૌથી વધુ ૨.૪૪%નો ઉછાળો જોવા મળ્યો હતો અને આજે વધીને બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં એનટીપીસી, ટાટા મોટર્સ, ઈન્ફોસિસ, પાવરગ્રીડ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને લાર્સન એન્ડ ટુબ્રોનો સમાવેશ થાય છે. જયારે, બીએસઈ સેન્સેક્સ પેકમાં આજે ટાટા સ્ટીલના શેરો સૌથી વધુ ૧.૭૬% ઘટ્યા હતા. આજે રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં ભારતી એરટેલ, બજાજ ફિનસર્વ, એક્સિસ બેન્ક, બજાજ ફાઈનાન્સ, જેએસડબલ્યૂ સ્ટીલ, ઈન્ડસઈન્ડ બેન્ક, એચડીએફસી બેન્ક અને કોટક બેન્કનો સમાવેશ થાય છે.

એનએસઈ નિફ્ટીમાં આજે મુખ્ય શેરોમાં સૌથી વધુ અપોલો હોસ્પિટલના શેરોમાં સૌથી વધુ ૨.૬૦%નો ઉછાળો જોવા મળ્યો હતો. આજે ગ્રીન ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં અલ્ટ્રાકેમ્કો, એનટીપીસી, ઈન્ફોસિસ અને ટાટા મોટર્સનો સમાવેશ થાય છે. બીજી તરફ નિફ્ટીમાં આજે સૌથી વધુ ટાટા સ્ટીલના શેરમાં ૧.૯૦%નો ઘટાડો નોંધાયો હતો. આજે રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં અદાણી પોર્ટ, હિન્દાલ્કો, એચડીએફસી લાઈફ અને ભારતી એરટેલનો સમાવેશ થાય છે.

ભારતીય શેરબજારમાં આજે સ્ટોક સ્પેસિફિક મુવમેન્ટને કારણે ભારે ઉતાર – ચઢાવ જોવા મળ્યા હતા અને વૈશ્વિક અનિશ્ચિતતા અને એફઆઈઆઈની સતત વેચવાલીને કારણે ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. જોકે, યુટિલિટીઝ, રિયલ્ટી, પાવર, આઈટી, ઈન્ડસ્ટ્રિયલ્સ અને હેલ્થકેર શેરોમાં લેવાલીએ આજે બીએસઈ સેનસેક્સ ૧૩૭ પોઈન્ટ, જ્યારે નિફ્ટી ફ્યુચર ૬ પોઈન્ટ વધીને બંધ રહ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઉછાળા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન વધીને રૂ.૩૦૪.૪૮ લાખ કરોડ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૨૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫૨% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર મેટલ, ટેલિકોમ્યુનિકેશન, બેન્કેક્સ, ફાઈનાન્સિયલ સર્વિસિસ, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને કમોડિટીઝ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૭૫૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૭૮૩ અને વધનારની સંખ્યા ૧૮૪૭ રહી હતી, ૧૨૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.

બજારની ભાવિ દિશા….

મિત્રો, વિશ્વ ફરી નવા આર્થિક – વૈશ્વિક વેપાર પડકારોથી ઘેરાવા લાગ્યું છે. બીજી તરફ અમેરિકાએ પણ ચાઈનાને વિશ્વ માટે ટિકિંગ ટાઈમ બોમ્બ ગણાવીને ખતરાની ઘંટી વગાડી મહત્વના ટેકનોલોજી ક્ષેત્રોમાં ચાઈનાને પ્રતિબંધિત કરવાનું અને એના માટે રોકાણ અમેરિકાની કંપનીઓ માટે રોકાણ મર્યાદા લાદવાના લીધેલા પગલાં વૈશ્વિક વેપાર સંધિ ભંગાણ આગામી દિવસોમાં વધવાના અને ઘર્ષણો પણ વધવાના એંધાણ મળી રહ્યા છે. આ સાથે ચાઈના ડિફલેશનમાં ફસડાઈ પડયું હોઈ આર્થિક મોરચે સંકટોથી ઘેરાઈ રહ્યું છે. જેને લઈ આગામી દિવસોમાં ફરી જીઓપોલિટીકલ ટેન્શન વધી શકે છે.

ભારત આ વૈશ્વિક પડકારોથી અત્યાર સુધી ઘણેખરે અંશે અલિપ્ત રહી તેજીની દોટ લગાવતું રહ્યું છે. પરંતુ બદલાતા વૈશ્વિક પ્રવાહોમાં સંભવિત ઉથલપાથલ કે જીઓપોલિટીકલ ટેન્શનના સંજોગોમાં કરેકશન મોટું આવી શકે છે. જેથી ક્વોલિટી શેરો પૂરતું રોકાણ જાળવી બાકી ઉછાળે વેચીને હળવા થતાં રહેવું સલાહભર્યું છે. ગત સપ્તાહના અંતે ફોરેન ફંડોનું શેરોમાં મોટાપાયે ઓફલોડિંગ થયું છે. જ્યારે સ્થાનિક ફંડોની ખરીદી મર્યાદિત બની છે. જેથી સાવચેત રહેવું જરૂરી છે. આગામી દિવસોમાં ચોમાસાની પ્રગતિ સાથે અમેરિકી ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં વધઘટ અને ક્રુડ ઓઈલના ભાવ પર ભારતીય શેરબજારની નજર રહેશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઆ ક્રિકેટરે 26 વર્ષની ઉંમરે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી
Next articleદૈનિક રાશિફળ (તા.૧૮-૦૮-૨૦૨૩)
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.