રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૪.૦૬.૨૦૨૧ ના રોજ…..
સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૨૪૭૪.૭૬ સામે ૫૨૪૯૨.૩૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૧૯૩૬.૩૧ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૬૫૪.૬૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૭૬.૭૭ પોઈન્ટના ઉછાળા સાથે ૫૨૫૫૧.૫૩ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૮૧૭.૩૦ સામે ૧૫૭૨૮.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૫૬૩૦.૬૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૧૭.૪૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૮.૭૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૫૮૩૬.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
કોરોનાની બીજી લહેર શાંત પડતાં અને દેશભરમાં કોરોનાને કેસોમાં થઈ રહેલા ઝડપી ઘટાડા સાથે દેશ અનલોકમાં આવી આર્થિક ગતિવિધિ વધવા લાગતાં પુન:આર્થિક વિકાસ વધવાના અંદાજો વચ્ચે દેશમાં ચોમાસું વહેલું આવી પહોંચી મહારાષ્ટ્ર સહિતના રાજયોમાં આગળ વધી રહ્યું હોઈ અને ચાલુ વર્ષે ચોમાસું સફળ રહેવાના મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટના અંદાજોની પોઝિટીવ અસરે અને પ્રોત્સાહક કોર્પોરેટ પરિણામો પાછળ આજે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું. સેન્સેક્સ-નિફ્ટી ફ્યુચર ઐતિહાસિક ટોચ પર છતાં મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં નબળાઈ રહેતા માર્કેટ બ્રેડ્થ નેગેટિવ જોવા મળી હતી.
સપ્તાહના પ્રથમ દિવસે પ્રારંભિક તબક્કામાં NSDL દ્વારા અદાણી ગ્રૂપની ચાર કંપનીઓમાં અંદાજીત રૂ.૪૩,૫૦૦ કરોડના શેર ધરાવનાર ત્રણ વિદેશી ફંડો – અલબુલા ઇન્વેસ્ટમેન્ટ ફંડ, ક્રિસ્ટા ફંડ અને APMS ઇન્વેસ્ટમેન્ટ ફંડ દ્વારા ઓનરશિપ અંગે પૂરતી જાણકારી ન આપવાના કારણે એકાઉન્ટ પર રોક લગાવતા અદાણી ગ્રુપ ઓફ કંપનીઝના તમામ શેરોમાં નીચલા સર્કિટ નોંધાતા ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલી જોવા મળી હતી. ત્રણેય સંયુક્ત રૂપે અદાણી એન્ટરપ્રાઈઝમાં ૬.૮૨%, અદાણી ટ્રાન્સમિશનમાં ૮.૦૩%, અદાણી ટોટલ ગેસમાં ૫.૯૨% અને અદાણી ગ્રીનમાં ૩.૫૮%નું રોકાણ ધરાવે છે.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૬૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૬% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર બેઝિક મટિરિયલ્સ, એનર્જી, એફએમસીજી, હેલ્થકેર, આઈટી, કંઝ્યુમર ડ્યુરેબ્લસ, ઓઈલ એન્ડ ગેસ અને ટેક શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૮૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૫૬ અને વધનારની સંખ્યા ૧૬૬૦ રહી હતી, ૧૬૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૪૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૫૫૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારતીય શેરબજારમાં ગત સપ્તાહના અંતે સેન્સેક્સ અને નિફ્ટી ફ્યુચરે નવો રેકોર્ડ રચ્યા હતા, ઉપરાંત સ્મોલકેપ અને મિડકેપ શેરોમાં ફુલ ગુલાબી તેજી જોવા મળી હતી. સરકાર હસ્તકના આર્થિક બાબતોના વિભાગ દ્વારા મહામારીની બીજી લહેરની અસર ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક સુધી સીમિત રહેવાના નિવેદનની બજાર પર સાનુકૂળ અસર થવા પામી હતી. આ ઉપરાંત વૈશ્વિક સાનુકૂળ સંકેતો અને કોરોનાના કેસમાં ઘટાડાએ બજારને ટોનિક પૂરું પાડયું હતું. ગત સપ્તાહના અંતે સેન્સેક્સ અને નિફ્ટીમાં અંદાજીત ૧% આસપાસ સુધારો નોંધાયો હતો. જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૩.૫% અને મિડકેપમાં ૧.૮% નો સુધારો નોંધાયો હતો.
મારા મતે ઉદ્ભવેલ તેજીના આ નવા તબક્કામાં સ્મોલ- મિડકેપ શેરોની તેજી સંદર્ભે સાવચેતી રાખવાનું સૂચન છે, આ ક્ષેત્રના શેરોની તેજી ચિંતા ઉપજાવનારી છે. આ સંજોગોમાં આ ક્ષેત્રના શેરોમાં નવું રોકાણ કરતા પૂર્વે સાવચેતી રાખવી જરૂરી બની રહેશે. આગામી દિવસોમાં વેક્સિનેશનની કામગીરી, અર્થતંત્રની વૃદ્ધિ તેમજ યુએસ એફઓએમસીની બેઠક તરફ ભારતીય શેરબજાર નજર છે. આ તમામ ગતિવિધિ વચ્ચે બજારમાં ભારે અફડાતફડી જોવા મળી શકે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.