Home વ્યાપાર જગત - BUSINESS નિફ્ટી ફયુચર ૧૯૩૦૩ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

નિફ્ટી ફયુચર ૧૯૩૦૩ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

33
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૪.૦૮.૨૦૨૩ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૬૫૩૨૨.૬૫ સામે ૬૫૧૫૩.૦૨ પોઈન્ટના મથાળેથી ખુલીને ૬૪૮૨૧.૮૮ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૬૯૫.૯૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૭૯.૨૭ પોઈન્ટના ઉછાળા સાથે ૬૫૪૦૧.૯૨ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૯૫૦૪.૩૫ સામે ૧૯૪૪૯.૮૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૯૩૧૬.૮૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૮૯.૪૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૬.૦૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૯૪૭૮.૩૫ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

ચીનના આર્થિક ડેટા જાહેર થતા અગાઉ એશિયાના માર્કેટની નરમાઈને કારણે સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજાર પર પણ તેની અસર જોવા મળી હતી અને સ્થાનિક શેરબજાર નીચે ગેપમાં ખુલ્યું હતું. વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાને કારણે રોકાણકારોનું સેન્ટિમેન્ટ ખરડાતા આજે બીએસઈ મિડકેપ અને બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સમાં પણ ભારે વેચવાલી જોવા મળી હતી. આજે સવારે સાર્વત્રિક વેચવાલીથી બીએસઈ સેન્સેક્સ અંદાજીત ૪૦૦ પોઈન્ટ્સ ઘટીને ટ્રેડ થઈ રહ્યો હતો જ્યારે નિફ્ટી ફ્યુચર ૧૭૦ પોઈન્ટ ઘટીને ટ્રેડ થઈ રહી હતી, જો કે અતે ફંડો દ્વારા નીચા મથાળે આઈટી, ટેકનો અને એફએમસીજી શેરોમાં ભારે લેવાલી નોંધાતા આજે દિવસની નીચી સપાટીથી બીએસઈ સેન્સેક્સમાં અંદાજીત ૫૦૮ પોઈન્ટની રિકવરી જોવા મળી હતી ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.

બીએસઈ સેન્સેક્સ પેકમાં આજે સૌથી વધુ ઈન્ફોસિસના શેરોમાં સૌથી વધુ ૧.૫૮%નો ઉછાળો જોવા મળ્યો હતો અને આજે વધીને બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં રિલાયન્સ, આઈસીઆઈસીઆઈ બેન્ક, હિન્દુસ્તાન યૂનિલિવર, લાર્સન એન્ડ ટુબ્રો અને એશિયન પેઈન્ટ્સનો સમાવેશ થાય છે, જયારે સેન્સેક્સ પેકમાં આજે જેએસડબલ્યૂ સ્ટીલના શેરો સૌથી વધુ ૨.૪૭ ઘટ્યા હતા. આજે રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં એસબીઆઈ, ટાટા સ્ટીલ, બજાજ ફિનસર્વ, અલ્ટ્રાકેમ્કો, ઈન્ડસઈન્ડ બેન્ક, ટાટા મોટર્સ, બજાજ ફાઈનાન્સ, એચડીએફસી બેન્ક અને ભારતી એરટેલનો સમાવેશ થાય છે.

એનએસઈ નિફ્ટીમાં આજે મુખ્ય શેરોમાં સૌથી વધુ ડિવિસ લેબના શેરોમાં સૌથી વધુ ૧.૭૮%નો ઉછાળો જોવા મળ્યો હતો. આજે ગ્રીન ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં ઈન્ફોસિસ, એલટીઆઈએમ, હિન્દુસ્તાન યૂનિલિવર અને રિલાયન્સનો સમાવેશ થાય છે. બીજી તરફ નિફ્ટીમાં આજે સૌથી વધુ અદાણી એન્ટરપ્રાઈઝિસના શેરમાં ૩.૬૪%નો ઘટાડો નોંધાયો હતો. આજે રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં જેએસડબલ્યૂ સ્ટીલ, હિન્દાલ્કો, એસબીઆઈ અને અદાણી પોર્ટનો સમાવેશ થાય છે.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૪૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫૦% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર આઈટી, એફએમસીજી અને ટેક શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૮૯૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૧૭૪ અને વધનારની સંખ્યા ૧૫૫૩ રહી હતી, ૧૬૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.

બજારની ભાવિ દિશા….

મિત્રો, કોર્પોરેટ પરિણામોની સીઝન એકંદર પ્રોત્સાહક રહેવા સાથે ચોમાસાની સારી પ્રગતિ સહિતના પોઝિટીવ પરિબળો બજારના સેન્ટીમેન્ટ માટે સારા સંકેત છે પરંતુ અતિની ગતિ અને ઝડપની મજા અકસ્માતના સંજોગોમાં મોટી સજા બની શકે છે. એટલે શેરોની પસંદગીમાં ખૂબ જ તકેદારી રાખવી અને માતબર વળતર મળી રહેતાં નફાની તારવણી કરતાં રહેવું પણ સલાહભર્યું છે. ઉછાળા છેતરામણા નીવડી શકે છે. આ સાથે વૈશ્વિક બેંકિંગ, ફાઈનાન્સ ક્ષેત્રો સર્જાઈ રહેલા નવા ડેવલપમેન્ટ પર વૈશ્વિક બજારોમાં હજુ સંભવિત ઉથલપાથલની ભારતીય બજારો પર કેવી અસર પડી શકે અને જાપાનીઝ યેન, ભારતીય રૂપિયા સામે અમેરિકી ડોલરના મૂલ્યમાં શરૂ થયેલું ધોવાણ નિફટી, સેન્સેક્સ બેઝડ વૈશ્વિક બજારો કેટલું તોફાન મચાવી શકે એના પર ખાસ નજર રહેશે.

સારા ફંડામેન્ટલ ધરાવતી અને સારા પરિણામ આપનારી સ્મોલ કેપ અને મિડ કંપનીઓના સિલેક્ટીવ શેરો બજારની ઈન્ડેક્સ બેઝડ ચાલથી વિપરીત સારૂ પરફોર્મ કરતાં જોવાય. જેથી સારા વળતર માટે સ્ટોક સ્પેસિફિક સિલેક્ટીવ અભિગમ અપનાવવો સલાહભર્યું છે. આગામી દિવસોમાં અમેરિકી ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં વધઘટ, ફોરેન ફંડોના રોકાણ પ્રવાહ સાથે સ્થાનિક લોકલ ફંડોની શેરોમાં કેટલી વેચવાલી રહે છે એના પર નજર અને વૈશ્વિક બજારોના ટ્રેન્ડ પર નજર વચ્ચે સેન્સેક્સ અને નિફટી ફ્યુચરમાં અફડા – તફડી જોવા મળી શકે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleદૈનિક રાશિફળ (તા.૧૫-૦૮-૨૦૨૩)
Next articleચોમાસુ-૨૦૨૩
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.