રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૨.૦૮.૨૦૨૧ ના રોજ…..
સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૪૫૨૫.૯૩ સામે ૫૪૬૪૧.૨૨ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૪૫૩૬.૬૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૩૭.૪૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૧૮.૦૫ પોઈન્ટના ઉછાળા સાથે ૫૪૮૪૩.૯૮ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૬૨૮૩.૩૫ સામે ૧૬૩૦૮.૨૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૬૨૮૭.૫૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૮૧.૪૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૮૧.૬૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૬૩૬૫.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત મજબૂતીએ થઈ હતી. સ્થાનિક સ્તરે કોરોનાના સંક્રમણમાં ફરી થવા લાગેલા વધારાને લઈ આર્થિક મોરચે પણ ચિંતાની નેગેટીવ અસર અને ચોમાસા મામલે દેશમાં ગુજરાત સહિતના રાજયોમાં ચિંતા અને દેશમાં બેરોજગારીની વધી રહેલી સમસ્યા અને ફુગાવા-મોંઘવારીમાં થઈ રહેલા અસહ્ય વધારાને લઈ ચિંતાએ સતત વેચવાલી બાદ આજે વૈશ્વિક સ્તરે સકારાત્મક સંકેતે રોકાણકારોનું સેન્ટિમેન્ટ તેજીનું રહેતા ફોરન થતાં સ્થાનિક ફંડો દ્વારા મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં આક્રમક લેવાલી કરતાં બીએસઇ સેન્સેક્સે ૫૪૮૭૪ પોઈન્ટની અને નિફ્ટી ફ્યુચરે ૧૬૩૬૯ પોઈન્ટની નવી ઐતિહાસિક ટોચ બનાવી વિક્રમ સર્જયો હતો.
વૈશ્વિક માર્કેટ તરફથી પણ પ્રોત્સાહક સંકેતો મળતા સ્થાનિક શેરબજારમાં સુધારાની ચાલ આગળ વધી હતી. કોરોના સંક્રમણની બીજી લહેર બાદ હવે ત્રીજા લહેર પૂર્વે કેન્દ્ર અને રાજયો સરકારોએ આગોતરા સાવચેતીમાં તકેદારીના પગલાં લેવા માંડતાં અને આ ત્રીજી લહેર તુલનાત્મક બીજી લહેર ઘાતક નહીં રહેવાના અંદાજો વચ્ચે આર્થિક – ઔદ્યોગિક પ્રવૃતિ આગામી દિવસોમાં વધુ ધમધમવાના અંદાજોએ ફંડો દ્વારા આજે શેરોમાં તેજી કરતાં ભારતીય શેરબજાર નોંધપાત્ર ઉછાળા સાથે ઐતિહાસિક સ્તરે બંધ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૦૭% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૯૭% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર એનર્જી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૩૨૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૮૪૩ અને વધનારની સંખ્યા ૨૩૫૮ રહી હતી, ૧૨૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૮૦ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૪૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા….
મિત્રો, કોરોના મહામારી વચ્ચે પણ ભારતીય શેરબજારે અભૂતપૂર્વ પ્રદર્શન કરી સતત નવી ઐતિહાસિક ઉંચાઇ નોંધાવી છે. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની ભારતીય શેરબજારમાં સતત વેચવાલી સામે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની શેરોમાં થઈ રહેલી અવિરત ખરીદીએ ભારે બે તરફી અફડાતફડી જોવા મળી રહી છે. વિશ્વભરમાં વિવિધ દેશોમાં કોરોનાના કેસો ફરી વધી રહ્યા હોઈ સામે ભારતમાં ચોમાસાની દેશમાં સારી પ્રગતિ છતાં કોરોના સંક્રમણમાં બીજી લહેર બાદ ફરી ત્રીજી લહેરની ચિંતા વધવા લાગતાં અને કોર્પોરેટ ઈન્ડિયાના જૂન ૨૦૨૧ના અંતના પરિણામો અપેક્ષાથી નબળા આવતા ફોરેન ફંડો ભારતીય શેરબજારમાં વેચવાલી કરી રહ્યા છે.
કોરોનાના પરિબળની સાથે હાલ ફુગાવો-મોંઘવારીનું પરિબળ પણ નેગેટીવ બની રહ્યું છે. ક્રુડ ઓઈલના ભાવ ફરી વધી રહ્યા હોવા સાથે પેટ્રોલ, ડિઝલના સતત ઊંચા નવી વિક્રમી ઊંચાઈએ પ્રવર્તતા ભાવોથી મોંઘવારીમાં થઈ રહેલા સતત વધારા અને વધતી જતી બેરોજગારીની સમસ્યાને ધ્યાનમાં લેતાં આગામી દિવસો ભારતીય શેરબજારમાં ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.