Home વ્યાપાર જગત વિદેશી સંસ્થાઓની અવિરત લેવાલીએ ભારતીય શેરબજાર ઐતિહાસિક સપાટીએ…!!

વિદેશી સંસ્થાઓની અવિરત લેવાલીએ ભારતીય શેરબજાર ઐતિહાસિક સપાટીએ…!!

SHARE

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૧.૦૬.૨૦૨૧ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૨૩૦૦.૪૭ સામે ૫૨૪૭૭.૧૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૨૩૮૮.૯૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૫૨.૫૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૭૪.૨૯ પોઈન્ટના ઉછાળા સાથે ૫૨૪૭૪.૭૬ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૭૫૧.૨૫ સામે ૧૫૮૦૯.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૫૭૬૦.૧૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૯૫.૭૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૬૯.૯૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૫૮૨૧.૧૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

ભારતીય શેરબજારમાં સપ્તાહના અંતિમ દિવસે ટ્રેડિંગની શરૂઆત ઉછાળા સાથે થઈ હતી. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો કોરોના મહામારી બાદ ભારતીય શેરબજારના અર્થતંત્રમાં ઝડપી રિકવરીનો અંદાજ મૂકીને આગામી દિવસોમાં કોર્પોરેટ ઈન્ડિયાની કામગીરી સારી નીવડવાની અપેક્ષાએ સતત નવી ખરીદી કરીને આજે બીએસઇ સેન્સેક્સે અને નિફટીએ ઐતિહાસિક નવી ટોચ બનાવી વિક્રમ સર્જયો હતો. દેશમાં કોરોના સંક્રમણમાં ઘટાડો થવા લાગતાં અને વેક્સિનેશન ઝડપી બનતાં અને લોકડાઉનમાંથી દેશ બહાર આવી રહ્યો હોવા સાથે હવે ચોમાસાની ધમાકેદાર શરૂઆત અને ચાલુ વર્ષે ચોમાસું દેશમાં સફળ રહેવાની હવામાન ખાતાની આગાહીને લઈ ભારતીય શેરબજારોમાં આજે સપ્તાહના અંતે ફંડોએ તેજી કરી હતી.

ચોમાસું સફળ રહેવાના અંદાજો અને એના થકી દેશમાં ફરી ગ્રામીણ માંગ નીકળવાની અપેક્ષા અને ઓટોમોબાઈલ ક્ષેત્રે વાહનોની ખરીદી વધવાના અંદાજો સાથે ધિરાણ માંગ પણ વધવાના અંદાજો વચ્ચે ફંડોએ શેરોમાં મોટાપાયે ખરીદી કરીને બીએસઇ સેન્સેક્સે ૫૨,૫૧૬ પોઈન્ટની સપાટી કુદાવી ૫૨,૬૪૧ પોઈન્ટની અને નિફ્ટી ફ્યુચરે ૧૫૮૫૫ પોઈન્ટની નવી ઐતિહાસિક ઊંચાઈ નોંધાવી હતી.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૪૦% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર મેટલ, આઇટી અને ટેક શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ સમાન્ય વધઘટ સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૩૨૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૧૦ અને વધનારની સંખ્યા ૧૭૭૬ રહી હતી, ૧૪૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૬૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૯૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, કોરોના મહામારીના કારણે વિશ્વના અનેક દેશોના અર્થતંત્ર પર પ્રતિકૂળ અસર પડી છે. ભારતમાં મહામારીનો બીજો તબક્કો ઝડપથી પ્રસરવા સાથે ઘાતક પૂરવાર થયો છે. આ પ્રતિકૂળતાને અંકુશમાં લાવવા દેશના મોટા ભાગના રાજ્યોમાં લોકડાઉન અમલી બનતા ફરી એકવાર આર્થિક ગતિવિધીઓ રૂંધાઈ જવા પામી છે. જો કે, હાલ તેમાં છૂટછાટ અપાઈ હોવા છતાં આર્થિક ગતિવિધીઓ સંપૂર્ણ રીતે ધમધમતું થવામાં સમય નીકળી જશે.

કોવિડ મહામારી વચ્ચે પણ શેરબજારમાં જળવાઈ રહેલી તેજી એ એક આશ્ચર્યજનક બાબત છે. એક તરફ અર્થતંત્રની વૃદ્ધિ ધીમી છે અને બજારમાં તેજી આગળ વધતી હોવાના કારણે રિઝર્વ બેંક દ્વારા ભારતીય શેરબજારની તેજીનો પરપોટો ગમે ત્યારે ફૂટવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છતાં નવી લેવાલીએ ભારતીય શેરબજારે નવા વિક્રમની રચના કરી છે પણ બજારની તેજીની ચાલ આડે અનેક અવરોધ ઉભા છે, જેમાં સૌથી મોટો મુદ્દો સતત વધતા ફુગાવાનો છે. આ ઉપરાંત વેક્સિનેશન પ્રોગ્રામની ધીમી ગતિની પણ આગામી સમયમાં અસર જોવા મળે તેવી સંભાવના છે. વિવિધ કોમોડિટીના ભાવમાં એકધારી તેજીની અસરના કારણે માંગમાં ઘટાડો થવા સાથે ઉદ્યોગોને પણ અસર થશે. આ ઉપરાંત આર્થિક ગતિવિધિ રૂંધાતા બેન્કિંગ અને એનબીએફસીની નાણાંકીય તંદુરસ્તી ખરડાય તેવી સંભાવના છે. આમ, આ સંજોગોમાં રોકાણકારોએ સાવચેતીનું વલણ અપનાવવું જરૂરી પુરવાર થશે.

Print Friendly, PDF & Email