Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી PM મોદીએ ગેસ સિલિન્ડરના ભાવ ઘટાડીને ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને તહેવાર પર આપી...

PM મોદીએ ગેસ સિલિન્ડરના ભાવ ઘટાડીને ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને તહેવાર પર આપી મોટી ભેટ- ધર્મેન્દ્ર પ્રધાન

26
0

(GNS),06

કેન્દ્ર સરકાર દ્વારા ગઈકાલે એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતને લઈને ફરી એક મોટો નિર્ણય લેવામા આવ્યો હતો. મોદી સરકારે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે ફરી એક વાર ગેસ સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો કર્યો છે. તહેવારોની સિઝન છે, ત્યારે કેન્દ્ર સરકારે ઉજ્જવલા લાભાર્થીઓને આપેલી આ ભેટ ખૂબ જ મહત્વપૂર્ણ છે. કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલા આ મહત્વપૂર્ણ નિર્ણય પર કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, મોદી સરકારે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે ફરી એક વાર ગેસ સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ નિર્ણયથી દેશની કરોડો માતા-બહેનોની નવરાત્રી અને અન્ય તહેવારોની રોનક વધી છે..

તેમણે આગળ કહ્યું કે, એક ગેસ સિલિન્ડર પર 200 રૂપિયા સબસિડી, રક્ષાબંધન પર 200 રૂપિયાની છૂટ અને ગઈકાલની કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણય બાદ 100 રૂપિયાની વધારાની છૂટ બાદ હવે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે એલપીજી ગેસ સિલિન્ડર 500 રૂપિયા સસ્તો થયો છે. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે, 2014માં જે ભાવે ગેસ સિલિન્ડર મળતા હતા, આજે 2023માં લગભગ તે જ ભાવે ઉજ્જવલા યોજના હેઠળ માતા-બહેનોને ગેસ સિલિન્ડર ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમણે કહ્યું કે, આ નિર્ણય ગરીબો, માતા-બહેનો-દીકરીઓ અને વંચિત વર્ગના હિતો, સ્વાભિમાન અને સન્માનની રક્ષા પ્રત્યે મોદી સરકારની સંવેદનશીલતા અને પ્રતિબદ્ધતા દર્શાવે છે. તમને જણાવી દઈએ કે ગઈકાલે એટલે કે 4 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઈ હતી, જેમાં કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે સબસિડીની રકમ વધારવાનો નિર્ણય લીધો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅમૃતસરમાં ફેક્ટરીમાં ભીષણ આગ, 4ના મોત
Next articleનિફ્ટી ફયુચર ૧૯૮૦૮ પોઈન્ટ મહત્વની સપાટી…!!!