Home વ્યાપાર જગત - BUSINESS નિફ્ટી ફયુચર ૧૯૮૦૮ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

નિફ્ટી ફયુચર ૧૯૮૦૮ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

40
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૬.૧૦.૨૦૨૩ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૬૫૬૩૧.૫૭ સામે ૬૫૮૬૭.૫૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૬૫૭૬૨.૩૩ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૩૩.૪૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૬૪.૦૬ પોઈન્ટના ઉછાળા સાથે ૬૫૯૯૫.૬૩ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૯૫૬૮.૦૦ સામે ૧૯૬૧૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૯૬૦૧.૧૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૯૦.૮૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૧૯.૮૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૯૬૮૭.૮૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

વૈશ્વિક ઔદ્યોગિક, આર્થિક મોટા સંકટના એંધાણ વચ્ચે ક્રુડ ઓઈલની માંગ મંદ પડવાની ધારણા અને અમેરિકાના સંકટના ચાલતાં ફરી વ્યાજ દર મામલે અનિશ્ચિતતા ઊભી થતાં ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવમાં એક વર્ષનો સૌથી મોટો પાંચ ડોલર જેટલો કડાકો બોલાઈ જતાં ભારત માટે પોઝિટીવ પરિબળે આજે સતત બીજા અને સપ્તાહના અંતે ફંડોએ શેરોમાં શોર્ટ કવરિંગ સાથે તેજી કરી હતી. આ સાથે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ત્રણ દિવસીય મોનીટરી પોલિટી કમિટીની બેઠકના અંતે વ્યાજ દર જળવાઈ રહેતા આજે બેંકિંગ શેરોમાં શોર્ટ કવરિંગ સાથે કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને સર્વિસિસ શેરો સાથે આઈટી – સોફ્ટવેર સર્વિસિઝ શેરોમાં ત્રિમાસિક પરિણામોની સીઝન શરૂ થતાં પૂર્વે તેજી કરતાં બજારમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો.

ભારતીય રિઝર્વ બેન્કની મોનિટરી પોલિસી કમિટીનીમાં રેપો રેટ સતત ચોથી વખત ૬.૫% પર યથાવત રાખવામાં આવ્યો હતો. ઉલ્લેખનિય છે કે, અગાઉ આરબીઆઈની એપ્રિલ, જુન અને ઓગસ્ટમાં યોજાયેલ બેઠકમાં પણ રેપો રેટ ૬.૫% યથાવત્ રખાયો હતો. આ સમયગાળા દરમિયાન આરબીઆઈ ગવર્નરે જીડીપી અનુમાનમાં કોઈ ફેરફાર કર્યો નથી.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૬૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫૬% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ટેલિકોમ્યુનિકેશન શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૮૦૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૩૩૪ અને વધનારની સંખ્યા ૨૩૧૨ રહી હતી, ૧૫૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૫૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, માંગની હકારાત્મક સ્થિતિએ નવા વેપારમાં વધારો કરાવતા સપ્ટેમ્બર માસમાં દેશની સેવા ક્ષેત્રની પ્રવૃત્તિમાં મજબૂત વૃદ્ધિ જોવા મળી છે. એસએન્ડપી ગ્લોબલ રેટિંગનો સેવા ક્ષેત્રનો પરચેઝિંગ મેનેજર્સ ઈન્ડેકસ (પીએમઆઈ) જે ઓગસ્ટ માસમાં ૬૦.૧૦ હતો તે સપ્ટેમ્બર માસમાં વધીને વધી ૬૧ રહ્યો છે. ગયા વર્ષના સપ્ટેમ્બર માસમાં આ ઈન્ડેકસ ૫૬.૭૦ હતો. આમ વાર્ષિક ધોરણે સેવા ક્ષેત્રની પ્રવૃત્તિમાં મજબૂત વધારો જોવા મળ્યો છે. નવા વેપારમાં વધારો, માંગની સાનુકૂળ સ્થિતિ તથા અસરકારક માર્કેટિંગને પરિણામે સપ્ટેમ્બર માસમાં સેવા ક્ષેત્રમાં વિસ્તરણ જોવા મળ્યું છે.

સેવા ક્ષેત્રે નવા વેપારની માત્રા છેલ્લા ૧૩ વર્ષની ઊંચી સપાટીએ રહી છે. ઘરઆંગણે મજબૂત માગ ઉપરાંત, સેવા ક્ષેત્રની કંપનીઓની એશિયા, યુરોપ તથા ઉત્તર અમેરિકાની બજારોમાં સારી નિકાસ કામગીરી રહી છે. માંગની સાનુકૂળ સ્થિતિને પગલે આગામી બાર મહિના માટેનો વેપાર આશાવાદ પણ મજબૂત જોવાઈ રહ્યો છે, જે દરેક પ્રકારની સેવામાં વધુ વિકાસ માટે પોઝિટિવ છે.વેપાર મૂડ સુધરવા સાથે રોજગાર નિર્માણ ટકી રહ્યું છે. સેવા પૂરી પાડવાની માત્રામાં વધારા માટે માર્કેટિંગે પણ મોટી ભૂમિકા ભજવી હોવાનું રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. સેવા પૂરી પાડવા પાછળનો ખર્ચ ઘટી અઢી  વર્ષની નીચી સપાટીએ પહોંચતા સેવા માટેના દરમાં સામાન્ય વૃદ્ધિ જોવા મળી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field